Site icon News Gujarat

મંદિરમાંથી 100 રૂપિયા ચોરી કરીને અનુપમ ખેર એક્ટિંગમાં એડમિશન લેવા માટે ગયા હતા પંજાબ, બીજી આ અજાણી વાતો જાણીને તમને પણ થશે આશ્વર્ય

બોલિવિડ એકટર અનુપમ ખેર હિન્દી ફિલ્મોમાં દરેક પ્રકારના પાત્ર ભજવ્યા છે અને એમની ઘણી ફિલ્મોને એમના બેજોડ
અભિનયના કારણે આજે પણ યાદ કરવામાં આવે છે. સારાંશ, કર્મા, તેજાબ, બેટા, દિલ, ડર, લમ્હે, રામ લખન, વીર જારા, વિવાહ,
મોહબ્બતે, દિલ વાલે દુલહનિયા લે જાયેંગે, હમ આપકે હે કોન, એમ એસ ધોની…જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કરનાર
અનુપમ ખેરે ઇમોશનલ, કોમેડી, સસ્પેન્સ, થ્રિલર..દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોને એમની એક્ટિંગ પણ ખૂબ જ
ગમી છે. આજે જાણીશું અનુપમ ખેરના જીવન સાથે જોડાયેલી 15 રસપ્રદ વાતો વિશે.

image source

1. અભિનેતા અનુપમ ખેરનો જન્મ 7 માર્ચ 1955માં સીમલમાં થયો હતો.

2. અનુપમ ખેરના પિતા પુસ્કર નાથ એક કશ્મીરી પંડિત હતા અને વ્યવસાયે ક્લાર્ક હતા.

3. સીમલમાં પ્રારંભિક અભ્યાસ કર્યા પછી અનુપમ ખેરે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાંથી આગળનો અભ્યાસ પૂરો કર્યો.

4. બાળપણમાં જીભ પર ઇજા થવાના કારણે અનુપમ ખેર તોતળું બોલતા થઈ ગયા હતા, એ ક નહોતા બોલી શકતા અને એના કારણે
એમની ગર્લફ્રેન્ડ એમને છોડીને જતી રહી હતી.

image source

5) તોતળાપણાના કારણે એ પોતાની ગર્લફ્રેન્ડ કવિતા કપૂરને આઈ લવ યુ નહોતા બોલી શકતા અને એમને ઉતાવળમાં એમને તવિતા
તપુર આઈ હેટ યુ કહી દીધું હતું.

6) માતાના મંદિરમાંથી 100 રૂપિયા ચોરી કરીને અનુપમ ખેર એક્ટિંગમાં એડમિશન માટે પંજાબ ગયા હતા. જ્યારે એ મુંબઈ આવ્યા
તો ત્યાં પણ એમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. સંઘર્ષના દિવસોમાં એમને એક નાનકડા રૂમમાં ચાર લોકોની સાથે રહેવું પડયું હતું.

image source

7) સંઘર્ષના દિવસોમાં અનુપમ ખેર મુંબઈના રેલવે ટ્રેક પર સુઈ જતા હતા.

8) વર્ષ 1982માં આગમન નામની ફિલ્મથી એમને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી પણ વર્ષ 1984માં આવેલી સારાંશ
એમની પહેલી હિટ ફિલ્મ ગણાય છે.

9) અનુપમ ખેરે વર્ષ 1985માં કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા, કિરણ માટે એમને પોતાની પહેલી પત્ની મધુમાલતીને છોડી દીધી
હતી. લગ્ન પછી અનુપમ ખેરે કિરણ અને એમના પહેલા પતિના દીકરા સિકંદરને પોતાનું નામ આપ્યું

image source

.10) ફિલ્મ હમ આપકે હે કોનની શૂટિંગ દરમિયાન અનુપમ ખેરને લકવા થઈ ગયો હતો, ડોકટરે એમને 2 મહિના આરામ કરવાની
સલાહ આપી હતી તેમ છતાં એમને શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

11) કલા ક્ષેત્રમાં યોગદાન આપવા માટે અનુપમ ખેરે વર્ષ 2004માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને વર્ષ 2016માં પદ્મ વિભૂષણ
સમ્માન આપ્યું હતું.

12) અનુપમ ખેર પહેલા એકટર છે જેમને કોમેડી રોલ માટે 5 વાર ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે.

13) અનુપમ ખેર બોલીવુડની સાથે સાથે એ અમેરિકન, બ્રિટિશ અને ચાઈનીશ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

14) અનુપમ ખેરે ફિલ્મ ઓમ જય જગદીશથી ડાયરેક્શનમાં પગ મુક્યો.

15) અનુપમ ખેર પોતાની માતા દુલારી દેવીની ખૂબ જ નજીક છે. એ ઘણીવાર પોતાની માતા સાથે વાતચીત કરતો વિડીયો સોશિયલ
મીડિયા પર શેર કરે છે અને એમની માતાનો વિડીયો એમના ફેન્સને ખૂબ જ પસંદ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version