દીપિકા પાદુકોણથી લઈને અમિતાભ બચ્ચન સુધી, આ ફિલ્મોને હિટ બનાવવા એવી ટેકનિકનો ઉપયોગ કર્યો છે કે…જે જાણીને તમે પણ કહેશો OMG!

બૉલીવુડ ફિલ્મોમાં કલાકારો પોતપોતાના પાત્રોને શાનદાર બનાવવા માટે બનતા પ્રયત્નો કરે છે. એટલે સુધી કે એ પોતાના પાત્રમાં ઢળવા માટે એ પાત્રો જેવી દિનચર્યા પણ અપનાવી લે છે. એટલું જ નહીં ઘણા કલાકારો ફિલ્મો અનુસાર પોતાના પાત્રો માટે અલગ પ્રકારના મેકઅપનો પણ સહારો લે છે. ક્યારેક જીમમાં કલાકો મહેનત કરીને તો ક્યારેક મેકઅપનો ઉપયોગ કરીને એ કંઈક એવા અંદાજમાં સામે આવે છે કે લોકો એમને જોઈને ચોકી જાય છે.

image source

આ કમાલના મેકઅપને પ્રોસ્થેટિક મેકઅપ કહેવામાં આવે છે અને અમને વિશ્વાસ છે કે આ મેકઅપને અપનાવ્યા પછી ખુદ આ સ્ટાર્સ પણ પોતાને નહિ ઓળખી શકતા હોય. આ પ્રોસ્થેટિક મેકઅપની શરૂઆત હમણાં નહિ પણ ઘણા વર્ષો પહેલા શરૂ થઈ ગઈ હતી. દીપિકા પાદુકોણથી લઈને અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, ઋત્વિક રોશન, રાજકુમાર રાવ, ઋષિ કપૂર જેવા એક્ટર્સ પણ આ મેકઅપની મદદથી પોતાના કરિયરના ઘણા ચેલેન્જિંગ રોલ કર્યા હતા. પ્રોસ્થેટિક મેકઅપ એક ટેક્નિક છે જેના સહારે કોસ્મેટિક ઇફેક્ટ આપવામાં આવે છે. એમાં સિલિકોન રબરનો ઘણો ઉપયોગ થાય છે. આજે અમે તમને બોલિવુડના અમુક એવા કલાકારો વિશે જણાવીશું.

અમિતાભ બચ્ચન

image source

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના દીકરા અભિષેક બચ્ચન અને વિદ્યા બાલનની ફિલ્મ પામાં પોતાના લુકથી હર કોઈને ચોંકાવી દીધા હતા. ફિલ્મ પા વર્ષ 2009માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને 13 વર્ષના બાળકનું પાત્ર ભજવ્યું હતું. બાળકનું પાત્ર કરવા માટે અમિતાભ બચ્ચન માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમના મેકઅપ માટે હોલીવુડમાંથી આર્ટિસ્ટ બોલાવવામાં આવ્યા હતા. આ મેકઅપને અપનાવવા માટે અમિતાભને 4 કલાક લાગતા હતા.

શાહરુખ ખાન.

image source

બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પણ પોતાની ફિલ્મ માટે અલગ પ્રકારનો મેકઅપ ઉપયોગ કરી ચુક્યા છે. એમને વર્ષ 2016માં આવેલી ફિલ્મ ફેન માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મ માટે શાહરુખ ખાનનો મેકઅપ અન્ય કોઈએ નહિ પણ ઓસ્કર વિજેતા ગ્રેગ કેનામે કર્યો હતો.

ઋષિ કપૂર.

image source

કપૂર એન્ડ સન્સ ફિલ્મ વર્ષ 2016માં આવી હતી. આ ફિલ્મમાં ઋષિ કપૂર, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અનવ ફવાદ ખાન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં ઋષિ કપૂરે 90 વર્ષના વૃદ્ધનો રોલ કર્યો હતો. એમનો મેકઅપ પણ ક્રેગ ગેનોને કર્યો હતો. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ મેકઅપ માટે 2 કરોડ રૂપિયા લાગ્યા હતા.

નિલ નીતિન મુકેશ.

image source

અભિનેતા નિલ નિતીન મુકેશ પણ ફિલ્મમાં મેકઅપ દ્વારા પોતાના લુકને સંપૂર્ણપણે બદલી ચુક્યા છે. એમને મધુર ભંડારકરની ફિલ્મ ઇન્દુ સરકારમાં સંજય ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. નિલ નીતિન મુકેશ આ ફિલ્મમાં એકદમ અલગ જ લાગી રહ્યા હતા. ફિલ્મમાં એમના લુક પર ઘણી મહેનત કરવામાં આવી છે. કલાકો મેકઅપ કર્યા પછી એમના લુકને તૈયાર કરવામાં આવ્યો હતો. ફિલ્મ ઇન્દુ સરકાર વર્ષ 2017માં આવી હતી.

દીપિકા પાદુકોણ.

image source

દીપિકા પાદુકોન પણ ફિલ્મ છપાકમાં અલગ જ દેખાઈ હતી. આ ફિલ્મમાં એસિડ અટેકથી પીડિત લક્ષમી અગ્રવાલની લાઈફથી ઇન્સપાયર હતી. એ માટે દીપિકાએ પણ પ્રોસ્થેટિક મેકઅપની મદદ લીધી હતી. જેને અપનાવવા માટે એમને રોજ 3 થી 4 કલાક લાગતા હતા અને શૂટિંગ ખતમ થયા પછી ઓછામાં ઓછા બે કલાક એ મેકઅપને કાઢવામાં લાગતા હતા.

રાજકુમાર રાવ.

image source

અભિનેતા રાજકુમાર રાવ બોલિવુડના શાનદાર કલાકારોમાંથી એક છે. એમને સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતી સેનનની ફિલ્મ રાબતામાં 300 વર્ષના વૃદ્ધનો રોલ કર્યો હતો. રાજકુમાર રાવનો આ ફિલ્મમાં એવો લુક હતો કે એમને જોઈને કોઈ વિશ્વાસ નહોતું કરી શકતું કે એ રાજકુમાર રાવ છે. આ ફિલ્મ વર્ષ 2017માં આવી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકી.

image source

ફિલ્મ મોમમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક અલગ જ રૂપમાં દેખાયા હતા. ઓછા વાળ સાથે, જો લાઇન પર પણ પ્રોસ્થેટિક મેકઅપનો જાદુ દેખાઈ રહ્યો હતો. પણ નવાઝે આ લુક સાથે પાત્રને ખૂબ જ ઉમદા રીતે ભજવ્યું હતું.