‘કેરીની મલિકા’ તરીકે ઓળખાય છે ‘નૂરજહાં’, એક ફળની કિંમત છે હજારોમાં

તેના વજનવાળા ફળોને કારણે ‘કેરીની મલિકા’ તરીકે ઓળખાય છે ‘નૂરજહાં’ જાતિના સ્વાદ ઉત્સાહીઓ ગયા વર્ષે નિરાશ થયા હતા. પરંતુ આ વખતે હવામાનને કારણે તેનો સારો પાક થયો છે અને તે કેરી પાકે તે પહેલા જ ઉંચા ભાવે બુક કરાઈ છે. અફઘાન મૂળની માનવામાં આવતી કેરીની પ્રજાતિ ‘નૂરજહાં’ ના થોડાં ઝાડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં જોવા મળે છે.

image source

1 ‘નૂરજહાં’ ની કિંમત 1000 રૂપિયા છે અને તેની માંગ પણ હાલમાં ઘણી વધારે છે. લોકો ફળોના રાજા, કેરીના આ અનોખા પ્રકારનો સ્વાદ માણવા બુકિંગ પણ કરી રહ્યા છે. આ વર્ષે ‘નૂરજહાં’ કેરી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં સૌથી વધુ કિંમતે બજારમાં ઉપલબ્ધ છે. અલીરાજપુરના એક ખેડૂતે જણાવ્યું છે કે ફળ માટે યોગ્ય હવામાન હોવાને કારણે આ કેરીનો આકાર પણ ખૂબ સારો છે.

image source

એવું કહેવામાં આવે છે કે ‘નૂરજહાં’ એ અફઘાન મૂળની કેરી છે. તે અલીરાજપુરના કાઠિયાવાડ ક્ષેત્રમાં જ ઉગાડવામાં આવે છે. આ વિસ્તાર ગુજરાતની સરહદની નજીક છે. આ સ્થાન ઇંદોરથી આશરે 250 કિલોમીટર દૂર છે. ‘નૂરજહાં’ કેરીના ત્રણ વૃક્ષોના માલિક શિવરાજસિંહ જાધવે ન્યૂઝ એજન્સી ‘પીટીઆઈ’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તેમના બગીચામાં ત્રણ વૃક્ષો છે અને તેમના પર 250 કેરીઓ આવી છે. બજારમાં એક નંગ કેરીનો ભાવ 500 થી 1000 રૂપિયા સુધી હોય છે. ઝાડ ઉપર આવી આ બધી કેરીઓનું બુકિંગ પણ થઈ ગયું છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેરી પ્રેમીઓએ આ કેરી બુક કરાવી છે. હાલમાં ‘નૂરજહાં’ કેરીનું વજન 2 કિલોથી લઈને 3.5 કિલો સુધી છે. આ કેરીની ખેતીમાં નિષ્ણાંત કહેવાતા ઇશાક મન્સૂરીએ જણાવ્યું હતું કે આ વખતે આ કેરીની વિવિધતા ઉત્તમ છે પરંતુ કોવિડ -19 રોગચાળાએ કેરીના વ્યવસાયને અસર કરી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા વર્ષે 2020 માં, નૂરજહાં વૃક્ષોના ફૂલો(મોર) આવી શક્યા નહોતો તેનું , સંભવત કારણ જલવનાયું પરિવર્તનની ખરાબ અસર હતી. જેના કારણે કેરીના સ્વાદના શોખીને તેનો સ્વાદ માણી શક્યા નહોતા.

image source

તેમણે એમ પણ કહ્યું કે, વર્ષ 2020 માં યોગ્ય હવામાન ન મળવાને કારણે આ કેરીની જાત સારી નહોતી. વર્ષ 2019 માં પણ આ કેરી બજારમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતી. તે વર્ષે એક કેરીનો ભાવ રૂ .1,200 પર પહોંચી ગયો હતો. બગીષાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નૂરજહાં વૃક્ષો પર સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી મોર આવવા માંડે છે અને તેના ફળ જૂનના પ્રારંભમાં વેચવા માટે તૈયાર હોય છે. તેમણે કહ્યું કે નૂરજહાંના ભારે ફળ એક ફૂટ સુધી લાંબા હોઈ શકે છે અને તેની ગોઠલીનું વજન 150 થી 200 ગ્રામ હોય છે.