હવે આતંકીઓ ડ્રોન હુમલો કરતા પહેલા સો વખત વિચારશે, દુશ્મન પર ભારે પડશે ભારતની આ તાકાત

ડ્રોન હુમલા સામે રક્ષણ માટે ત્રણેય સંરક્ષણ દળો, આર્મી, નેવી અને એરફોર્સે DRDO દ્વારા વિકસિત એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ હસ્તગત કરવાનો કરાર કર્યો છે. એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ ખરીદવાના સોદા પર 31 ઓગસ્ટના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે સંરક્ષણ મંત્રાલય તરફથી કટોકટી કરાર હેઠળ સોદો પૂર્ણ કરવાની છેલ્લી તારીખ હતી.

પ્રથમ સ્વદેશી એન્ટિ-ડ્રોન સિસ્ટમ

image source

ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાએ DRDO ટેકનોલોજી આધારિત ડ્રોન વિરોધી સિસ્ટમોની સપ્લાય માટે BEL સાથે કરાર કર્યો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે DRDO દ્વારા વિકસિત અને BEL દ્વારા ઉત્પાદિત ડ્રોન ડિટેક્ટ, ડિટર એન્ડ ડિસ્ટ્રોય સિસ્ટમ (D4S) એ ભારતીય સશસ્ત્ર દળોમાં સામેલ થનારી પ્રથમ સ્વદેશી વિકસિત એન્ટિ-ડ્રોન સિસ્ટમ છે.

DRDO ના પ્રતિનિધિઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

image soure

જમ્મુ આતંકવાદી હુમલા પછી કટોકટીની કાર્યવાહીના ભાગરૂપે આ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ મેળવવાની જરૂરિયાત અનુભવાઈ હતી, જેમાં જમ્મુ એરબેઝ પર વિસ્ફોટકો છોડવા માટે બેથી ત્રણ નાના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ અને DRDO ના પ્રતિનિધિઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતીય સશસ્ત્ર દળોએ સતત સહાય પૂરી પાડી છે અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને BEL સાથે ડ્રોન વિરોધી પ્રણાલીઓના સંયુક્ત વિકાસમાં આગેવાની લીધી છે.

D4 સિસ્ટમ ઝડપથી માઇક્રો ડ્રોન શોધી શકે છે – DRDO

image soure

ડીઆરડીઓએ કહ્યું કે D4 સિસ્ટમ માઇક્રો ડ્રોનને ઝડપથી શોધી અને જામ કરી શકે છે અને લક્ષ્યોને દૂર કરવા માટે લેસર આધારિત સ્ટ્રાઇક મિકેનિઝમનો ઉપયોગ કરી શકે છે. તે વ્યૂહાત્મક નૌકાદળના સ્થાપનો માટે વધતા જતા ડ્રોન ખતરા સામે અસરકારક સર્વવ્યાપી પ્રતિરોધક હશે. એન્ટી-ડ્રોન સિસ્ટમ ઝડપથી ઉભરી રહેલા હવાઈ ખતરનાનો સામનો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોને ‘સોફ્ટ કિલ’ અને ‘હાર્ડ કિલ’ બંને વિકલ્પો પૂરા પાડે છે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ટૂંક સમયમાં ભારતીય રક્ષાદળોને D4S ના સ્થિર અને મોબાઇલ વેરિએન્ટને પૂરા પાડવામાં આવશે. BEL ને સંરક્ષણ અને ગૃહ મંત્રાલય તરફથી વધુ ઓર્ડર મળે તેવી અપેક્ષા છે.

VVIP સુરક્ષા માટે થઈ ચુક્યો છે ઉપયોગ

image soure

પ્રજાસત્તાક દિવસ 2020, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદના મોટેરા સ્ટેડિયમની મુલાકાત, સ્વતંત્રતા દિવસ 2020 અને પ્રજાસત્તાક દિવસ 2021 દરમિયાન વીવીઆઈપી સુરક્ષા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. DRDO એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને એન્ટી-ડ્રોન સિસ્ટમ્સના ઉત્પાદન માટે ટેકનોલોજી આપી છે.