બોલીવુડમાં રોમેન્ટિક અને એક્શન ફિલ્મો તો પસંદ કરવામાં આવે જ છે પણ સાથે સાથે હોરર ફિલ્મોમાં પણ દર્શકોને ખૂબ જ રસ હોય છે. બોલીવુડમાં આજના સમયથી જ નહીં પણ પહેલાના સમયથી જ હોરર ફિલ્મો બનાવવામાં આવી રહી છે જેનાથી લોકોને ડરાવવામાં પણ આવ્યા છે અને એમના મનમાં અમીટ છાપ પણ છોડી છે.
ફક્ત એટલું જ નહીં એ ફિલ્મોની અભિનેત્રીઓને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. તો ચાલો આજે તમને જણાવી દઈએ એ પાંચ અભિનેત્રીઓ વિશે જે હોરર ફિલ્મોમાં દેખાઈ હતી.
જેસ્મીન ધુન્ના.
વર્ષ 1988માં આવેલી ફિલ્મ વિરાનાને આજે પણ કોઈ ભુલ્યું નથી. જેસ્મીન ધુન્નાની સુંદરતાએ આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સૌથી ખાસ વાત છે કે આ ફિલ્મમાં એમને પોતાના અસલી નામનો ઉપયોગ કર્યો હતો. જો કે આ ફિલ્મ પછી જેસ્મીન અન્ય કોઈ ફિલ્મમાં નથી દેખાઈ. જણાવવામાં આવે છે કે અંડરવર્લ્ડના કારણે જેસ્મિને ફિલ્મોથી અંતર બનાવી લીધું.
રેવતી.
વર્ષ 1992માં રામગોપાલ વર્માની હોરર ફિલ્મ રાતમાં રેવતી અભિનેત્રી તરીકે દેખાઈ હતી. એમાં એમને રશ્મિ શર્માનું પાત્ર ભજવ્યું હતું. એમને બોલીવુડની સાથે સાથે દક્ષિણ ભારતની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રેવતી હજી પણ ફિલ્મોમાં સક્રિય છે. ઘણી ફિલ્મોમાં હિરોઇનની માતાનું પાત્ર ભજવતી દેખાય છે.
કુનિકા.
શ્યામ રામસે નિર્દેશિત હોરર ફિલ્મ બંધ દરવાજાને ભલા કોણ ભૂલી શકે છે. વર્ષ 1990માં રિલીઝ થયેલી આ હોરર ફિલ્મમાં કુનિકાએ કામયાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં એમના અભિનયને ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો. કુનિકા આજે પણ મનોરંજન જગતમાં સક્રિય છે. એ ફિલ્મોની સાથે સાથે ટીવી સિરિયલ્સમાં પણ કામ કરી રહી છે. કુનિકા વેમ્પસના પાત્રમાં ઘણી જ પસંદ કરવામાં આવે છે.
અમિતા નાંગિયા.
પુરાની હવેલી બોલીવુડની એક એવી હોરર ફિલ્મ હતી જે એ દિવસોમા લોકોને ઘણી જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં અમિતા નાંગિયાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. અમિતા નાંગિયા ફિલ્મો સિવાય નાના પડદા પર પણ કામ કરી ચુકી છે. એ આજે પણ ટીવી જગતમાં સક્રિય છે.’
પ્રીતિ સપ્રુ.
વર્ષ 1986માં આવેલી હોરર ફિલ્મ તહખાના દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી ફિલ્મ હતી. એમાં પ્રીતિ સપ્રુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમનો દમદાર અભિનય લોકોને ખૂબ જ ગમ્યો હતો. પ્રિતી સપ્રુ આ સિવાય આજ કા અર્જુન, નજરાના, લાવારીસ જેવી ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે.