વાસ્તુ અનુસાર આ દિશામાં રાખી લો શિવલિંગ, મળશે સુખ- શાંતિ અને સમૃદ્ધિ

શિવપુરાણના અનુસાર ઘરમાં શિવલિંગ રાખવાનું શુભ માનવામાં આવ્યું છે. શિવલિંગની પૂજા કરવાથી પણ ભગવાન શિવ પાર્વતીની કૃપા મળે છે. પરંતુ તમે જ્યારે ઘરમાં શિવલિંગની સ્થાપના કરો છો તો તમારે તેને ખાસ દિશામાં રાખવું જરૂરી છે. જો તમે પણ આવું કરો છો તો તમને ઝડપથી સફળતા મળે છે અને સાથે જ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિની સાથે શાંતિનો નિવાસ રહે છે.

vastu shastra tips for shivling
image source

સનાતન ઘર્મમાં ભગવાન શંકર એટલે કે શિવ પ્રમુખ દેવતામાં એક માનવામાં આવે છે. શાસ્ત્રોના આધારે ભગવાન શિવની આરાધના કરવાથી અનેક કષ્ટ દૂર થાય છે. ભગવાન શિવની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે અને સાથે ઘરમાં ખુશહાલીનું વાતાવરણ બની રહે છે.

શિવપુરાણમાં ભગવાન શિવનું લિંગ રૂપ શિવલિંગ કહેવાય છે. શિવપુરાણના આધારે શિવલિંગની પૂજા કરવાનું લાભદાયી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ઘરમાં શિવલિંગ રાખવાનું શુભ રહે છે. વાસ્તુ અનુસાર શિવલિંગ રાખતી સમયે ધ્યાન આપવામાં આવે તો તેનો લાભ વધી જાય છે.

આ દિશામાં હોવું જોઈએ તમારું મુખ

image source

વાસ્તુ અનુસાર શિવલિંગ એવી જગ્યાએ સ્થાપિત કરવું જ્યાંથી તેની પૂજા કરતી સમયે તમારું મોઢું દક્ષિણ દિશામાં હોવું જોઈએ. શિવલિંગની પૂજા કરતા પણ તમારું મોઢું પૂર્વ દિશામાં ન હોવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. અને આ રીતે કરેલી પૂજાનો લાભ તમને ક્યારેય મળતો નથી.

આ સ્થાન પર શિવલિંગ રાખવાનું મનાય છે ઉત્તમ

image source

જો તમે ઘરમાં શિવલિંગ રાખવા ઈચ્છો છો તો તેને ખુલ્લી જગ્યાએ રાખો. એવી જગ્યા શિવલિંગ માટે લાભદાયી રહે છે. યાદ રાકો કે શિવલિંગને ક્યારેય અંધારામાં ન રાખો. તમારી પાસે જ્ગ્યાની અછત છે તો તમે કોઈ તુલસીના છોડની સાથે પણ શિવલિંગને રાખી શકો છો.

આ દિશામાં બેસીને ન કરો શિવલિંગની પૂજા

image source

વાસ્તુ અનુસાર શિવલિંગને ઉત્તર દિશામાં બેસીને પૂજા ન કરો. માનવામાં આવે છે કે શિવલિંગના ઉત્તર દિશામાં ભગવાન શિવનું ડાબું અંગ ઉપસ્થિત હોય છે. આ દિશામાં માતા પાર્વતીનો વાસ હોય છે. જો તમે અશુભ ફળથી બચવા ઈચ્છો છો તો શિવલિંગના પશ્ચિમ દિશામાં ક્યારેય પણ બેસીને પૂજા ન કરો.

રેશમી કપડા જ શિવલિંગ પર રાખો

વાસ્તુમાં કહેવાયું છે કે શિવલિંગ હંમેશા રેશમી કપડા પર રાખો. રેશમી કપડા પર શિવલિંગ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સાથે ઘરમાં આર્થિક તંગી સમાપ્ત થાય છે.

image source

શિવલિંગની સાથે શિવ પરિવારની સ્થાપના

વાસ્તુ અનુસાર તમારા ઘરમાં શિવલિંગની સાથે શિવ પરિવારની મૂર્તિ સ્થાપિત કરવી જરૂરી છે. તેનાથી પણ તમને અપાર લાભ અને સમૃદ્ધિ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ