શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘ધો-12ની પરીક્ષાને લઇને કરી મોટી જાહેરાત, કહ્યું કે..’પરીક્ષા તો…’

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘ધો.૧૨ની પરીક્ષા લેવામાં આવશે, કોરોના વાયરસની પરિસ્થિતિની સમીક્ષા અને બાળકોની સેફટીને ધ્યાનમાં રાખતા તારીખ જાહેર કરવામાં આવશે.’

image source

-તાઉ-તે વાવાઝોડાની પરિસ્થિતિમાં વેન્ટીલેટર અને ઓક્સિજન પર રહેલ દર્દીઓ માટે પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

-રાજ્ય સરકાર દ્વારા ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ બાદ હવે ‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનની શરુઆત કરવામાં આવી છે.

image source

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનને સંબંધિત વડોદરા શહેરની મુલાકાત લેવામાં આવી હતી.

વડોદરા શહેરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ ધો.૧૨ની પરીક્ષા વિષે જણાવ્યું હતું કે, ધો.૧૨ની પરીક્ષા આ વર્ષે જરૂરથી લેવામાં આવશે.

image source

આરોગ્ય વિભાગની સાથે ચર્ચા કરીને કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૨ની પરીક્ષા =ની તારીખ જાહેર કરવામાં આવશે.

માર્ગદર્શિકા માટે વર્તમાન અને નિવૃત શિક્ષણવિદોની એક કમિટીની રચના કરવામાં આવશે.

ધો.૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધા બાદ તેમના એડ્મિશન બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, માર્ગદર્શિકા બનાવવા માટે એક્સપર્ટ અને અનુભવી એવા વર્તમાન અને નિવૃત શિક્ષણવિદોની એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટીના માર્ગદર્શન હેઠળ અમે ધો.૧૦ના માસ પ્રમોશન આપ્યા પછી તેમના એડ્મિશન વિષે નિર્ણય કરવામાં આવશે. તમામ કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કાર્યવાહીમાં સાથ આપશે.

image source

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ‘મારું ગામ કોરોના મુક્ત’અભિયાનની સફળતા મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આજ રોજથી ‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનની શરુઆત કરવામાં આવી છે. તમામ કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કાર્યવાહીમાં જોડાશે. આ સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે.

વાવાઝોડાની સ્થિતિમાં વેન્ટીલેટર અને ઓક્સિજનની ટ્રીટમેંટ લઈ રહેલ દર્દીઓ માટે પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી. તાઉ-તે વાવાઝોડાની શક્યતાને લઈને ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ મોરચે સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યના ૧૪ જીલ્લા પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને સંબંધિત તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાની પરિસ્થિતિમાં વેન્ટીલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહી, NDRF અને SDRFની પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને લઈને અત્યંત ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે.

image source

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલના રોજ મળેલ કોર કમિટીની મીટીંગમાં વાવાઝોડાને સંબંધિત કોરોના વાયરસના દર્દીઓ વિષે ઘણી ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે. કોઈ નાના સેન્ટર પર ખામી જણાશે તો દર્દીઓને નજીકમાં આવેલ મોટા સેન્ટરમાં લઈ જવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વાવાઝોડાનો સામનો કરતા સમયે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને કોઈપણ સમસ્યાનો સામનો ના કરવો પડે તેવી રીતે તમામ વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. કેન્દ્ર તરફથી પણ માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. આજ રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહએ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે. જેમાં કેન્દ્ર તરફથી મદદ અને માર્ગદર્શન વિષે ચર્ચા કરવામાં આવી છે.

એમ.એસ.યુનીવર્સીટીમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરી દેવામાં આવશે.

image source

ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યની તમામ યુનીવર્સીટીઓમાં RT-PCR ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવશે એવી જ રીતે વડોદરામાં એમ.એસ. યુનીવર્સીટીમાં on RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. ફક્ત ચાર કલાકમાં જ કોરોના વાયરસના રીપોર્ટ આપી દેવામાં આવશે. એક દિવસ દરમિયાન ૫૦૦ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત કરીને સરકાર કોરોના વાયરસ સંક્રમણની મહામારી વિરુદ્ધ કામગીરી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!