બાળકોમાં ગંભીર બનતો કોરોના: એક જ અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં આટલા બાળકોના થયા મોત, 11 બાળકો હાલ સારવાર હેઠળ

અમદાવાદ સિવિલ કેમ્પસમાં (Ahmedabad Civil Hospital) કોરોના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર કરી છે. 1008 દર્દીઓ અમદાવાદ સિવિલ કેમ્પસમાં સારવાર હેઠળ છે. અમદાવાદ શહેરમાં હવે કોરોના નાનાં બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં ત્રણ બાળકોનાં મોત થયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 11 બાળકો સારવાર લઇ રહ્યા છે. જેમાં બે બાળકો ગંભીર હાલતમાં છે. આ સમગ્ર સ્થિતિ અતિથી અતિ ગંભીર થઈ શકે છે. બીજી તરફ સિવિલના નિષ્ણાત ડોક્ટર કહી રહ્યા છે કે બાળકોમાં કોરોનાની હવે ગંભીર અસર પણ થઈ રહી છે.

image source

જેમાં અચાનક લોહીનું ભ્રમણ રોકાઈ જવું તેમજ રેસ્પીરેટરી સિસ્ટમને અસર થઈ રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં 3 બાળકોના મોત થયા છે. હાલ 10 બાળકો કોરોના સંક્રમિત (Corona Positive Children) સારવાર હેઠળ છે. હાલ બેની સ્થિતિ નાજૂક છે અને 8 બાળકોની સ્થિતિ સ્થિર છે. 3 બાળકોના મોત મામલે સિવિલ કેમ્પસના (Ahmedabad Civil Hospital) પીડિયાટ્રિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોકટર ચારુલ મહેતાએ જણાવ્યું હતું કે, નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગાળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.

નાનાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ

image source

અમદાવાદમાં રેકોર્ડ બ્રેક કોરોનાનાં કેસ વધી રહ્યા છે. કોરોનાંથી બચવા માટે અનેક લોકો સારવાર પાછળ દોડી રહ્યા છે. પરંતુ હવે ખૂબ જ ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં હવે નાના બાળકો કોરોનાનાં કારણે સંક્રમિત થઈ રહ્યા છે. જેના લીધે હવે બાળકોના મોત પણ કોરોનાના લીધે થઈ રહ્યા છે.

સિવિલમાં 3 બાળકોનાં કોરોનાથી મોત

image source

સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું કે ચાંદલોડિયા વિસ્તારના 8 વર્ષીય બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું. મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીનું મોત 3 એપ્રિલના રોજ થયું. અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ થયું હતું મોત થયું હતું.

બાળકોમાં લક્ષણો ન દેખાયાં, સુપર સ્પ્રેડર બની શકે

image source

બીજી તરફ ચારુલ મેહતાએ જણાવ્યું કે, બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી, ચીડિયાં પણું, ઝાડા-ઉલટી પણ કોરોનાનાં લક્ષણો છે. જેમાં ઘણી વખત બાળકોમાં લક્ષણો ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે. તેની સાથે બાળકો માતા-પિતાને ફોલો કરતા હોય છે. જેથી પેરેન્ટ્સ જ બાળકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે.

સુરતમાં પણ 10 વર્ષના બાળકનું મોત

image source

સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.

તબિયત બગડતાં ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો

image source

મોટા વરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકોમાં સમજ ના આવી શકે પણ એ માતા પિતાને જોઈને શીખે છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે.

ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!