19 એપ્રિલથી શરૂ થશે એનીમેટેડ શો તારક મહેતા, કાર્ટુન બની જશે જેઠાલાલ અને તેની આખી ગોકુળધામ સોસાયટી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલે નાના ભૂલકાથી માંડીને શ્વેત વાળ ધરાવતા વૃદ્ધોને ગમતો શો. ટીઆરપીની રેસમાં પણ તે સૌથી પહેલા જોવા મળે છે. ત્યારે છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને મનોરંજન પુરુ પાડતો આવ્યો છે, હવે આ શોને લઈ એક મોટી ખબર સામે આવી રહી છે કે 19 એપ્રિલથી બાળકો માટે સોની યાય પર બાળકોને ધ્યાનમાં રાખીને સોની સબ ટીવીએ સુપરહીટ સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું એનિમેટેડ વર્ઝન શરૂ કરવામાં આવશે. જેને લઈને શોની આખી ટીમ અને દર્શકો પણ ખુશ જોવા મળી રહ્યા છે.

image source

જો આ એનિમેટેડ વર્જન વિશે વાત કરવામાં આવે તો તારક મહેતા…ના દરેક પાત્ર એનીમેટેડ હશે. દયા બેન, જેઠાલાલા, ટપૂ, બાપૂજી, ભીડેથી લઇને પોપટલાલ બધા જ કેરેક્ટરના એનિમેટેડ કેરેક્ટર તમને જોવા મળશે. તેમજ આગળ વાત કરીએ તો તારક મહેતા…ના એનિમેટેડ વર્ઝનમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતા દિલીપ જોશીએ કહ્યું કે જ્યારેથી મેં મારુ કાર્ટુન કેરેક્ટર જોયુ છે હું ખુબ એક્સાઇટેડ અનુભવુ છુ. હું પોતે પણ કાર્ટુન સિરીયલ અને ફિલ્મો જોવાનું પસંદ કરુ છુ પરંતુ મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે એક દિવસ એવો પણ આવશે કે તારક મહેતા…એનીમેટેડ વર્ઝનમાં હું પણ જોવા મળીશ અને મારુ પોતાનુ પણ કાર્ટુન કેરેક્ટર હશે. હું ખરેખર જોવા માંગુ છુ કે મારા એનીમેટેડ વર્ઝનને લોકોનો કેવો રિસ્પોન્સ મળે છે.

image source

આ સાથે જ જેઠાલાલનું કહેવું છે કે હું આશા રાખુ છુ કે અમારો આ પ્રયાસ દર્શકોને પસંદ આવે છે અને તેમના ફેવરિટ પાત્રોને એનીમેટેડ રૂપમાં જોઇને ખુશી અનુભવે. જો શોની ટીમ વિશે વાત કરવામાં આવે તો ટીમે હાલમાં જ 3100 એપિસોડનો રેકોર્ડ બનાવ્યો છે અને TRP ચાર્ટમાં પણ સારુ પફોર્મ કરી રહ્યો છે. શોના પહેલા એપિસોડથી લઇને આજ સુધી લોકો બધા કેરેક્ટરના ફેન છે. જેઠાલાલ અને તારક વચ્ચેની મિત્રતા અત્યાર સુધી બધા જ એપિસોડમાં જોવા મળી છે પરંતુ હવે બંને વચ્ચે ખટરાગ થઇ ગયો છે.

image source

હાલમાં આ શો વિશે એવું પણ કહેવામાં આવે છે કે રિયલ લાઇફમાં દીલિપ જોશી અને શૈલેષ સોઢા વચ્ચે એકબીજાથી નારાજ થઇ ગયા છે. શોમાં મિત્રો દિલીપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે ખટપટ ચાલી રહી છે. હવે તે એકબીજા સાથે વાત પણ નથી કરી રહ્યાં. કોઇ મોઇની એક રિપોર્ટ અનુસાર બંને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અબોલા છે. તે આવે છે પોતાના સિન્સ કરે છે અને પોતાની વેનિટી વેનમાં પાછા જતા રહે છે. તો વળી આ બન્ને વચ્ચે એવા પણ રિપોર્ટ મળી રહ્યા છે કે કોઈ જુની વાતને લઇને બંને વચ્ચેની દોસ્તીમાં તિરાડ પડી હોય તેવુ લાગી રહ્યુ છે.

image source

બંનેમાંથી કોઇ પણ તે વાતને ભૂલીને આગળ વધવા માટે રાજી નથી. ઘણા ફેન્સ તે વાતને લઇને હેરાન છે કે તારક મહેતા અને જેઠાલાલની ઓનસ્ક્રીન મિત્રતા જોવા મળે છે અને રિયલ લાઇફમાં તે એકબીજાથી આટલા નારાજ કેવી રીતે છે. ત્યારે હવે સત્ય હકીકત ક્યારે બહાર આવે એ જોવાનું રહ્યું અને આ બન્ને વચ્ચે દુશ્મની પતે તો ફેન્સમાં પણ રાહત અનુભવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!