આદિત્ય ચોપરા વગર એક પલ નથી રહી શકતી રાની મુખર્જી, ઇટલીમાં રચાવ્યા હતા ગુપચુપ લગ્ન.

ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા દિગગજ ફિલ્મકાર યશ ચોપડા અને પામેલા ચોપડાના દીકરા છે. પોતાના કરિયરમાં એમને બોલિવુડના ઇતિહાસની સૌથી રોમેન્ટિક કહેવાતી ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગે બનાવી. આજે આદિત્ય એક સફળ નિર્દેશક તો છે જ પણ એક સારા પતિ પણ છે. આદિત્યના સપનાની રાણી બોલીવુડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી છે. નિર્દેશક અને અભિનેત્રીની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. જ્યાં આદિત્ય ચોપરા ખૂબ જ શાંત સ્વભાવના વ્યક્તિ છે તો રાની મુખર્જી ચુલબુલી છે.

image source

એમના લગ્ન પણ ખૂબ જ ગુપચુપ રીતે થયા હતા. આજે આપણે જોડીની મુલાકાત અને પછી લગ્નની વાત કરીશું. આદિત્ય અને રાની પહેલા મિત્રો હતા. એમનું એકબીજા સાથે સારું બોન્ડિંગ હતું પણ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી ખબર જ ન પડી. રિપોર્ટ અનુસાર બંને વચ્ચે નજદીકિયા ફિલ્મ વીર ઝારા દરમિયાન વધી. આ ફિલ્મને યશ ચોપડાએ નિર્દેશિત કરી રહ્યા હતા. આ ફિલ્મમાં રાનીએ એક પાકિસ્તાની વકીલનું પાત્ર ભજવ્યું હતું.

image source

બંનેએ વર્ષ 2014માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. એમના લગ્નના કોઈ ફોટા સોશિયલ મીડિયા પર નહોતી શેર કરવામાં આવી. તમને જણાવી દઈએ કે આદિત્યના આ પહેલા લગ્ન નથી. આદિત્ય ચોપડાએ વર્ષ 2000 પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા જ્યારે 2009માં લગ્નના લગભગ 9 વર્ષ બાદ ડિવોર્સ થઈ ગયા હતા.

image source

એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાની મુખર્જીએ કહ્યું હતું કે આદિ ખૂબ જ વધુ સામાજિક નથી. એ વધુ ચર્ચામાં રહેવાનું પસંદ નથી કરતા. એ વાત મને સારી લાગે છે. જો એ કરણ જોહર જેવા હોત તો મને નથી લાગતું કે મને એમની સાથે પ્રેમ પણ થતો. દરેકની પોતાની આદત હોય છે. કરણ જોહરને પાર્ટી કરવી ગમે છે. એ દરેક જગ્યાએ હોય છે. એ બધા સાથે જોડાયેલા રહે છે અને રોજ કઇને કઈ કરતા રહે છે પણ મારી સાથે એવું નથી. મને પરિવારની જરૂર છે.

image source

રાની મુખર્જીએ આગળ જણાવ્યું હતું કે આદિ મને ટાઈમ ન આપે તો હું કદાચ પાગલ થઈ જઈશ. કારણ કે એ અડધા દિવસ સ્ટુડિયોમાં રહે છે. પણ આદિ સાથે એવું નથી. એમને ખબર છે કે કામ સિવાય પણ એમનું એક અલગ જીવન છે. એ પરિવાર સાથે સારો સમય વિતાવે છે.

image source

મને એમની સાથે પ્રેમ એટલે થયો કારણ કે એ ખૂબ જ અંગત છે. હું આદીનું ખૂબ જ સમ્માન કરું છું. હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *