Site icon News Gujarat

કોરોના સંક્રમિત સસરાને પીઠ પર ઉઠાવીને પુત્રવધૂ કિલોમીટર સુધી ચાલતી ગઈ, મદદને બદલે લોકો બસ ફોટો પાડતા રહ્યાં

સસરા અને પુત્રવધૂના પવિત્ર સંબંધને સમજાવતો એક કિસ્સો સામે આવ્યો છે. એક પુત્રવધૂએ કઈ રીતે સસરાને મદદ કરી એ ખરેખર જોવા જેવી વાત છે. આજના યુગમાં આ ઘટના જોવા મળે એ જ ભાગ્યની વાત ગણી શકાય. કારણ કે આજે કોઈ જ સંબંધમા સ્વાર્થતા વધારે જોવા મળે છે. ત્યારે આવો આ કેસ વિશે વિગતે વાત કરીએ. આસામના નગાંવમાં રહેતી 24 વર્ષની નિહારિકા દાસની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યાં છે. આ વીડિયોમાં અને તસવીરોમાં જોઈ શકાય છે કે તે પોતાના કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવી લઈ જતી દેખાય છે. જો કે ગામમાં એમ્બ્યુલન્સ પણ મળી શકી ન હતી. સસરાને નાની વાનમાં શહેર લાવવા પડ્યા હતા. સારી વાત એ હતી કે માર્ગમાં ઓક્સિજનની જરૂર પડી ન હતી. જોકે 5 જૂનના રોજ ગુવાહાટીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે થુલેશ્વર દાસનું અવસાન થઈ ગયું.

image source

આ કેસમાં વિગતો સામે આવી રહી છે કે નિહારિકા સસરાને ઉઠાવી આશરે 2 કિ.મી ચાલી હતી. એ સમયે લોકોએ તેની તસવીરો લીધી હતી. પરંતુ આજના આ યુગની કઠોરતા એ છે કે કોઈ જ વ્યક્તિ તેની મદદ માટે આગળ આવી ન હતી. ફોટો વાઈરલ થયા બાદ હવે લોકો નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહી રહ્યા છે. વાત કંઈક એમ છે કે 2 જૂનના રોજ નિહારિકાના સસરા થુલેશ્વર દાસમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે 2 કિમી દૂર રહેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવા માટે પુત્રવધૂ નિહારિકાએ રિક્ષાની રાહ જોઈ હતી .તેના ઘર સુધી ઓટોરિક્ષા આવી શકે એવો માર્ગ નથી.

image source

ત્યારે આ કેસની મુખ્ય પાત્ર અને જેના લોકો વખાણ કરી રહ્યા છે એવી નિહારીકા કહે છે કે રસ્તો પણ નથી અને સસરા ચાલીને જઈ શકે એવી સ્થિતિમાં ન હતા. મારા પતિ કામ માટે સિલીગુડીમાં રહે છે. આ સંજોગોમાં સસરાને પીઠ પર લઈ જાવ તો જ કામ થાય. એના સિવાય મારી પાસે કોઈ રસ્તો ન હતો. હું સસરાને ઓટો સ્ટેન્ડ સુધી લઈ ગઈ હતી. માહિતી મળી રહી છે કે નિહારિકાને એક 6 વર્ષનો દીકરો પણ છે. નિહારીકા આગળ વાત કરે છે કે અહીંથી વાત પુરી નથી થઈ જતી. સ્વાસ્થ્ય કેન્દ્રમાં સસરાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યોતો. ડોક્ટરે સસરાની સ્થિતિ ગંભીર ગણાવી તેમને 21 કિ.મી દૂર નગાંવની કોવિડ હોસ્પિટલ લઈ જવા માટે સલાહ આપી.

image source

ત્યારબાદ નિહારીકા વાત કરે છે કે સ્વાસ્થ્ય કેન્દ્રથી તેમણે એમ્બ્યુલન્સ અથવા સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું ન હતું. ત્યાર બાદ પુત્રવધૂએ એક પ્રાઈવેટ કારની વ્યવસ્થા કરી. આ માટે પણ તેણે સસરાને પીઠ પર ઉઠાવી ઘણા દૂર સુધી લઈ જવા પડ્યા હતા. લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ આવતા ન હતા.

image source

સસરા લગભગ બેભાનની સ્થિતિમાં હતા. નગાંવ પહોંચીને પણ મારે કોવિડ હોસ્પિટલમાં સસરાને પીઠ પર ઉઠાવીને સીડીઓ ચડવી પડી એવું પણ નિહારીકા જણાવી રહી છે. ત્યાં મેં મદદ માટે કહ્યું, પણ કોઈ વ્યક્તિ આગળ આવી નહીં. એ દિવસે હું સસરાને પીઠ પર ઉઠાવી આશરે 2 કિમી ચાલી હતી. આસામની આ કહાનીથી ગામમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાની શી સ્થિતિ છે એની પોલ ખૂલી ગઈ છે.

Exit mobile version