માથાના દુઃખાવામાં જલદી રાહત આપશે આ 1 ઘરેલૂ બામ, જાણો મેકિંગ પ્રોસેસ

જ્યારે પણ આપણને માથું દુઃખે ત્યારે આપણે પેનકિલર લઇને કામ ચલાવી લઇએ છીએ. આ સિવાય લોકો એસિડિટી નિરોધક કેટલાક ઘરેલૂ ઉપાયો પણ કરી લેતા હોય છે. માઇગ્રેનના કારણે માથું દુઃખતું હોય કે સામાન્ય દુઃખાવો હોય આ 1 ઘરેલૂ બામ તમારી મદદ કરી શકે છે. તેને લગાવતાં જ દુઃખાવો ગાયબ થઇ જશે. તેને બનાવવા માટે તમારે કેટલીક સામાન્ય ચીજોની જરૂર રહે છે અને કેટલાક સુગંધિત અને અસરકારક તેલ જે તમને આરામ આપી શકે. આજે તમે પણ જાણી લો કઈ ચીજોની મદદથી તમે સરળતાથી ઘરે જ બામ બનાવી શકો છો.

image source

જાણો માથાના દુઃખાવો મટાડતો બામ બનાવવાની સામગ્રી

સામગ્રી

3 ચમચી શિયા બટર

3 ચમચી બીવેક્સ

3 ચમચી નારિયેળ તેલ

20 ટીપાં પિપરમિન્ટ તેલ

15 ટીપાં લેવેન્ડર તેલ

15 ટીપાં ટી ટ્રી ઓઇલ

5 ટીપાં યૂકેલિપ્ટસ તેલ

આ રીતે બનાવો ઘરે જ બામ

image source

સૌ પહેલાં કાચની એક શીશી લો જેમાં તમે બામ ભરી શકો.

શિયા બટર, બીવેક્સ, નારિયેળ તેલને માપીને એક માઇક્રોવેવના વાટકામાં મિક્સ કરો અને 45 સેકંડથી 1 મિનિટ સુધી ગરમ કરો.

image source

જ્યારે તે બરોબર પીગળી જાય ત્યારે તેને માઇક્રોવેવમાંથી કાઢીને ઠંડું કરો.

જ્યારે તે ઠંડું થઇ જાય ત્યારે તેમાં બધા તેલ 1 -1 કરીને મિક્સ કરી લો.

image source

હવે આ મિશ્રણને શીશીમાં ભરી લો. જો તમે તેને જમાવી દેવા ઇચ્છો છો તો ફ્રિઝમાં મૂકો.

તૈયાર છે તમારો ઘરે બનાવેલો બામ. જ્યારે પણ માથું દુઃખે ત્યારે તેને લગાવી માલિશ કરો. આરામ મળશે.

અહીં જે ચીજોની મદદથી બામ બનાવાયો છે તે દરેક ચીજો હેલ્થ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તો તમે પણ બહારથી તૈયાર બામ લાવવાના બદલે તમે પણ આ ચીજથી બામ બનાવી શકો છો અને માથાના દુઃખાવાને છૂમંતર કરી શકો છો.

image source

આ બામને તમે માથાના દુઃખાવવાની સાથે કોઈ જગ્યાએ જ્યાં દુઃખાવો થતો હોય ત્યાં પણ લગાવી શકો છો અને દર્દમાંથી રાહત મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!