Site icon News Gujarat

કોરોના દર્દીની સારવાર કરવા આ અભિનેત્રી એક્ટિંગ છોડી બની ગઈ નર્સ, પૂરી આપવીતી જાણીને તમે પણ કહેશો ગજબ બાખી…

અભિનેત્રી શિખા મલ્હોત્રા ફિલ્મ ‘ફેન’ માં નજર આવી ચુકી છે. તે લોકડાઉન દરમિયાન લોકોને મદદ કરવા આગળ આવી હતી. જ્યારે ભારતમાં કોરોના રોગચાળો ઝડપથી ફેલાતો હતો, ત્યારે તેણે નર્સ તરીકે 6 મહિના કોવિડ દર્દીઓની સારવાર કરી હતી.

image source

લોકોની સંભાળ રાખતી વખતે તે જાતે કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી અને ત્યારબાદ પેરાલિસિસના હુમલોનો શિકાર બની હતી. કોરોના સમયગાળા દરમિયાન લોકો માટે એક ઉદાહરણ બનેલી શીખાએ તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો. તેણી કહ્યું કે, ગમે તેટલી મુશ્કેલી આવે, પરંતુ તે ક્યારેય હાર માનશે નહીં.

image source

શિખા મલ્હોત્રાએ કોરોનાથી પીડાતા દર્દીઓની સંભાળ લીધી હતી અને વર્ષના છેલ્લા મહિનામાં તે કોરોનાની ભોગ બની હતી. કોવિડથી તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી હતી ત્યાં અચાનક એક રાત્રે તેના ચહેરા પર પેરાલિલિસનો હુમલો આવી ગયો. મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, આ હુમલાથી તેમને ઘણો આઘાત લાગ્યો હતો પરંતુ તે પછી તેણે પોતાની જાતને હિંમત આપી અને આગળ વધવાનું નક્કી કર્યું.

image source

શિખાએ આ વાતચીતમાં જણાવ્યું હતું કે હું મુંબઇમાં એકલી રહુ છું. માતા 9 ડિસેમ્બર 2020 ના રોજ મારા ઘરે આવી હતી અને બીજા દિવસે સાંજે મને પેરાલિસિસનો એટેક આવી ગયો હતો. શરૂઆતમાં જમણા હાથમાં જડતા આવી હતી અને ધીરે ધીરે ચહેરો પણ જકડાઈ ગયો હતો. હું કાંઈ બોલી શકું એ પહેલાં મારો ચહેરો જકડાઈ ગયો હતો, મને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં શરૂઆતમાં મને દોઢ લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવવા કહેવામાં આવ્યું, મેં માતાને સરકારી હોસ્પિટલમાં લઈ જવાની જીદ કરી. આખરે મને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં મારી સંપૂર્ણ સારવાર થઈ.

image source

તેમની તબિયત અંગે તેમણે કહ્યું કે આ કેસને બે મહિના થવા જઈ રહ્યા છે અને મારી સારવાર આજે પણ ચાલી રહી છે. મેં હાર માની નથી. હું દિવસમાં 4 વખત કસરત કરું છું અને આજે પણ નોર્મલ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે કહ્યું હતું કે લકવાગ્રસ્ત થયા પછી કામની ઓફર આવતી નથી. શિખાએ કહ્યું કે લોકોને લાગતું હશે કે, હું હમણાં કામ માટે તૈયાર નથી. પરંતુ હું સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોસ્ટ્સ શેર કરું છું. જેથી લોકોને લાગે કે હવે હું કામ કરવા તૈયાર છું.

image source

શિખાએ કહ્યું કે કોરોનાએ મને ખૂબ જ નબળી બનાવી દીધી હતી. તેથી હું ફરીથી હોસ્પિટલ જોઈન કરી શકી, પરંતુ જ્યારે કેટરિના કૈફ, શત્રુઘ્ન સિંહા અને સોનુ સૂદ જેવા દિગ્ગજોએ મારા કામની પ્રશંસા કરી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ. અભિનેત્રીએ કહ્યું કે કેટલીક વેબ સિરીઝની ઓફર છે. વાટાઘાટો ચાલી રહી છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે પ્રેક્ષકો જલ્દી મને સ્ક્રીન પર નવા અવતારમાં જોશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version