શું ખરેખર ઘરમાં લાફિંગ બુદ્ધા કે કાચબો રાખવાથી સમૃદ્ધિ આવે છે?

ફેંગશુઇને ચીની વાસ્તુશાસ્ત્ર કહેવામાં આવે છે. તેનુ મુખ્ય રૂપ સકારાત્મક ઉર્જા ચી પર ભાર મુકવામાં આવે છે. આ સિવાય ચુંબકીય ઉર્જાનો પ્રયોગ કરવામા આવે છે. જેને યિન તથા યાંગ કહેવામાં આવે છે. ફેંગશુઇ ઉર્જાને નિયંત્રિત કરવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

image source

આમા એવી કેટલીયે વસ્તુઓ છે, જેનો પ્રયોગ કરવાથી આસપાસ રહેલી નેગેટીવ એનર્જીને દૂર કરી શકાય છે. જેમકે ડ્રેગન, ફીનિક્સ, ટર્ટલ, લાફિંગ બુદ્ધા. હવે આનો વિસ્તાર ફક્ત ચીન સુધી સીમિત નથી રહેતુ, પરંતુ અમેરિકા અને એશિયામાં પણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યુ છે.

ભારતીય વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઇમાં અંતર

ભારતીય વાસ્તુશાસ્ત્ર પાંચ તત્વો પર કામ કરે છે. તેમાં ભૂમિ પરીક્ષણનો સમાવેશ થાય છે. તેની શરૂઆત ભૂમીની પસંદગીથી થાય છે. પાયાથી લઇને ગૃહ પ્રવેશ સુધી તેમા સમાવેશ થાય છે. આમાં દિશાઓ અને ઉર્જા સિવાય સૂર્યની રોશની પર કામ કરવામાં આવે છે. આ સિદ્ધાંત વસ્તુઓથી વધારે પરિવર્તન રંગ અને મંત્ર પર કામ કરે છે.

image source

સ્પષ્ટ છે ભારતીય વાસ્તુશાસ્ત્ર ભારતના પરિવેશ અનુસાર છે, અને ફેંગશુઇ ચીનના પરિવેશના હિસાબે છે. બંને જ પરિવેશોમાં ખાસ્સુ અંતર છે, તેવામાં ફેંગશુઇ અહીં કેટલી અસર કરશે તે વિચારવા જેવી વાત છે. તેવામાં ફેંગશુઇ સાથે સંબંધિત વસ્તુઓ રાખવાથી પહેલા તે જાણીએ કે ભારતીય વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેનો શું વધુ સારો વિકલ્પ હોઇ શકે છે.

શું ભારતમાં ફેંગ શુઇના સિદ્ધાંતો ખરેખર અસર કરે?

image source

સામાન્ય રીતે ભારતીય વાસ્તુશાસ્ત્ર ભારતના હિસાબે ચીનના નિર્માણ પર આધારિત છે. જો કે ભારતમાં ફેંગશુઇના સિદ્ધાંતો ભારતમાં પ્રયોગ કરવાથી કોઇ ખાસ લાભ થશે નહી. આપણે ત્યાં જોયા કે સમજ્યા વગર વાસ્તુના નિયમો અને ફેંગશુઇના નિયમોને એક કરીને પ્રયોગ કરવામાં આવે છે, આનાથી મુશ્કેલી આવે છે અને યોગ્ય પરિણામ પ્રાપ્ત થતુ નથી.

જો ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવામાં આવે તો તેના કારણે જીવનમાં પ્રસન્નતામાં વધારો થાય છે. આ ઉપરાંત ઉપહારમાં આપેલા લાફિંગ બુદ્ધા નું વિશેષ મહત્વ રહેલું છે. આવું કરવાથી તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે.

image source

આમ જો તમે પણ તમારા ઘરની અંદર લાફિંગ બુદ્ધા અથવા તો ફેંગશુઈ કાચબાને રાખો તો તેના કારણે તમારા જીવનમાં પણ કાયમી માટે સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. અને તમારા ઘરની અંદર રહેલી દરેક બીમારીઓ દૂર થઈ જાય છે. ઘરમાં આ રીતે ફેંગશુઈ કાચબા અને લાફિંગ બુદ્ધાને રાખવાથી તમારા ઘર પરિવારના લોકો પણ લાંબું આયુષ્ય જીવી શકે છે.