બોગસ ડોક્ટરોની ટોળકી કોરોનાની સારવાર નામે કરી રહ્યા છે કંઇક એવું કે…વાંચી લો આ કિસ્સો, નહિં તો તમે પણ ભરાઇ જશો

હાલ કોરોના મહામારી (COVID-19) ચાલી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ આવનાર લોકોને જ્યારે કોઈ પણ સાજા થવા માટે જે પણ સલાહ આપે તે લોકો માની રહ્યા છે. પરંતુ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં કોઈની સલાહ કે સારવાર બાદ તે લોકોને પસ્તાવાનો વારો આવી રહ્યો છે. આવી જ એક ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની હતી. જ્યાં એક મહિલાએ તેના પતિની સારવાર માટે ઘરે ડૉક્ટર (Doctor and Nurse) અને નર્સ ને બોલાવ્યા હતા.

image source

15 દિવસ સુધી આ સારવાર ચાલી હતી પરંતુ મહિલાના પતિની તબિયતમાં સુધારો ન થતાં આખરે આ ડૉક્ટર બોગસ હોવાની શંકા ગઈ હતી અને આ શંકા સાચી પણ પડી હતી. બોગસ ડોક્ટર અને તેની સાથેની ટોળકી ઝડપાઈ, કોરોના દર્દીને ઘરે સારવાર આપવા એક દિવસનો 10 હજાર રૂપિયા ચાર્જ વસુલવામાં આવતો.કોરોના સમયમાં ઘરે ખાનગી સારવાર કરનારા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, અમરાઈવાડી વિસ્તારમાં ઘરે સારવાર આપવાના બહાને બોગસ ડોક્ટર અને તેની સાથેની ટોળકી દર્દીઓ સાથે ઠગાઈ કરતા હતા. અને સારવાર આપવાના નામે પૈસા પડાવતા હતા.

image source

તેઓ સારવાર આપવાના નામે  છેતરપિંડી આચરી 1.50 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી છે. આખરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

સારવારને નામે દર્દી સાથે ઠગાઈ

image source

મહત્વનું છે કે સમગ્ર મામલે પરિવારજનોને આશંકા જતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કોરોના કાળમાં કેટલાક લોકો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું ટાળે છે અને ઘરમાં ક્વોરોન્ટાઈ થઈ સારવાર કરાવતા હોય છે. જેમાં કેટલાક ઘરે ડોક્ટર કે નર્સને બોલાવીને સારવાર લેવાનું યોગ્ય સમજતા હોય છે એવામાં અમરાઈવાડી વિસ્તારમાં સારવારને નામે દર્દી સાથે ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે.

ઘરે સારવાર આપવાના બહાને છેતરપિંડી

image source

કોરોના દર્દીને સારવાર આપવાના બહાને એક દિવસનો 10 હજાર ચાર્જ વસુલવામાં આવતો હતો.જેમાં બોગસ ડોક્ટર અને નર્સે મળીને દર્દીના પરિવાર પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.  નર્સ તરીકે સેવા આપતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે, સમગ્ર ઘટનાનો પર્દાફાસ થતા જ અમરાઈવાડી પોલીસમાં બોગસ ડોક્ટર અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ટોળકીએ સારવાર આપવાના બહાને દર્દીના પરિવારજનો પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે સમગ્ર મામલે પોલીસ છેતરપિંડી અને ઠગાઈ કરવા મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.