60 સેકન્ડમાં નષ્ટ થઇ જશે કોરોના વાયરસ! જાણો માર્કેટમાં લોન્ચ થયેલા આ હર્બલ માઉથ સેનીટાઇઝર વિશે

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી તેની ચરમસીમા પર છે અને હજુ પણ કેટલી વધારે વણસશે તેનો કોઈ જ અંદાજો હાલ
કરી શકાય તેમ નથી. બીજી બાજુ તેની કોઈ રસી કે દવા પણ શોધાઈ નથી જેથી કરીને આપણને એ સાંત્વના મળે કે કોરોનાની
બિમારી નાબુદ થઈ જશે. પણ બધેથી એક જ સૂર સાંભળવા મળી રહ્યો છે અને તે એ છે કે લાંબા સમય સુધી આપણે કોરોના
વયારસની બિમારી સાથે જ જીવવું પડશે.

image source

જો વાત કરીએ કોરોના વાયરસની તો એ તમારા મોઢા અને નાકના રસ્તે ફેફસા સુધી પહોંચીને તેમને નુકસાન પહોંચાડે છે. પણ જો
આ વાયરસને મોઢામાં જ ખત્મ કરી દેવામાં આવે તો તેના દ્વારા બીજા લોકોને સંક્રમિત નહી થાય.

એવામાં કોરોના વાયરસની આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશમાં રહેતા એક અમેરિકી વૈજ્ઞાનિકે એેક હર્બલ માઉથ સેનીટાઇઝર
બનાવ્યુ છે. તેના ઉપયોગથી કોરોમાં જેવો જીવલેણ વાયરસ મોઢામાં જ નષ્ટ થઇ જશે.

image source

તમને જણાવી દઈએ કે આ માઉથ સેનેટાઇઝરમાં કોઇ પ્રકારનુ કેમિકલ ભેળવવામાં આવ્યુ નથી.

ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરના બાંસીમાં રહેતા અને અમેરિકાના મેરિલેન્ડમાં પ્રોફેસર ડૉ. શાશ્વત શ્રીવાસ્તવે એક એવું હર્બલ
સેનીટાઇઝર બનાવ્યુ છે જેનાથી ફક્ત 60 સેકન્ડમાં જ કોરોના વાયરસ તમારા મોઢામાં જ નષ્ટ થઇ જશે.

image source

આ અંગે અમેરિકાના મેરિલેન્ડના પ્રોફેસર ડૉ. શાશ્વત શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમણે આ હર્બલ સેનીટાઇઝર બિડલા ઇન્સ્ટીટ્યુટ ઓફ
ટેક્નોલોજી એન્ડ સાયન્સ હૈદરાબાદની પ્રોફેસર ડૉ. સુમન કપૂર સાથે મળીને રાઇટશ્યોર નામના સેનીટાઇઝરનું નિર્માણ કર્યુ છે. અને
હવે દવા તરીકે પ્રયોગ માટે એઇમ્સ જોધપુરમાં તેનુ ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે.

ડૉ, શાશ્વત શ્રીવાસ્તવે આગળ જણાવ્યું કે આ માઉથ સેનેટાઇઝરમાં મૂલેઠી, બ્રાહ્મી, શતાવરી, કલૌંજી, તુલસી જેવી 24 ઔષધીઓ
રહેલી છે. જેનાથી તમે કોગળા કરશો તો તેની અસર લાંબા સમય સુધી રહેશે.

image source

આ સિવાય પણ લોકો ઘરેલૂ ઉપચાર કરતા હોય છે. આપણી આસપાસ કોરોના વાયરસનો કહેર એટલો વધી ગયો છે કે ડૉક્ટર્સે ઘરેલૂ
ઉપચાર કરવાનુ પણ કહ્યું છે. જો તમને થોડી તકલીફ થવા લાગે તો તમારે ઘરેલૂ ઉપચારનો સહારો લેવો જોઇએ.

જો તમે દરરોજ સવારે નિયમિત યોગ કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. કારણ કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત
રાખવા માટે યોગ, ધ્યાન અને પ્રાણાયામ એ ખુબ જ સારો ઉપાય છે

image source

આ સિવાય મજબૂત ઇમ્યુનીટી સિસ્ટમ માટે તંદુરસ્ત ખોરાક પણ ખુબ જરૂરી છે.. દરરોજ ભોજનમાં જીરું, લસણ, હળદર અને
ધાણાનો ઉપયોગ કરવો જોઇએ.