15 દિવસમા 2 ગ્રહણ: ચંદ્રગ્રહણ પછી આ તારીખે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, થઇ શકે છે આવા અનેક ફેરફારો

આજે વૈશાખ પૂર્ણિમાએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે. જે પૂર્ણ થતી સમયે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં થોડી જ મિનિટો માટે જોવા મળી શકે છે, એટલે તેની અશુભ અસર થશે નહીં. આજ કારણે તેનું સૂતક પણ દેશમાં લાગશે નહીં અને પૂર્ણિમાના દિવસે થતા ધાર્મિક કાર્યો કરવામાં કોઈપણ પ્રકારનો દોષ લાગશે નહીં. જેથી સ્નાન-દાન અને પૂજા-પાઠ કરી શકાશે. આજે ચંદ્રગ્રહણના 15 દિવસ પછી 10 જૂનના રોજ અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે જે વલયાકાર રહેશે. જોકે, આ ગ્રહણ પણ ભારતમા જોવા મળશે નહીં. એટલે તે માત્ર ખગોળીય દૃષ્ટિએ જ ખાસ રહેશે. ધાર્મિક રીતે તેનું મહત્ત્વ રહેશે નહીં. ગયા વર્ષે પણ આવી સ્થિતિ બની હતી જ્યારે 15 દિવસમાં બે ગ્રહણ થયા હતાં. પરંતુ ભારતમાં જોવા ન મળવાથી તેની અશુભ અસર પણ થઈ નહોતી.

ચંદ્રગ્રહણ ક્યા-ક્યા જોવા મળી શકે છેઃ-

image source

વર્ષનું પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ જે ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં જોવા મળી શકે છે. સિક્કિમને છોડીને ઉત્તર-પૂર્વ ભાગ અને પં.બંગાળની થોડી જગ્યાઓએ થોડા સમય માટે આ ગ્રહણને જોઈ શકાય છે. આ સિવાય આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, અન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળી શકે છે.

આજે આંશિક ચંદ્રગ્રહણ લાગશેઃ-

image source

આજે આંશિક ચંદ્રગ્રહણનું પણ ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. પરંતુ આ ખગોળીય અને જ્યોતિષીય દૃષ્ટિએ ખાસ માનવામાં આવી રહ્યું છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ ગ્રહણની અસર 12 રાશિઓ સાથે જ દેશ-દુનિયા ઉપર પડશે. આ કારણે પ્રાકૃતિક આપત્તિઓ આવવી અને રાજનીતિમા ફેરફાર થવાના સંકેત જોવા મળી રહ્યા છે. સાથે જ આ ગ્રહણથી અનેક લોકો માનસિક રીતે પણ પરેશાન રહેશે.

10 જૂનના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણઃ-

image source

10 જૂન, ગુરુવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે. આ ગ્રહણ પણ ભારતમા જોવ મળશે નહીં. પરંતુ ઉત્તર- પૂર્વ અમેરિકા, યૂરોપ, ઉત્તર એશિયા અને ઉત્તર અટલાન્ટિક મહાસાગરમા આ ગ્રહણ જોઈ શકાશે. એટલે આ જગ્યાએ આ ગ્રહણની અસર પણ રહેશે. ભારતીય સમય પ્રમાણે આ વલયાકાર સૂર્યગ્રહણ બપોરે લગભગ 1- 42 વાગે શરૂ થઈને સાંજે 6-41 વાગે પૂર્ણ થશે. 5 કલાકના આ ગ્રહણમાં 3 મિનિટ 48 સેકેન્ડ સુધી વલયાકાર સ્થિતિ બનશે.

15 દિવસમા 2 ગ્રહણની દેશ-

image source

દુનિયા ઉપર અસરઃ-ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે 15 દિવસમાં 2 ગ્રહણ થવાથી પ્રાકૃતિક આપત્તિઓ અને વાતાવરણમાં અચાનક ફેરફાર આવી શકે છે. ભારે હવા, તોફાન, ભૂકંપ કે લેન્ડસ્લાઇડ થવાની શક્યતાઓ છે. આ સિવાય દેશમા તણાવ અને ભયનું વાતાવરણ રહી શકે છે. દેશની સીમાઓ ઉપર તણાવ વધશે. આતંકી ઘટનાઓ વધી શકે છે. થોડી જગ્યાઓએ દુર્ઘટના વધી શકે છે. ઔદ્યોગિક વિકાસ કાર્યો ઘટી શકે છે. વેપારી વર્ગ ચિંતામાં રહેશે.

26મેના રોજ શું કરવુ જોઈએઃ-

image source

ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલાં સ્નાન કરી લેવું જોઈએ. ગ્રહણ સમયે પોતાના આરાધ્ય દેવ કે દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ. મૂર્તિઓનો સ્પર્શ કરવો જોઈએ નહીં. ગ્રહણ દરમિયાન દાન કરવું જોઈએ. જો દાન શક્ય ન હોય તો દાન કરવાનો સંકલ્પ લઈને પછી જ્યારે સમય મળે ત્યારે દાન કરી દેવું જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. તે પછી ફરી એકવાર સ્નાન કરી લેવું જોઈએ. આવું કરવાથી શુભ ફળ મળી શકે છે. ગ્રહણ કાળમાં કશું જ ભોજન કરવું જોઈએ નહીં અને સૂવું પણ નહીં.