VIDEO: કોરોનાના કહેર વચ્ચે પણ મોડી રાત્રે લગ્નમાં ધૂમ પાર્ટી થઈ રહી હતી, પોલીસે રેડ પાડીને બોલાવ્યો સપાટો

કોરોનાની બીજી લહેરે વિશ્વભરમાં આતંક મચાવ્યો છે. એક તરફ દેશમાં વેક્સિન આપવાનું કામ તેજીથી આગળ વધારવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ છે. બીજી લહેરમાં વાયરસે પોતાનાં લક્ષણો પણ બદલી નાખ્યાં છે જેના કારણે સમસ્યામાં વધારો થયો છે. જાણકારોનાં જણાવ્યાં મુજબ કોરોના વાયરસનાં ચેપથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જેવા જરૂરી નિયમોનું પાલન કરીને જ હવે પરિસ્થિતિ ને કાબૂમાં લઇ શકાશે. આ માટે ઘણાં નિયમો સરકારે જાહેર કર્યા છે. આ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જ્યાં નિયમોને ખુલ્લે આમ તોડવામાં આવી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ એક લગ્ન પ્રસંગ દરમિયાન આ નિયમો તોડવામાં આવ્યાં હતાં. કોરોનાનાં સમયગાળામાં લગ્નને લગતી ઘણી માર્ગદર્શિકાઓનું પાલન કરવું ફરજીયાત બનાવામાં આવ્યું છે. જે લોકો કોરોના દિશાનિર્દેશોનું પાલન નથી કરી રહ્યા છે તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે આ અંગે હવે સરકારે દંડની પણ વાત કહી છે.

image source

અગરતલામાં એક લગ્ન પ્રસંગ દરમિયાન આવું બન્યું હતું જ્યાં લગ્ન મંડપમાં લગ્નની પાર્ટી ચાલી રહી હતી. જાણવા મળ્યું છે કે આ લગ્ન પ્રસંગમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. જ્યાં નિયમોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ લગ્ન સમારોહમાં મર્યાદાથી વધુ લોકો એકઠા કરવા નહી તે બધી વાતો પર આ લગ્ન સમારોહમાં પાણી ફરી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

image source

અહી રાત્રિના કર્ફ્યુ હોવા છતાં મોડી રાત સુધી પાર્ટી ચાલુ હતી. જાણવા મળ્યું છે કે આ વાતની જાણ ડીએમ શૈલેષ યાદવને થઈ અને તેઓ તરત ત્યાં પહોંચી ગયા હતા. કોરોના માર્ગદર્શિકાને ધજીયા ઉડતી જોઈને તેનો ગુસ્સો સાતમે આકાશે પહોંચી ગયો હતો. આ સમય દરમિયાન લગ્નમાં હાજર બેન્ડને તે જ સમયે ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો હતો. સ્થળ પર કેટલાક પોલીસકર્મીઓને જોઇને ડીએમ સાહેબ વધુ ગુસ્સે થયા. ડીએમ સ્થળ પરથી ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી.

મળતી માહિતી મુજબ આ વાતમાં તેમણે અહી કાર્યક્રમમાં મદદ કરનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની વાત પણ કરી હતી. ડીએમના આદેશથી વરરાજા સહિતના અન્ય લગ્ન સમારોહમાં સામેલ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તે મેરેજ હોલને પણ સીલ કરી દેવામાં આવ્યો હતો.

હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો આ વીડિયો પર ઉગ્રતાથી પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. આ સાથે અધિકારી એ તરત જ લીધેલા આ પગલાંનાં વખાણ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *