પોલીસ જોતી હતી અને જાણ બહાર એક શખ્સ સાયકલ પર ઉંધો બેસીને કરી રહ્યો હતો સ્ટંટ, જેવી ખબર પડી કે….

સોશિયલ મીડિયા પર એક બાળકના સાયકલ પર સ્ટંટ કરતો એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસશો અને શેર કરીને લોકોને હસાવશો. પોલીસની જાણ બહાર સાયકલ ઉપર ઉલ્ટો બેસીને એક શખ્સ સ્ટંટ કરતો હતો. પોલીસકર્મીઓ પણ તેને શાંતિથી જોઈ રહ્યાં હતાં. પોલીસ અધિકારીઓ પર તેની નજર પડતાંની સાથે જ તેના હોશ ઉડી ગયા. તેણે પોલીસને આશ્ચર્ય સાથે જોવાની શરૂઆત કરી. આ વીડિયો આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

image source

વીડિયોમાં જોઇ શકાય છે કે બાળક ખાલી રસ્તા પર સાયકલ ચલાવતો હતો. તે સાયકલ ઉપર ઉંધો બેઠો હતો અને સ્ટંટની મજા લઇ રહ્યો હતો. તે જાણતો ન હતો કે પોલીસ આગળ બેસીને તેના સ્ટંટને જોઈ રહી છે. તે આગળ આવતાની સાથે જ તેની નજર પોલીસ પર પડી અને તેણે આશ્ચર્ય સાથે મારી સામે જોવાનું શરૂ કર્યું.

image source

વીડિયો શેર કરતી વખતે આઇપીએસ અધિકારીએ મીમ સોંગ લખ્યું ‘ઓહ નો, ઓહ નો .. ઓહ નો નો નો નો …’. તેણે હસતી ઇમોજી પણ શેર કરી. તેણે આ વીડિયો 28 એપ્રિલે શેર કર્યો છે, જેના અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. ઉપરાંત, એક હજારથી વધુ લાઈક્સ અને 100 થી વધુ રી-ટ્વીટ્સ થઈ ચૂકી છે. કોમેન્ટમાં પણ લોકોએ જબરી મનોરંજક પ્રતિક્રિયાઓ આપી છે.

image source

હજુ 8 દિવસ પહેલાંની વાત છે કે વીડિયો સામે આવ્યો હતો. સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા ભૂતકાળમાં અનેક વીડિયો વાઈરલ થયા છે. જેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથીયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ સુરત શહેરની છે. જેથી આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે, કેમ તે પણ એક મોટો વિષય છે.

સુરતમાં ભૂતકાળમાં બાઈક પર સ્ટંટ કરતા કપલ, કોલેજીયન યુવતી અને યુવકનો વીડિયો વાઈરલ થયો હતો. જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા આ વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. બાઈક કબ્જે કરી ધરપકડ કરવા સુધીની કડક કાર્યવાહી કરી હતી. ત્યારે સુરતના સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથિયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં એક યુવક બુલેટ બાઈક પર હથિયાર બતાવી તેમજ છુટ્ટા હાથે બાઈક ચલાવતો નજરે પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *