ઇન્ડસ્ટ્રી છોડી સંન્યાસી બની ગઈ આ બોલ્ડ એક્ટ્રેસ, અંડરવર્લ્ડ સાથે સંબંધના કારણે થયુ હતુ કંઇક એવું કે…

એક સમયે બોલ્ડ એક્ટ્રેસ રહી ચુકેલી મમતા કુલકર્ણીએ પોતાના કરિયરની શરૂઆત 1991માં તમિલ ફિલ્મ નનબરગલથી કરી હતી.
વર્ષ 1992માં ફિલ્મ તિરંગાથી એમને બોલીવુડમાં પગ મૂક્યો. એ પછી આવેલી ફિલ્મ આશીક આવારાએ એમને સ્ટાર બનાવી દીધા.
પણ કોણ જાણતું હતું કે આ અભિનેત્રી અંડરવર્લ્ડ અને ડ્રગ્સના દળદલમાં એવી ફસાશે કે લોકો એમનું નામ સુદ્ધા યાદ નહિ રાખવા
માંગે. ચાલો જાણી લઈએ મમતા કુલકર્ણી વિશે વધુ વિગતો.

ममता कुलकर्णी
image source

મમતા કુલકર્ણીનો જન્મ 20 એપ્રિલ 1972માં મુંબઈમાં થયો હતો. એક સમયે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સેક્સ સિમ્બોલ તરીકે પોતાની
ઓળખ બનાવનારી મમતા હવે શું કરે છે એ જાણવામાં કદાચ તમને રસ હોય. મમતાએ પોતાના ફિલ્મી કરિયરમાં વક્ત હમારા હે,
ક્રાંતિવીર, કરણ અર્જુન, બાજી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજ કુમાર અને નાના પાટેકરની સુપરહિટ ફિલ્મ તિરંગાથી ફિલ્મોમાં પગ
મુકનારી મમતા કુલકર્ણી એ દરમિયાન લગભગ દરેક મોટા અભિનેતા સાથે કામ કર્યું.

ममता कुलकर्णी
image source

મમતા પોતાના ફિલ્મી કરીયરથી વધુ વિવાદોને લઈને ચર્ચામાં રહી હતી. મમતા એ સમયે વિવાદોમાં આવી જ્યારે એમને વર્ષ
1993માં સ્ટારડસ્ટ મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. એ પછી એમના પર 15 હજાર રૂપિયા દંડ લગાવવામાં આવ્યો હતો.
જો કે આ ફોટોશૂટ ઘણું જ ચર્ચામાં રહ્યું હતું. એની કોપી બ્લેકમાં વેચાઈ હતી. મમતા હિન્દી સિનેમા જગતની એ એક્ટ્રેસ હતી જે
પોતાની બોલ્ડનેસ અને બિન્દાસપણાને લઈને લોકોના હોશ ઉડાડી દેતી હતી.

image source

ખબરો અનુસાર મમતા કુલકર્ણીએ દુબઈમાં રહેતા અંડરવર્લ્ડ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા. જો કે મમતાએ પોતાની
લગ્નની ખબરને હંમેશા અફવા જ કહી. મમતા 10 વર્ષ સુધી વિકી સાથે દુબઈમાં રહી હતી. કહેવામાં આવે છે કે એક્ટ્રેસ પતિ વિકી
સાથે મળીને ઘણા ગેરકાયદેસર કામોનો પણ ભાગ બની છે.

image source

વર્ષ 2016માં મમતા કુલકર્ણી અને એમના પતિ વિકી ગોસ્વામીને પોલીસે કેન્યા એરપોર્ટ પર ડ્રગ તસ્કરીના કારણે અરેસ્ટ કર્યા. જો કે
પછી એમને છોડી દેવામાં આવ્યા હતા. કહેવામાં તો એવું પણ આવે છે કે મમતા કુલકર્ણીનો સંબંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે
પણ હતો.

image source

ઘણા રિપોર્ટસનું માનીએ તો મમતાને ઘણી સુપરહિટ ફિલ્મો અંડરવર્લ્ડના કારણે મળી હતી. મમતા અંડરવર્લ્ડ સાથે સંબંધના કારણે
ખૂબ જ ચર્ચામાં રહી. ક્યારેક પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહેતી મમતા કુલકર્ણી હવે સાધ્વી બની ગઈ છે.

image source

એમને ઓતોબાયોગ્રાફી ઓફ ઇન યોગીન નામનું એક પુસ્તક લખ્યું. એ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ચુકી છે. એમનો લુક પણ ઘણો
જ બદલાઈ ચુક્યો છે.

image source

ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનું કારણ જણાવતા મમતા કુલકર્ણીએ એકવાર કહ્યું હતું કે “અમુક લોકો દુનિયાના કામ માટે જન્મ્યા હોય છે, હું ઈશ્વર માટે જન્મી છું”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *