Site icon News Gujarat

ચહેરા પર લાગેલા હોળીના જિદ્દી ડાઘને આ સરળ રીતે કરો દૂર, કમાલના છે 7 ઉપાયો

રંગોથી ભરેલો હોળીનો તહેવાર ખુશીઓ લઈને આવ્યો છે. હોળીમાં થોડો સમય રહ્યો છે. 28 માર્ચે હોળિકા દહન અને 29 માર્ચે હોળી એટલે કે ધૂળેટી રમાશે. હોળી પર પોતાનાનો સાથ અને રંગની મજા તેને ખાસ બનાવે છે. આ દિવસે અબીલ અને ગુલાલથી રમવાની પરંપરા છે પરંતુ આજકાલના કલર્સથી રમ્યા બાદ સ્કીન પરથી અને ખાસ કરીને ચહેરા પરથી હોળીનો રંગ જલ્દી નીકળતો નથી. તે એક મુશ્કેલ કામ બને છે. આ સમયે રંગના કારણે શરીર પર ખંજવાળ, એલર્જી કે ઈન્ફેક્શનની પણ સમસ્યા થાય છે. આ રંગને ઝડપથી સાફ કરી લેવો જરૂરી છે. તો જાણો કયા સરળ ઉપાયોની મદદથી તમે ચહેરા પરથી હોળીનો કલર ઝડપથી ઉતારી શકો છો.

લીંબુ અને ચણાનો લોટ

image source

લીંબુ અને ચણાનો લોટ ઉપયોગ કરીને તમે શરીર પરના રંગને સરળતાથી ઉતારી શકો છો. રંગ ઉતારવા માટે બેસનમાં લીંબુ અને દૂધ મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ફેસ પર લગાવો. લગભગ 20 મિનિટ સુધી આ પેસ્ટ લગાવેલી રાખો અને પછી હૂંફાળા પાણીથી ફેસને વોશ કરી લો. તમારો ફેસ ફરીથી ચમકી જશે.

જિંક ઓક્સાઈડ અને કેસ્ટર ઓઈલ

image source

સ્કીન પર લાગેલા રંગને દૂર કરવા માટે 2 ચમચી ઝિંક ઓક્સાઈડ અને 2 ચમચી કેસ્ટર ઓઈલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ફેસ પર લગાવો. આ પછી હળવા હાથેથી તેને ઘસો અને ફેસ વોશ કરી લો. આ કર્યા બાદ 20 મિનિટ બાદ સાબુથી ફરીથી ચહેરો ધોઈ લો. સ્કીન પર લાગેલો રંગ સરળતાથી ઉતરી જશે.

જવનો લોટ અને બદામનું તેલ

જવનો લોટ અને બદામનું તેલ શરીર પરના જિદ્દી રંગને છોડાવવામાં મદદ કરે છે. જવનો લોટ, બદામનું તેલ સ્કીન પર લગાવીને રંગને સાફ કરી શકાય છે.

કાચું પપૈયું અને દૂધની પેસ્ટ

image source

આ સિવાય તમે દૂધમાં થોડું કાચું પપૈયુ મિક્સ કરો. સાથે થોડી મુલતાની માટી અને થોડું બદામનું તેલ મિક્સ કરો અને સાથે આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. અડધા કલાક બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. તમારો રંગ જાતે જ નીકળી જશે.

નારંગીના છોતરા

ચહેરા પર લાગેલા જિદ્દી રંગને દૂર કરવા માટે નારંગીના છોતરા તમારી મદદ કરી શકે છે. તેમાં મસૂરની દાળ અને બદામને દૂધમાં મિક્સ કરી લો. તેની પેસ્ટ બનાવી લો. આ તૈયાર ઉબટનને સ્કીન પર ઘસો, તેને પાણીથી ધોઈ લો. સ્કીન સાફ થઈ જશે અને તેમાં નિખાર પણ આવશે.

કાકડીનો રસ

image source

આજકાલ બજારમાં કાકડીનો રસ સરળતાથી મલે છે. તેનો ઉપયોગ કરીને પણ તમે સ્કીન પરના રંગના ડાઘ દૂર કરી શકો છે. તેને માટે તમે કાકડીનો રસ કાઢીને તેમાં થોડું ગુલબાજળ અને એક ચમચી વિનેગર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. તમે તેને ફેસ પર હળવા હાથે લગાવીને ઘસો. તેના ઉપયોગથી ચહેરાનો રંગ પણ દૂર થશે અને સાથે સ્કીનમાં પણ નિખાર આવશે.

મૂળા અને બેસનની પેસ્ટ

image source

રંગ દૂર કરવા માટે તમે મૂળાની મદદ પણ લઈ શકો છો. તેના માટે મૂળાનો રસ કાઢી લો અને તેમાં બેસન, દૂધ અને મેંદો મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પછી પેસ્ટને ફેસ પર લગાવીને થોડી વાર રહેવા દો. પેસ્ટ સૂકાય પછી ફેસને પાણીથી ધોઈ લો. ચહેરો સાફ થઈ જશે. આ સાથે જ તમે તેને શરીરના કોઈ પણ અંગ પરના રંગને દૂર કરવા માટે વાપરી શકો છો. આ એક સરળ ઉપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version