આ નાની ગુડિયાની નાની ભૂલ એને આખી જીંદગી કરશે હેરાન, જાણો એનાથી એવી તો શું થઇ ગઇ મોટી ભૂલ

આપણું શરીર ઘણું નાજુક હોય છે અને ભગવાન આપણા શરીરને ઘણું વિચારીને બનાવવામાં આવ્યું છે, જો શરીરના કોઈપણ ભાગમાં થોડીક પણ તકલીફ થઈ જાય છે કે પછી કોઈ મુશ્કેલી થવા લાગે છે તો તે સમયે આપણે તાત્કાલિક જ સમય વેડફ્યા વિના શરીરના તે ભાગની સારવાર કરાવી લઈએ છીએ. ત્યાર બાદ આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ.

image source

ત્યારે આપ ફક્ત એટલું જ વિચારી જોવો કે, કોઈ વ્યક્તિની ગરદન એક તરફ નમી જાય છે અને આવી જ પરિસ્થિતિમાં જીવન જીવવાનું હોય તો તે વ્યક્તિની પરિસ્થિતિ કેવી થઈ જશે? આ લેખમાં આજે અમે આપને એક નાની છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની ગરદન ૯૦ ડીગ્રી જેટલી વળી ગઈ છે અને ત્યારથી આ નાનકડી છોકરીની ગરદન આમ જ રહેશે. આપ પણ આ છોકરીને જોઈને નવાઈ પામી જશો. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન દેશમાં રહેતી આ નાનકડી છોકરીનું નામ અફસિન કુંબર છે અને તે હવે સીધી થઈ શકશે નહી.

image source

એટલું જ નહી, અફસિન કુંબર અન્ય બાળકોની જેમ સમાન્ય રીતે રમતો પણ રમી શકવા માટે સક્ષમ છે, અફસિન કુંબર હાલમાં એક એવી
બીમારીની સામે લડત લડી રહી છે જેના લીધે અફસિનની ગરદન ૯૦ ડીગ્રી સુધી એકબાજુ વળી ગઈ છે. ૯ વર્ષની ઉમર ધરાવતી અફસિન કુંબરને અત્યાર સુધી આ રોગ મટી શક્યો નથી. પાકિસ્તાન દેશમાં આવેલ મેથી વિસ્તારમાં રહેતી અફસિન કુંબરની ગરદન એવી રીતે વળી ગઈ છે કે અફસિન સીધું જોઈ પણ શકવા માટે પણ સક્ષમ નથી.

image source

જેના લીધે લોકો અફસિનની મજાક ઉડાવતા રહે છે આ સાથે તેની રમતા નાના બાળકો પણ અફસિનને ચીડાવે છે. અફસિન કુંબરને ત્રણ ભાઈ- બહેન પણ છે જેઓ સંપૂર્ણ રીતે સામાન્ય અને સ્વસ્થ છે. અને ફક્ત અફસિનની ગરદન જ વળી ગઈ છે. અફસિન કુંબરના માતા- પિતાની આર્થિક સ્થિતિ નાજુક હોવાથી તેઓ અફસિનની સારવાર કરાવી શકે એટલા સક્ષમ છે નહી. જો કે, અફસિનના માતા- પિતાએ ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યું પણ કોઈ ડોક્ટર અફસિનની સારવાર કરી શક્યું નહી.

image source

ખરેખરમાં તો કોઈપણ ડોક્ટર અફસિનની મુશ્કેલીને કેવી રીતે ઘટાડી શકાય તેના વિષે જાણતા નથી અને અફસિનના માતા- પિતા મોટી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે એટલા સક્ષમ નથી. અફસિનને ગળામાં એટલી બધી પીડા થાય છે કે, અફસિન શાળાએ ભણવા પણ નથી જઈ શકતી, ઉપરાંત અફસિનને ભોજન કરવા માટે અને શૌચાલય જવા માટે પણ અન્ય વ્યક્તિની મદદ લેવી પડે છે. અફસિન કુંબરના માતા- પિતાનું કહેવું છે કે, અફસિન પ્રત્યે નાનપણમાં થયેલ નાનકડી ભૂલનું પરિણામ છે.

image source

પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર, અફસિન કુંબર જયારે ફક્ત ૮ મહિનાની બાળકી હતી તે સમયે અફસિન ઘરની બહાર રમતા સમયે પડી જાય છે અને ગરદનના ભાગે ઈજા થઈ ગઈ હતી. પણ તે સમયે પરિવારે અફસિનની આ ઈજાને સામાન્ય માનીને અવગણના કરી દીધી હતી. નાનપણમાં થયેલ બેદરકારીની કીમત હવે અફસિન કુંબરને આજીવન ચૂકવવી પડશે. આ સાથે જ અફસિન કુંબરની ગરદનની સારવાર પણ સરળ રહી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!