ટોયોટાએ લોન્ચ કર્યું ફોરચ્યુનરનું ફેસલિફ્ટ મોડલ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

ટોયોટા કિર્લોસ્કર મોટર (Toyota Kirloskar Motor) એ લાંબા વિરામ અને રાહ જોવડાવ્યા બાદ પોતાની ફોરચ્યુનરનું ફેસલિફ્ટમોડલ લોન્ચ કરી દીધું છે. કંપનીએ ભારતીય કાર માર્કેટમાં પોતાની આ ફોરચ્યુનરની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 29.98 લાખ રૂપિયા રાખી છે. નોંધનીય છે કે ફોરચ્યુનર એ પોતાના સેગમેન્ટમાં લોકપ્રિય કારો પૈકી એક છે. આ જ કારણ છે કે કંપનીએ તેના ફોરચ્યુનર ફેસલિફ્ટ મોડલમાં એ તમામ અપડેટ આપ્યા છે જે તેના સૌથી મોટા સ્પર્ધક એવા ફોર્ડ એન્ડેવર (Ford Endeavour) માં આપવામાં આવ્યા છે.

image source

કંપનીએ લોન્ચ કરેલ ટોયોટા ફોરચ્યુનર ફેસલિફ્ટ મોડલના વિવિધ મોડલની કિંમતની વાત કરીએ તો તેના અલગ અલગ વેરીએન્ટની કિંમત નીચે મુજબ છે.

ટોયોટા ફોરચ્યુનર (Toyota Fortuner) ફેસલિફ્ટ – પેટ્રોલ

image source

– ટોયોટા ફોરચ્યુનર ફેસલિફ્ટ 4X2 મેન્યુઅલની કિંમત 29.98 લાખ રૂપિયા

– ટોયોટા ફોરચ્યુનર ફેસલિફ્ટ 4X2 ઓટોની કિંમત 31.57 લાખ રૂપિયા

ટોયોટા ફોરચ્યુનર (Toyota Fortuner) ફેસલિફ્ટ – ડીઝલ

– ટોયોટા ફોરચ્યુનર ફેસલિફ્ટ 4X2 મેન્યુઅલની કિંમત 33.48 લાખ રૂપિયા

– ટોયોટા ફોરચ્યુનર ફેસલિફ્ટ 4X2 ઓટોની કિંમત 34.84 લાખ રૂપિયા

image source

– ટોયોટા ફોરચ્યુનર ફેસલિફ્ટ 4X4 મેન્યુઅલની કિંમત 35.14 લાખ રૂપિયા

– ટોયોટા ફોરચ્યુનર ફેસલિફ્ટ 4×4 ઓટોની કિંમત 37.43 લાખ રૂપિયા

– ટોયોટા ફોરચ્યુનર લીજેન્ડર (Fortuner Legender) 4X2 ઓટોની કિંમત Rs 37.58 લાખ રૂપિયા

ટોયોટાએ પોતાની નવી ફોરચ્યુનરને.રેગ્યુલર અને લિજેન્ડર વર્ઝનમાં લોન્ચ કરી છે. તેનું લિજેન્ડર વર્ઝનનો લુક ઘણો એગ્રેસીવ છે જ્યારે તેના સ્ટાન્ડર્ડ વર્ઝનમાં સ્લીક હેડલેમ્પસ, નવી ગ્રીલ, નવું બમ્પર અને નવું બમ્પર સ્પ્લિટર આપવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો ટોયોટાના આ પહેલાના વર્ઝનની સરખામણીએ નવી ટોયોટા ફોરચ્યુનર દેખાવમાં ઘણી સ્ટાઈલિશ અને એગ્રેસીવ છે.

image source

સાથે જ ટોયોટાએ પોતાની ફોરચ્યુનરનું એન્જીન પણ અપગ્રેડ કર્યું છે. અને તેમાં હવે પહેલાની સરખામણીએ વધારે પાવર જનરેટ કરવાની ક્ષમતા છે. કંપનીએ આમાં પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વિકલ્પ આપ્યા છે. તેનું 2.7 લીટર પેટ્રોલ એન્જીન 164 bhp નો મેક્સિમમ પાવર અને 245 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

image source

જ્યારે તેનું 2.8 લીટર V-GD ડીઝલ.એન્જીન 204 bhp નો મેક્સિમમ પાવર અને 500 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. તેનું લિજેન્ડર વર્ઝન ફક્ત ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં જ ઉપલબ્ધ છે. તેના સ્ટાન્ડર્ડ વર્ઝનમાં ઓપશ્નલ 4×4 સિસ્ટમ ઉપલબ્ધ છે. જો કે લિજેન્ડરમાં 4×4 સિસ્ટમ.ઉપલબ્ધ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત