5 લાખ રૂપિયાથી સસ્તી આ 7 સીટર કાર પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, માત્ર આ તારીખ સુધી જ છે ઓફર

7 seater car under 5 lakh : જો તમે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં એક નવી નક્કોર 7 સીટર કાર ખરીદવા ઇચ્છતા હોય તો આ જૂન મહિનામાં તમને ભારે બચત થઈ શકે છે. અસલમાં દેશની સૌથી સસ્તી 7 સીટર કાર પર આ મહિને જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યારે આ સમયગાળા દરમિયાન 7 સીટર કાર ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને અંદાજે 40,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આપણે અહીં વાત કરી રહ્યા છીએ Datsun Go Plus ની. જી હા, Datsun Go Plus પર મહિને કેશ ડિસ્કાઉન્ટથી લઈને એક્સચેન્જ બોનસ સુધીનો ફાયદો મળી રહ્યો છે. એ સિવાય આજના આ આર્ટિકલમાં અમે આપને Datsun Go Plus ના સ્પેશિફિકેશન વિશે પણ જણાવીશું.

જૂન મહિનામાં Datsun Go Plus પર શું ઓફર મળી રહી છે ?

image source

Dastun પોતાની સૌથી સસ્તી એમપીવી Datsun Go Plus 7 સીટર કાર પર જૂન મહિનામાં 40,000 રૂપિયા સુધીનું ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ મહિને ગ્રાહકોને Datsun Go Plus પર 20,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જ્યારે જૂની કારને એક્સચેન્જ કરવા પર પણ ગ્રાહકોને 20,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

નોંધ : અહીં બે બાબતોનું ધ્યાન રાખવું ખાસ અગત્યનું છે. એક તો એ કે આ ઓફર ફક્ત 30 જૂન 2021 સુધીની જ છે અને બીજું એ કે આ ઓફર અલગ અલગ વેરીએન્ટ અને ડીલરશિપ્સ પર અલગ અલગ પણ હોઈ શકે છે.

Datsun Go Plus નું પરફોર્મન્સ

image source

Datsun Go Plus માં BS 6 કંપલાયન્ટ વાળું 1.2 લીટરનું 3 સિલિન્ડર ધરાવતું HR12 DE પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. તેનું મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડલમાં 5000 rpm પર 68 PS નો મેક્સિમમ પાવર અને 4000 rpm પર 104 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેના CVT ગેઅરબોક્સ મોડલમાં 6000 rpm પર 77 PS બો મેક્સિમમ પાવર અને 4400 rpm પર 104 Nm નો પિક ટોર્ક મળે છે.

Datsun Go Plus ની બ્રેક

image source

Datsun Go Plus ના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

Datsun Go Plus નું ડાયમેંશન

image source

Datsun Go Plus ના વ્હિલ બેસ 2450 મિલીમીટર છે અને તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 મિલીમીટર છે. તેની લંબાઈ 3995 મિલીમીટર અને પહોળાઈ 1636 મિલીમીટર તેમજ ઊંચાઈ 1507 મિલીમીટર છે.

Datsun Go Plus નું સસ્પેન્સન

Datsun Go Plus ના ફ્રન્ટમાં McPherson Strut સાથે લોવલ ટ્રાન્સવર્સ લિંક આપવામાં આવી છે. જ્યારે તેના રિયરમાં ટ્વિસ્ટ બીમ સસ્પેન્સન સાથે ક્વાઇલ સ્પ્રિંગ આપવામાં આવી છે.

Datsun Go Plus ની કિંમત

image source

હવે મૂળ વાત કરીએ કે Datsun Go Plus ની કિંમત કેટલી છે ? તો જણાવી દઈએ કે Datsun Go Plus ની શરૂઆતી દિલ્હી એક્સ શોરૂમની કિંમત 4.25 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 6.99 લાખ રૂપિયા સુધી જાય છે.