એક સમયે આ અભિનેત્રી હતી રૂપ રૂપનો અંબાર, જ્યારે આજે દેખાય છે એકદમ અલગ જ, જોઇ લો તસવીરો…

ટીવી ધારાવાહિક રામાયણની કુબડી દાસી મંથરા તમનર બધાને યાદ જ હશે, જે કૈકેયીના કાન ભરતી હતી. આ પાત્રમાં અભિનેત્રી લલિતા પવારે એટલો સારો અભિનય કર્યો હતો કે લોકો એમને અસલીમાં પણ મંથરા સમજવા લાગ્યા હતા. લલિતા પવારે તમામ ફિલ્મોમાં કામ કર્યું અને એમની સુંદરતાની ચર્ચા ચારેબાજુ થઈ. પોતાના જમાનામાં લલિતા સૌથી વધુ ફિસ લેનારી અભિનેત્રી હતી.

ललिता पवार
image source

અભિનેત્રી લલિતા પવારે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા પણ એમના જીવનમાં એક ઘટના એવી બની કે એમની સુંદરતામાં ડાઘ લાગી ગયો. આ ઘટના પછી લલિતા પવારની આખી જિંદગી બદલાઈ ગઈ હતી. આજે અમે તમને લલિતા પવારના જીવન સાતે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું.

image source

લલિતા પવારે ક્યારેય પણ ફિલ્મોના આવવા વિશે નહોતું વિચાર્યું. એકવાર એ પોતાના પિતા સાથે ફિલ્મનું શૂટિંગ જોવા ગઈ હતી અને ત્યાં નિર્દેશક નાના સાહેબની નજર લલિતા પર પડી. નાના સાહેબે લલિતાને ફિલ્મ રાજા હરિશ્ચંદ્રમાં બાળ કલાકારનો રોલ આપ્યો. ફક્ત 9 વર્ષની ઉંમરમાં જ લલિતાએ એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. એ પછી એમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને એમની પહેલી ડાયલોગ વાળી ફિલ્મ હિંમત એ મર્દા હતી જે વર્ષ 1935માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એ ઘણા જ બોલ્ડ પાત્રમાં દેખાઈ હતી.

image source

એ દરમિયાન જ્યારે સ્ત્રીઓ ફિલ્મોમાં કામ કરવાથી ગભરાતી હતી એ સમયે લલિતા પવારે પોતાના બોલ્ડ ફોટોશૂટ અને સીન્સથી લોકોને હેરાન કરી દીધા હતા. લલિતા પવાર પોતાના જમાનામાં ખૂબ જ સુંદર અને બોલ્ડ એક્ટ્રેસમાંથી એક ગણાતી હતી. ચારે બાજુ એમની સુંદરતાની ચર્ચાઓ થવા લાગી હતી.

image source

એ પછી લલિતાના જીવમ થયેલી એક ઘટના એ એમની સુંદરતામાં ડાઘ લગાવી દીધો. લલિતા પવાર વર્ષ 1942માં આવેલી ફિલ્મ જંગ એ આઝાદીના એક સીનનું શૂટિંગ કરી રહી હતી. એ સીનમાં એકટર ભગવાન દાદાએ લલિતાને એક થપ્પડ મરવાનો હતો. એમનો થપ્પડ એટલો જોરથી પડ્યો કે એ નીચે પડી ગઈ જ્યારે ડોકટરને બતાવવામાં આવ્યું તો એમના દ્વારા આપવામાં આવેલી ખોટી દવાના કારણે લાલીતાના શરીરના આખા જમણા ભાગમાં લકવો મારી ગયો. જેના કારણે એમની જમણી આંખ પણ સંપૂર્ણ રિતે સંકોચાઈ ગઈ અને એમનો ફેસ હંમેશા માટે બગડી ગયો.

image source

આટલા મોટી ઘટના પછી પણ લલિતા પવારે હાર ન માની અને એમને ફિલ્મોના પાત્રોમાં પરત ફર્યા. અભિનેત્રી ફિલ્મોમાં નેગેટિવ રોલ કરવા લાગી. એ ફિલ્મોમાં લીડ રોલ કરવા માંગતી હતી પણ એ ઘટના પછી એમને સાઈડ રોલ મળવા લાગ્યા.લલિતા પવારને ફિલ્મોમાં દુષ્ટ સાસુનો રોલ મળવા લાગ્યો હતો પણ એમને આ રોલમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી. 1970માં આવેલી ફિલ્મ સાસ ભી કભી બહુ થીમાં એમનો એક ડાયલોગ હતો “મેરી છાતી પર આકર તો સાપ ભી રસ્સી બન જાતા હે” જે એ સમયે ઘણો જ ફેમસ થયો હતો. લલિતા પવારે પોતાના કરિયરમાં 700થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1998માં એમનું નિધન થઈ ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!