શાહરુખ ખાનથી લઇને આ એક્ટરની માત્ર આ એક ઝલક જોઇને ફેન્સ થઇ ગયા હતા દિવાના, કોમેન્ટમાં જણાવો તમારી કેઇ ફેવરિટ રહી?

હિન્દી સિનેમામાં ઘણી બધી ફિલ્મો બને છે જેમાં જબરદસ્ત કહાની, ઇમોશન, ડ્રામાં, એક્શન બધું જ જોવા મળે છે. પડદા પર કલાકારોના અભિનયને તો પસંદ કરવામાં આવે જ છે સાથે જ ઘણીવાર ફિલ્મોમાં દર્શકો માટે રસપ્રદ સરપ્રાઈઝ પણ રાખવામાં આવે છે. એ સરપ્રાઈઝ હોય છે બોલિવુડના કલાકારોનો કેમિયો રોલ.

image source

બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો એવી બને છે જેમાં હીરો હિરોઇન સિવાય કોઈ ત્રીજા કલાકારની એન્ટ્રી ફેન્સના દિલમાં હલચલ મચાવી દે છે. બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં કલાકારોએ કેમિયો રોલ કર્યો છે જે ફેન્સને ખૂબ પસંદ આવ્યો.ક્યારેક કોઈ ગીતમાં તો ક્યારેક કોઈ ખાસ સીન માટે આ કલાકારો થોડી ક્ષણો માટે જ દર્શકોની સામે આવ્યા અને પોતાની એક ઝલકથી એમને દિવાના બનાવી દીધા. તો ચાલો આજે જણાવી દઈએ કલાકારોના અમુક કેમિયો રોલ વિશે જે દર્શકોને ખૂબ જ ગમ્યા હતા.

શાહરુખ ખાન.

image source

કરણ જોહરની ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં શાહરુખ ખાનનો કેમિયો ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા, ઐશ્વર્યા રાય બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો શાહરુખ ખાન ઐશ્વર્યાના પૂર્વ પતિના પાત્રમાં દેખાયા હતા. ફિલ્મમાં એમનો કેમિયો ખૂબ જ શાનદાર હતો અને દર્શકો પર ફરી એકવાર એમનો જાદુ ચાલી ગયો હતો. ફિલ્મમાં એમનો ડાયલોગ એક તરફા મોહબ્બત કી તાકત હી કુછ ઓર હોતી હે ઓર રીશતો કી તરહ યે દો લોગોમે નહિ બંટતી…ઘણો જ હિટ થયો હતો.

શ્રીદેવી.

image source

આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં ઘણા બધા કલાકારો કેમિયો રોલમાં દેખાયા હતા. જો કે શ્રીદેવીને જોતા જ દરેકના દિલની ધડકન વધી ગઈ જતી. લીલા શિમરી ગાઉનમાં શ્રીદેવી ખૂબ જ સુંદર લાગી રહી હતી. એ સાથે જ એમના ગુજરી ગયા બાદ પડદા પર ફેન્સને છેલ્લીવાર શ્રીદેવીને જોવાનો મોકો મળ્યો હતો જે એમને ખૂબ જ ગમ્યો હતો. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આદિત્ય રોય કપૂર

image source

ગૌરી શિંદેની ફિલ્મ ડિયર જિંદગીમાં શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ મુખ્ય પાત્રમાં દેખાયા હતા. આ ફિલ્મ સંપૂર્ણપણે આલિયાના પાત્રની આજુબાજુ ફરે છે. જો કે ફિલ્મ ખતમ થવાની થોડી મિનિટો પહેલા આદિત્ય રોય કપૂરની એન્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. એમના કેમિયો રોલ એ જણાવી દીધું કે કાયરાની કહાની હજી પણ બાકી છે.

ઈરફાન ખાન.

image source

વર્ષ 2014માં રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદરમાં શાહિદ કપૂર, તબ્બુ અને કૅકે મેનન મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. જો કે ફિલ્મમાં ઈરફાન ખાન પણ કેમિયો રોલમાં દેખાયા હતા. કહાનીમાં જે સમયે ઇરફાન ખાનની એન્ટ્રી થાય છે ત્યાંથી જ ફિલ્મની વાર્તા બદલાઈ જાય છે અને નવો વળાંક સામે આવે છે. ઇરફાનના પાત્રને ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

રણબીર કપૂર.

image source

રાજકુમારી હીરાનીની ફિલ્મ પીકેમાં આમિર ખાન, અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. ફિલ્મની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. તો ફિલ્મના અંતમાં રણબીર કપૂરનો કેમિયો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. ફિલ્મમાં એ એલિયનના પાત્રમાં જ દેખાયા હતા જે પહેલીવાર પોતાના ગ્રહ પરથી ધરતી પર આવે છે.

સલમાન ખાન.

image source

સલમાન ખાને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કેમિયો રોલ કર્યો છે. પણ અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં એમના કેમિયોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કેફે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મમાં જ્યાં કેટરીના અને રણબીરની પ્રેમ કહાની બતાવવામાં આવી હતી તો અસલ જિંદગીમાં પણ બન્નેના અફેરની ચર્ચા થવા લાગી હતી. સલમાનથી અલગ થયેલી કેટરીના કેફ રણબીર સાથે સમય વિતાવી રહી હતી. એવામાં ફિલ્મમાં સલમાનની એન્ટ્રીએ ફેન્સને ન ફક્ત હેરાન કરો દીધા પણ એમને આ ટ્વીસ્ટ ખૂબ જ પસંદ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *