Site icon News Gujarat

ભારતમાં વાવાઝોડાંને સાયક્લોન જ કેમ કહેવાય છે, સાથે જાણો વાવાઝોડું આવવા પાછળ કયા કારણો હોય છે જવાબદાર

સામાન્ય રીતે વાવાઝોડાની પેટર્ન એકસરખી નથી હોતી. તે ગમે ત્યારે પોતાની દિશા બદલે છે. વાવાઝોડામાં વીજળી ખોરવાઈ જવી, વાહનવ્યવહારને અસર થવી મકાનો તથા વૃક્ષોને નુકસાન થતું હોય છે.  વાવાઝોડા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તાર કે જર્જરિત મકાનોમાં ન રહેવું જોઈએ. તથા વીજ લાઇનોથી દૂર રહેવું જોઈએ. કોરોના સંકટ વચ્ચે ગુજરાતને માથે વાવાઝોડાંનો ખતરો તોળાયો છે. હવામાન
વિભાગના મતે 14 મેની સવારે સાઉથ-ઈસ્ટ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેસર વિકસિત થશે.

image source

જે 16 મેએ વાવાઝોડાંમાં રૂપાંતરિત થશે. મ્યાંમારે આ વાવાઝોડાંને ‘ટાઉટે’ નામ આપ્યું છે. જેનો અર્થ ગેકો એટલે કે, અવાજ કરનારી ગરોળી થાય છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્રના સમુદ્ર વિસ્તારોમાં ચક્રવાત અંગે કોસ્ટગાર્ડે ચેતવણી આપી છે. કોસ્ટગાર્ડ જહાજો અને હેલિકોપ્ટર દ્વારા માછીમારોને ચેતવણી આપવામાં આવી રહી છે. સાથે જ વિન્ડી મુજબ 16મીએ લો પ્રેસર સાયકલોનમાં પરિવર્તિત થઈ અને 19મીએ સવારે દ્વારકા અને પોરબંદર વચ્ચે દરિયાકિનારે ટકરાશે.

ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં અસર થશે?

image source

19 મેના રોજ ‘ટાઉટે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લામાં વાવાઝોડાંની અસર જોવા મળશે. આ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર સુધી 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે?

અનુમાન મુજબ વાવાઝોડું ઓમાનનો દરિયો ઓળંગી શકે છે, એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ પણ આગળ વધી શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મીએ લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, તામિલનાડું, કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું આવવાનું કારણ શું હોય છે?

image source

જ્યારે દરિયાનું પાણી ગરમ થાય છે ત્યારે વાતાવરણમાં રહેલી હવા ગરમ થઈને ઊંચે ઉડે છે. આ જગ્યાએ લો પ્રેશર બનવા લાગે છે. આસપાસની ઠંડી હવા આ લો પ્રેશરવાળા ભાગને ભરવા માટે એ તરફ આગળ વધે છે. આ દરમિયાન પૃથ્વી તેની ધરીની આસપાસ ભમરડાની જેમ ફરતી હોય છે. જેને કારણે આ હવા સીધી દિશામાં ન જતાં ગોળ ગોળ ઘુમે છે. આ હવા ઘુમરા મારતી આગળ વધે છે, તેને વાવાઝોડું કહે છે.

વાવાઝોડામાં હવા ગોળ ગોળ ફરતી હોવાને કારણે તેનું મધ્ય બિંદુ હંમેશા ખાલી હોય છે. જ્યારે આ હવા ગરમ થઈને ઉપર ઉઠે છે તેમાં ભેજ પણ હોય છે. એટલા માટે જ વાવાઝોડામાં તોફાની પવન સાથે વરસાદ પણ વરસે છે. આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ નબળું પડવા લાગે છે, કારણ કે, જમીન પર હવાનું ઉચ્ચ દબાણ હોય છે.

ભારતમાં વાવાઝોડાંને સાયક્લોન જ કેમ કહેવાય છે?

image source

ઉત્તર એટલાંટિક મહાસાગર અને ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં જે વાવાઝોડું આવે તેને હરિકેન કહેવાય છે. ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવનારા વાવાઝોડાંને ટાયફૂન કહે છે. જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આવનારા તોફાનને સાયક્લોન કહે છે. ભારતમાં આવતાં તોફાન દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાંથી આવે છે એટલે તેને સાયક્લોન જ કહે છે. વાવાઝોડા અને પુરને લગતી ખોટી અફવા ફેલાવવી નહી. શાંતિ પૂર્વક ગભરાયા વગર બધી બાબતો ધ્યાનમા રાખવી. વાવાઝોડા અને પુરની પરિસ્થિતિ સર્જાય એ પહેલા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્ર કરી રાખવી.

image source

દ્યરના બારી-બારણા તથા છાપરાનું મજબુતી કરણ કરવું. માહિતીની પગલે કોઈ સુરક્ષિત સ્થળે ખસી જવું જોઈએ. લોકોએ તેમની સાથે ટોર્ચ, થોડું ખાવાનું, બેટરી જેવી જરૂર વસ્તુઓ રાખવી જોઈએ. આ સાથે જ તમારા બ્લડ ગ્રૂપની માહિતી પણ રાખવી જોઈએ. સૌથી મહત્ત્વની બાબત એ છે કે લોકોએ ગભરાયા વિના શાંતિથી કામ લેવું જોઈએ. જો વાવાઝોડું કે આવે તો વીજળી અવર-જવરના પ્રશ્નો થતા હોય તે માટે પોત-પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા, આ માટે બેટરી થી ચાલતા રેડિયો વાપરવા. વાવાઝોડા ની પ્રથમ આગાહી સમયે જ  સરકાર તરફથી સુચના મળે તો સ્થળાંતર કરી લેવું.  સરકાર તરફથી જે સુચના મળે તેનું  અવશ્ય પાલન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version