રાજ્યમાંથી તાઉ તે ગયું પણ વિનાશ વેરતું ગયું, વાવાઝોડાથી 19 લોકોએ જીવ ગુમાવ્યો

તાઉ તે વાવાવાઝોડુ ગુજરાતમાંથી તો પસાર થઈ ગયું છે પરંતુ તેની સાથે મોટો વિનાશ કરતું ગયું છે. અનેક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાથી સર્વાધિક અસરગ્રસ્ત વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઊના,કોડીનાર, રાજુલા, જાફરાબાદ અને સંઘ પ્રદેશ દીવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરિયાઈ પટ્ટીના સેંકડો ગામોમાં રાતભર 150 થી 200 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને 9 ઈંચ સુધી ખાબકેલા વરસાદને કારણે અનેક મકાનો, ખેતરો, વૃક્ષો, વીજ પોલ સહિતને ભારે નુકશાન થયું છે.

image source

તો બીજી તરફ વાવાઝોડાએ ભાવનગર જિલ્લામાં 5, અમરેલી જિલ્લા, નડિયાદ અને સાણંદમાં 2-2, ગીરસોમનાથમાં 3 અને રાજકોટ જિલ્લામાં 1 વ્યક્તિ સહિત નવસારી, વલસાડ, સેલવાસ, ખંભાતમાં 1-1 વ્યક્તિ, સહિત રાજ્યમાં કુલ 19 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, સોમવારે રાતભર વાવાઝોડાએ જે વિસ્તારને વધુ નુકશાન પહોંચાડ્યું છે તે છે ઊના. જ્યાં સર્વત્ર વિનાશ જોવા મળી રહ્યો છે. નોંધનિય છે કે એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાનો વીડિયો વાઇરલ પણ થયો હતો. આ ઉપરાંત આખા શહેરમાં અનેક મકાનો, વીજપોલ, ઘરવખરીને ભારે નુકશાન થયું છે.

image source

તમને જણાવી દઈએ કે હાલામં ઊનાના તમામ વિસ્તારોમાં અત્યારે ધરાશાયી થયેલા વૃક્ષો અને તુટી ગયેલા વીજ પોલ જોવા મળે છે. તો બીજી તરફ લોકોને આજે પાણી વિતરણ પણ થઈ શક્યું નથી. નોંધનિય છે કે મોટી સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થતા ઊનામાં વીજપુરવઠો ઠપ્પ છે. આ ઉપરાંત ટેલિફોન સેવા પણ બંધ છે. ઊનાની ચારે તરફ વૃક્ષો ધરાશાયી થયા હોવાથી અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ અંગે ઊનાના લોકો કહે છે કે પવન એટલો તોફાની હતો કે કાચની બારીઓ તૂટી ગઈ હતી. જ્યારે અનેક અગાશીઓ રાખવામાં આવેલા ટાંકા હવામાં પતંગની જેમ ઉડ્યા હતા.

image source

તો બીજી તરફ દીવમાં પણ વાવાઝોડાને કારણે તારાજી સર્જાઈ છે. દિવમાં નાગવા બીચથી સરકિટ હાઉસ સુધી પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત તોફાની પવનથી નાળિયેરીના વૃક્ષો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. નોંધનિય છે કે, ભારે પવનના કારણે ઘોઘલા, વણાકબારા અને નાગવાના ગામોમાં પણ ભારે તારાજી સર્જાઈ છે. નોંધનિય છે કે બારે પવન અને વરસાદના કારણે દીવમાં આખી રાત લોકોએ ઘરમા થર થર ધ્રૂજતા વિતાવી હતી. અહી વીજપુરવઠો હજુ પણ પૂર્વવત થયો નથી. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ 90થી 100 કિ.મી. ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાથી 215 જેટલા ગામોમાં વીજપુરવઠો ઠપ થયો છે.

image source

તો બીજી તરફ મોણીયા ગામમાં વાડીમાં ફસાયેલા લોકોને મહામુસીબતે બચાવાયા હતા. સોરઠમાં પાંચ મુખ્ય માર્ગો વૃક્ષો, વીજપોલ પડવાના કારણે બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ગીરસોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કેસર કેરીના પાકને વાવાઝોડાને કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ તાલાલા અને મેંદરડામાં આ સિઝનની કેસર કેરીની હરાજી શરૂ જ થઈ છે, ત્યાં વાવાઝોડાએ આંબાના ઝાડને ભારે નુકશાન થયું છે. આ અંગે ખેડૂતોએ કહ્યું કે, આવા દ્ર્શ્યો અમે ક્યારેય જોયા નથી.

image source

આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વાવાઝોડાને પગલે આવેલા વરસાદમાં રાજકોટ નજીકના આજી-2 જળાશયમાં પાણીની જોરદાર આવક થતા સાવચેતી રૂપે 1 દરવાજો 1 ફૂટે ખોલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજી-2 ડેમ પડધરી નજીક આવેલો છે. ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારના દહિંસરા, નારણકા, બાધી, સખપર,ડુંગરકા સહિત 10 ગામોને એલર્ટ કરાયાં હતાં. નોંધનિય છે કે ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!