મારુતિ લાવી રહી છે ન્યુ જનરેશન અલ્ટો 800, ફિચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

New Gen Maruti Alto Launch Details in India know Price : દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની એક નવા જ મોડલ પર કામ કરી રહી છે જે હાલની મારુતિ સુઝુકી અલ્ટો ને લાઈન અપથી રિપ્લેસ કરશે. મારુતિ સુઝુકી તેની આ ઓલ ન્યુ મોડલનું ભારતીય રસ્તાઓ પર નિયમિત ટેસ્ટિંગ કરી રહી છે. કંપનીએ આ મોડલનું કોડનેમ Y0M રાખ્યું છે. નવી કારને ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે જેના કારણે એ જણાઈ આવે છે કે કાર ટેસ્ટિંગના એડવાન્સ સ્ટેજમાં છે. મારુતિ સુઝુકી ઓલ ન્યુ મોડલને આ વર્ષે જ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની હતી પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આ કારનું લોન્ચિંગ આવતા વર્ષે થશે.

Suzuki Alto
image source

મીડિયા અહેવાલો મુજબ મારુતિએ આ ઓલ ન્યુ મોડલનું લોન્ચિંગ આવતા વર્ષ સુધી પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો છે અને હવે લગભગ 2022 ના મધ્ય ભાગમાં આ કારનું લોન્ચિંગ કરવામાં આવશે. કંપનીએ લોન્ચિંગમાં મોડું થવાનું કારણ તો નથી જણાવ્યું પણ સામાન્ય આના માટે કોરોના મહામારીને જવાબદાર ગણી શકાય જે છેલ્લા દોઢ વર્ષથી ભારતમાં કહેર ફેલાવી રહી છે અને તેની સામે બચાવ અર્થે ભારતના અનેક ભાગોમાં લોકડાઉન સહિત વિવિધ નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા હતા અને છે. આ કોરોના મહામારીને કારણે મારુતિ સુઝુકીના પ્લાન્ટની સારસંભાળ માટે નિયત સમય કરતાં વહેલો બંધ કરી દીધો હતો. એ સિવાય પણ અન્ય કેટલાક નિર્માતાઓએ કોરોના મહામારીને કારણે મજબૂર થઈ પોતાના ઉત્પાદન પ્લાન્ટ બંધ કરવા પડ્યા હતા.

ઓલ ન્યુ મારુતિ સુઝુકી 800

image source

ઓલ ન્યુ મારુતિ સુઝુકી 800 ને HEARTECT (હારટેકટ) પ્લેટફોર્મના મોડીફાઇડ વર્ઝન પર તૈયાર કરવામાં આવશે. આ સમયે મારુતિ સુઝુકીના ઘણા મોડલો આ પ્લેટફોર્મ આધારિત છે. જો કે મારુતિ સુઝુકીએ પોતાના આવનારા મોડલ વિશે કોઈ પ્રકારની માહિતી નથી આપી પરંતુ કારની સ્પાય તસવીરો દ્વારા એ જાણવા મળે છે કે નવું મોડલ હાલના મોડલ જેવું જ દેખાય છે. હા, તેનો આકાર મોટો છે.

લુક અને ડિઝાઇન

Suzuki Alto Works
image source

એ વાત સાચી કે મારુતિ સુઝુકીની આગામી કારની માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ નવી અલ્ટોને આધુનિક યુગની ડિઝાઇન મળે તેવી આશા સેવાઇ રહી છે. આ સાથે જ વાહનના આગળ અને પાછળના નવા હેડ લેમ્પ, નવા બમ્પર અને નવા ટેલ લેમ્પ સાથે એકદમ નવો લુક આપવામાં આવશે.

નવા ફીચર્સ

image source

નવી કારની કેબીન અને ઇન્ટિરિયરને પણ હાલના મોડલ કરતા અલગ હશે તેવી અપેક્ષા છે. નવી અલ્ટોમાં નવી વેગન આરથી પ્રેરિત ડિઝાઇન જોવા મળી શકે છે. ફિચર્સની વાત કરીએ તો તેમાં પહેલા આવતા હતા એ જ ફીચર્સ હોવાની શક્યતા છે. પરંતુ એક નવા ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ અને ડીઝીટલ MID સાથે રિસ્ટાઈલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ હોઈ શકે છે.

આ વિકલ્પ પણ મળી શકે

image source

નવી મારુતિ સુઝુકી 800 માત્ર પેટ્રોલ એન્જીન સાથે ઉપલબ્ધ હશે. હાલની જનરેશન અલ્ટોમાં 796 cc, ત્રણ સિલિન્ડર એન્જીન મળે છે. આ એન્જીન મેક્સિમમ 47 bhp નો પાવર અને 69 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. તેમાં પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ આવે છે. જ્યારે આગામી અલ્ટોમાં કંપનીના એસ-સીએનજી ફેકટરી ફિટેડ સીએનજી કીટ સાથે રજૂ કરવામાં આવી શકે જ્યારે ગેઅરબોક્સમાં મેન્યુઅલ અને AMT ના વચ્ચે વિકલ્પ મળી શકે.