હોળાષ્ટકમાં કરો આ સરળ ઉપાય, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ અને સાથે પૈસાની થશે રેલમછેલ

હોળાષ્ટક 22 માર્ચે શરૂ થવાના છે જે 28 માર્ચે સમાપ્ત થશે. ધાર્મિક માન્યતા અનુસાર, હોળાષ્ટક દરમિયાન લગ્ન કે અન્ય શુભ
પ્રસંગ, વાહન ખરીદવું કે ઘર ખરીદવા જેવા માંગલિક કર્યો નથી કરવામાં આવતા. હિન્દૂ પંચાંગ અનુસાર ફાગણ શુક્લ પક્ષની
આઠમની તિથિથી હોળાષ્ટ બેસે છે. એ દરમિયાન પૂજા પાઠ કરવા અને ભગવાનનું સ્મરણ ભજન કરવાથી શુભ ફળ મળે છે. માન્યતા
છે કે હોળાષ્ટકમાં અમુક વિશેષ ઉપાય કરવાથી ઘણા પ્રકારના લાભ મેળવી શકાય છે.

होलाष्टक में श्रीसूक्त का पाठ करें।
image source

આર્થિક જીવનમાં જો તકલીફનો સામનો કરી રહ્યા છો તો હોળાષ્ટક દરમિયાન શ્રીસુક્ત અને મંગલ ઋણ મોચન સ્ત્રોતના પાઠ કરાવો.
માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમારી ઉપરના કરજનો બોજો ઉતરી શકે છે. સાથે જ તમારું આર્થિક જીવન મજબૂત થશે.
જો કોઈ વિદ્યાર્થીનું અભ્યાસમાં મન ન લાગી રહ્યું હોય તો હોળાષ્ટક દરમિયાન ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. સાથે જ
ભગવાન ગણેશજીને મોદક તેમજ દુર્વા ચડાવવું જોઈએ. આ ઉપાય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે
માન્યતા છે કે નિઃસંતાન દંપતીઓ માટે હોળાષ્ટકમાં લડડુ ગોપાલની વિધિ વિધાન અનુસાર પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન એ
ગાયનું શુદ્ધ ઘી અને મીશ્રીનો ભોગ ધરાવવો જોઈએ.આ ઉપાય કરવાથી એમને સંતાન પ્રાપ્તિ થશે..

होलाष्टक में छात्रों को गणपति महाराज की पूजा करनी चाहिए।
image source

માન્યતા અનુસાર હોળાષ્ટકમાં હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ
ઉપાય કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવે છે. અને જીવનમાં આવી રહેલી તકલીફો દૂર થાય છે.

માન્યતા અનુસાર, હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી જાતકોને અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે.

હોળાષ્ટકના સમયમાં જાતકોએ વધુમાં વધુ ઈશ્વરનું ધ્યાન, ભજન, જપ, તપ, સ્વાધ્યાય તેમજ વૈદિક અનુષ્ઠાન કરવા જોઈએ. જેથી
બધા જ કષ્ટ, વિઘ્ન અને સંતાપોનો નાશ થઈ શકે.

निःसंतान दंपतियों के लिए होलाष्टक में लड्डु गोपाल की विधि विधान से पूजा करनी चाहिए।
image source

શુ હોય છે હોળાષ્ટકના દિવસો

હોળાષ્ટકના પ્રથમ દિવસે એટલે કે ફાલ્ગુન શુક્લ પક્ષની અષ્ટમીએ ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ
ગુરુ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ તથા પૂર્ણામાના રોજ રાહુનું ઉગ્ર રહે છે. આ કારણે આ આઠ દિવસોમાં માનવ મસ્તિષ્ક
તમામ વિકારો, શંકાઓ અને દુવિધાઓ વગેરેથી ઘેરાયેલું રહે છે. જેને કારણે શરૂ કરવામાં આવેલ કાર્યો સારા થવાને બદલે બગડવાની
શક્યતા વધુ હોય છે. ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાને આ આઠ ગ્રહોની નકારાત્મક શક્તિઓ નબળી થવાની ખુશીમાં લોકો અબીલ-ગુલાલ
છાંટીને ખુશીઓ ઉજવે છે. જેને આપણે હોળી કહીએ છીએ.

હોલષ્ટકમાં શુ ન કરો.

संकटों से मुक्ति पाने के लिए होलाष्टक में हनुमान चालीसा का पाठ करें
image source

હોળાષ્ટક દરમિયાન લગ્ન વગેરે જેવા માંગલિક કાર્ય ન કરવા જોઈએ.

નવા ઘરમાં ગૃહપ્રવેશ પણ ન કરવો જોઈએ.

ભૂમિ પૂજન પણ આ દિવસોમાં ન કરવામાં આવે તો સારું રહેશે.

હોળાષ્ટકમાં શુ કરશો.

પોતાના આરાધ્ય દેવની પૂજા અર્ચના કરો.

વ્રત અને ઉપવાસ કરો.

होलाष्टक के दौरान मांगलिक कार्य न करें।
image source

ધર્મ કર્મના કાર્યો કરો.

યથાશક્તિ જરૂરિયાતમંદોને દાન કરો.