સુંદર અને સિલ્કી વાળ માટે કરો આ 1 ચીજનો ઉપયોગ, ફક્ત 2 વારમાં જોવા મળશે કમાલ

ઈંડામાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સનો સમાવેશ થાય છે અને માટે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. આ ફક્ત હેલ્થ માટે નહીં પણ સ્કીન અને વાળને માટે પણ કામનો છે. આ સ્કીનને નરીશ કરે છે અને સાથે વાળને પણ હેલ્ધી બનાવે છે. ઈંડામાં હાઈ ક્વોલિટી પ્રોટીનના સિવાય એક ડઝનથી વધારે વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. તેમાં વિટામીન એ, જી, ઈ, ઝિંક, ફોસ્ફરસ, ઓમેગા 3, આયર્ન, એમીનો એસીડ પણ છે. તેના ન્યૂટ્રિશન ક્વોલિટી હોવાના કારણે તેનો પ્રયોગ હેલ્થની સાથે સાથે વાળ અને સ્કીનની સુંદરતા વધારવા માટે પણ કરાય છે. આ પ્રયોગથી સ્કીન પણ બેદાગ અને સુંદર બને છે.

હેરગ્રોથને માટે કરો આ કામ

image source

સૌ પહેલા તમે 2 એગ યોક લો અને તેમાં 2 ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ મિક્સ કરો અને તેને સારી રીતે ફેંટી લો. હવે તમે વાળના મૂળમાં તેને સારી રીતે લગાવો. 20 મિનિટ બાદ વાળને ધોઈ લો. આ સિવાય 1 ઈંડામાં 1 કપ દૂધ, 2 ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ, અડધી ચમચી લીંબુો રસ મિક્સ કરો અને તેને ફેંટીને પેસ્ટ બનાવી લો. તેને વાળમાં 20 મિનિટ સુધી લગાવીને રાખો. હવે રોજિંદા શેમ્પૂથી વાળ ધોઈ લો. એક મહિનામાં 2-3 વાર એવું કરવાથી તમને અસર દેખાશે.

વાળ માટે કરી લો આ ખાસ રીત

image source

પ્રદૂષણ અને વાળમાં હીટિંગ ટૂલ્સના પ્રયોગથી વાળ ખરાબ થાય છે. તેને સારા કરવા માટે 1 કેળા, 1 ઈંડું અને 2 ટેબલ સ્પૂન દૂધને સારી રીતે મિક્સ કરો. તેમાં 2 ટેબલ સ્પૂન મધ અને ઓલિવ ઓઈલ મિક્સ કરો અને તેને ફેંટી લો. હવે આ માસ્કને આખા માથા પર એપ્લાય કરો. એક કલાક બાદ તેને ધોઈ લો અને હેર માસ્કને અઠવાડિયામાં 2 વાર લગાવો. એક મહિનામાં તમારી સ્કીન પર અસર જોવા મળશે.

સ્કીન ટાઈટનિંગ માટે કરો આ કામ

image source

ઉંમરની સાથે સ્કીન ઢીલી થઈ જાય છે. એવામાં તેને ટાઈટ કરવા માટે 1 કે 2 ઈંડાનો વ્હાઈટ ભાગ લો અને તેમાં 2 ટી સ્પૂન દૂધ મિક્સ કરી લો અને તેને સારી રીતે મિક્સ કરો. તેમાં ફોમ બનવા લાગે તો ચહેરા અને ગરદન પર એપ્લાય કરો. 20 મિનિટ સુધી રાખીને ધોઈ લો. સપ્તાહમાં 2 દિવસ તેને પ્રયોગ કરો.

એક્ને હટાવવા માટે

1 ઈંડાના સફેદ ભાગને સારી રીતે વિસ્ક કરો અને ફેસ પર લગાવો. ભીનામાં જ તેની પર ટિશ્યૂ પેપર લગાવો. સૂકાઈ જાય એટલે ટીશ્યૂને ધીરે ધીરે કાઢો. તેનાથી પોર્સ ક્લીન થઈ જશે અને સ્કીનને એક્નેની સમસ્યા ઘટશે.

image source

ડ્રાઈનેસ હટાવવા માટે

1 ચમચી અવોકાડો, 1 એગ યોક, 1 ચમચી દહીંને મિક્સ કરીને ફેંટી લો. હવે ચહેરા અને ગરદન પર એપ્લાય કરો. 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. વીકમાં એક વાર આ પેકને લગાવી લો. 3-4 પ્રયોગમાં જ તમને અંતર દેખાશે.

ફેસ પરથી અણગમતા વાળને હટાવો

image source

1 ઈંડાનો સફેદ ભાગ લો અને તેમાં અડધી ચમચી બેસન અને 1 ચમચી ખાંડ મિક્સ કરો. જ્યારે ફોમ બનવા લાગે તો ચહેરાના વાળના ભાગ પર તેને એપ્લાય કરો. 20 મિનિટ બાદ વાળને ઊંધી દિશામાં તેને પીલ ઓફ કરો. તમારા અણગમતા વાળ દૂર થઈ જશે. આ પછી ઠંડા પાણીથી તેને ધોઈ લો. આ પ્રયોગથી ફેસ પરના બ્લેક હેડ્, અને વ્હાઈટ હેડ્સ દૂર થઈ જશે અને સ્કીન ખીલી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત