યુજવેન્દ્ર ચહલ ની પત્ની ધનશ્રી વર્મા ના લાંબા તેમજ ઘાટા વાળ નો રાઝ છે આ 5 ટીપ્સ, જાણો તેમના આ સીક્રેટ્સ

મિત્રો, લાંબા વાળની સંભાળ રાખવી એ સરળ કાર્ય નથી. ખાસ કરીને મેગા સીટીમા રહેતી છોકરી માટે. પરંતુ, ભારતીય ટીમના સારા એવા બોલર યજુવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીના સુંદર, લાંબા અને જાડા વાળ જોઈને આશ્ચર્ય થાય છે કે, દંત ચિકિત્સક અને મહાન નૃત્યાંગના ધનશ્રીને આટલા લાંબા વાળની સંભાળ લેવામાં સમય કેવી રીતે મળે છે.

hair care tips by cricketer yuzvendra chahal wife dhanashree verma for long shiny strong hair
image source

ધનશ્રીના વાળ તેના ઘૂંટણ સુધી લાંબા છે. તેના વાળ એકદમ ઘાટા અને રેશમ જેવા છે. તેના વાળની સુંદરતાનું રહસ્ય શેર કરતા તેણીએ લાંબા વાળ ઇચ્છતી દરેક છોકરી માટે કેટલીક આવશ્યક અને સરળ ટીપ્સ શેર કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, મોટાભાગના લોકો અઠવાડિયામાં બે વાર હેર ઓઇલ લગાવે છે ત્યારે ધનશ્રી ૧૦ દિવસમા એકવાર તેલ માલિશ કરવા કહે છે.

image source

તેણી જણાવે છે કે, નારિયેળ તેલથી દર ૧૦ દિવસમાં એકવાર તમારા વાળની માલિશ કરવું તે પૂરતું છે. તમે કેટલા વ્યસ્ત છો, તમારે તે સુનિશ્ચિત કરવું પડશે કે, ઓછામાં ઓછા ૧૦ દિવસમા એકવાર તમે વાળના મૂળમાં નાળિયેર તેલ લગાવો તો તે તમારા વાળને લાંબા અને જાડા બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ ઉપરાંત કોકોનટ ઓઈલ એ તમારા વાળને ભરપૂર માત્રામા પોષણ પણ આપે છે અને વાળની ઉપરની સપાટીને ખરતા અટકાવે છે, જેનાથી વાળ સુંદર અને ચળકતા બને છે. તેણી જણાવે છે ,કે શક્ય તેટલું તમારે તમારા વાળમાં ડુંગળીનો રસ લગાવવા માટે સમય કાઢવો જોઈએ. જો તમે ડુંગળીનો રસ તૈયાર કરો અને રૂ ની મદદથી વાળના મૂળમાં લગાડો અને એક કલાક પછી શેમ્પૂથી વાળ વોશ કરી લો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

ખરેખર, સલ્ફરનુ પ્રમાણ ડુંગળીના રસમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે વાળને મજબૂત, સુંદર અને જાડા બનાવવામાં મદદ કરે છે. આ સિવાય આદુનો રસ પણ વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

તેણી જણાવે છે કે, વ્યસ્ત જીવનશૈલીને લીધે મોટાભાગની સ્ત્રીઓને હોર્મોન્સને લગતી સમસ્યાઓ રહે છે પરંતુ, આ બધાની વચ્ચે વિટામિન-સી નુ સેવન કરવુ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ વિટામિન તમારા શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

image source

વિટામિન-સી સાથે પૌષ્ટિક ખોરાક લો. તે તમારા વાળના વિકાસમા ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તે તમારા વાળને જાડા અને મજબૂત બનાવે છે. આ સાથે જ તમારા શરીરને સંપૂર્ણ પોષણ આપીને તમારુ આરોગ્ય સ્વસ્થ રાખવા માટે પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. માટે જો તમે પણ તમારા વાળને સુંદર અને આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો એકવાર આ ટીપ્સ અવશ્યપણે અજમાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *