ગુજરાતના આ ગામના લોકોએ કહ્યું, અમે રસી લેશું તો અમારા પશુને પણ લેવી પડશે

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાને હરાવવા રસીકરમ અભિયાન ચાલુ રહ્યું છે. ઘણા લોકોને રજીસ્ટ્રેશન બાદ પણ વેક્સિન મળી રહી નથો તો બીજી તરફ એવા પણ લોકો છે રસી લેવા માટે તૈયાર નથી. ગુજરાતમાં ઘણા એવા ગામડા છે જે હજુ પણ કોરોના રસી અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ લોકોમાં જાગૃતતા લાવવા આરોગ્ય તંત્રને નાકે દમ આવી ગયો છે.

image source

આ વાત છે ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોની કે જ્યાં વેક્સિનેશનને લઇને આરોગ્ય વિભાગના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થઈ રહ્યા છે. આ અંગે જ્યારે મીડિયાકર્મીઓ વનવાસીઓના ગામોની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહિંના લોકોમાં એવો ડર પેસી ગયો છે કે રસી લીધા પછી મોત થઇ જાય છે જેથી લોકો રસી લેવાથી ડરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આવતા ફેક ન્યૂઝના કારણે લોકો રસીકરણ અંગે સવાલો કરી રહ્યા છે.

image source

તો બીજી તરફ આ સ્થિતિમાં રસીકરણ માટે હવે ગામના સરપંચો, શિક્ષકો અને સામાજિક આગેવાનો મારફતે લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરાઈ રહ્યો છે. તમને જમાવી દઈએ કે ઉતર ગુજરાતમાં આવેલા દાંતા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ચૌહાણે જણાવ્યું કે, અહીના પુંજપુર ગામમાં કેટલાક લોકો રસી લેવાની મનાઈ કરી રહ્યા છે. તો બીજી તરફ અમીરગઢના જાંબુડી ગામની દૂધમંડળીમાં દૂધ ભરાવવા આવેલા વડીલે એક નવો જ તર્ક આપ્યો તેમણે કહ્યું કે, જો કોરોના વાયરસ હોય તો પશુને કેમ થતો નથી? જો અમે રસી લઈશું તો પશુને પણ રસી મુકાવવી પડે.આવા અનેક તર્કો હાલમા આ વિસ્તારના ગામોમા પ્રવર્તિ રહ્યા છે.

image source

આ વિસ્તારમાં લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે, જો રસી લેશું તો મોત થઇ જશે. આ ઉપરાંત સ્થિતિ એવી છે કે ગામના લોકોને એ પણ ખબર નથી કે, રસી લેવા માટે ક્યાં સ્થળે જવું. નોધનિય છે કે થોડા સમય પહેસા સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થઈ હતો કે રસી લેવાથી બે વર્ષમાં મોત થઇ જાય છે. આ ફેક મેસેજને લોકો સાચો માની બેઠા હતા જેથી હવે લોકો રસી લેવાથી ડરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો એવુ પણ માને છે કે જો અમે રસી લઇશું તો અમારા પશુઓને પણ રસી મૂકાવવી પડશે. જેથી આ લોકો હાલમાં રસીથી દૂરી બનાવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, પાલનપુર વિસ્તારના જાંબુડી ગામમાં જ્યારે મીડિયા કર્મની પહોચ્યા ત્યારે જાણવા મળ્યું કે આ ગામમાં મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વગર ફરતા હતા. જ્યારે આ ગામના એક વ્યક્તિને પુછવામાં આવ્યું કે તમે વેક્સિન લીધી? આ શાંભળતા જ તેઓ ભડકી ગયા. તેમણે દલિલ કરી કે, છેલ્લા બે વર્ષથી અમારા ગામમાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નથી. જો અમને કોઈ બીમાર જ નથી તો અમારે રસી લેવાની શું જરૂર છે. તો બીજી તરફ બીજા એક વડિલે કહ્યું કે, તેમના પૌત્રના મોબાઈલમાં એક વીડિયો આવ્યો હતો કે જેમા કહેવામાં આવી રહ્યું હતું કે, રસી લેનાર બે વર્ષમાં મરી જાય છે. આ ઉપરાંત જે લે તે બીમાર પડી જાય છે એટલે અમને બધાને રસી લેવાથી ડર લાગે છે.

image source

તો બીજી તરફ ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના એક સભ્ય સમાજના લોકોને રસી અંગે જ્યારે સમજાવવા ગયા ત્યારે લોકોએ સ્પષ્ટ કહી દીધુ કે, જો અમે રસી લઇ લેશું અને જો મોત થાશે તો તેની લાશ તારા ઘરે મૂકી જઈશું. તો બીજી તરફ અન્ય એક મહિલા સભ્યના પતિએ જણાવ્યું કે, શિક્ષણના અભાવના કારણે લોકો રસી લેવાથી છેટા ભાગી રહ્યા છે લોકોને સાચી સમજણ નથી. જો કે બીજી તરફ રાહતની વાત એ છે આ વિસ્તારમાં કેટલાક મોત બાદ હવે શિક્ષિત લોકો રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. જેથી સમાજમાં ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે.