સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા’માં આ વ્યક્તિએ આપ્યો હતો અવાજ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ગયા પછી પણ તેના મિત્રો અને ચાહકો તેમને ભૂલ્યા નથી. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા’ તેમના નિધન બાદ રીલિઝ થઈ હતી અને બધા તેને જોઇને ભાવુક થઈ ગયા હતા. શું તમે જાણો છો કે તે આ ફિલ્મના ક્લાઇમેક્સ સીન માટે તે ડબ કરી શક્યો ન હતો. બાદમાં, વોઇસ- ઓવર આર્ટિસ્ટ તેનો અવાજ કાઢીને તેનું ડબિંગ પૂર્ણ કર્યું. આ ડબિંગ કલાકાર હતા આરજે આદિત્ય. એક વાતચીતમાં આદિત્યએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો.

दिल बेचारा, फाइल फोटो
image source

‘દિલ બેચરા’નું શૂટિંગ ઘણાં સમય પૂર્વે પૂર્ણ થયું હતું પરંતુ છેલ્લા સીનનું ડબિંગ હજી બાકી હતું. આ દરમિયાન, લોકડાઉન ગયા વર્ષે માર્ચમાં થયું હતું, તેથી સુશાંત કદાચ આ ક્લાઈમેક્સ સીનને ડબ કરી શક્યો નહી. ક્લાઇમેક્સ સીનને ડબ કર્યા વિના આ ફિલ્મ રિલીઝ થઈ શકતી નહોતી.

આદિત્ય (RJ Aditya) એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સુશાંતના મૃત્યુ બાદ બાકીના ડબિંગ માટે વોઇસ ઓવર આર્ટિસ્ટની શોધ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ મુકેશ છાબરાની ઓફિસમાંથી એક વ્યક્તિએ આદિત્યનો સંપર્ક કર્યો. ઓડિશન માટે તેમને ‘એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મના એક સીન ઉપર અવાજ આપવા માટે કહેવામાં આવ્યું હતું. આદિત્યએ કહ્યું કે તે ઘણા લોકોનો અવાજ કાઢે છે. તેણે સુશાંત માટે ઘણી પ્રેક્ટિસ કરવી પડી હતી, પરંતુ જ્યારે તેણે તેની ઓડિશન ક્લિપ મોકલી ત્યારે મુકેશ છાબરાની ઓફિસથી ફોન આવ્યો.

image source

આરજે આદિત્યએ કહ્યું કે, આ દ્રશ્ય માટે માત્ર સુશાંતના અવાજની જ નકલ કરવાની નહોતી પરંતુ પાત્રની બધી ભાવનાઓ પણ લાવવાની હતી. આ માટે આરજે આદિત્યએ 2 દિવસની વધારાની તૈયારી કરી હતી. આરજે આદિત્યએ તેની ઓડિશન ક્લિપ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

‘દિલ બેચરા’ની કહાની

image source

સુશાંત ફિલ્મમાં એક મેનીની ભૂમિકા નિભાવે છે, જે, દિવ્યાંગ હોવા છતાં, ખુલ્લીને જીવન જીવે છે અને તે થાઇરોઇડ કેન્સર સામે લડતી બંગાળી યુવતી કીજી બાસુને મળે છે. કીજી હંમેશાં ઓક્સિજન સિલિન્ડર સાથે ચાલે છે, અને જીવનમાં હંમેશાં નાખુશ રહે છે. જ્યારે નાખુશ કિજી સુખી મૈનીને મળે છે, ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે.

image source

કીજી અને મૈની બંને મોત સામે લતતા લડતા નજીક આવી જાય છે. કેજીના દરેક સપનાને પૂરા કરવા મૈની પ્રયત્ન કરે છે, પરંતુ અંતે, તે ખુદ જીવન સાથે ખુશીથી લડતો લડતો ચાલ્યો જાય છે. પણ મરતી વખતે કીજીને જીવનમાં પ્રેમ આપીને ખુશ રહેવાનો મંત્ર આપતો જાય છે.