ટેક્નોલોજીથી ભરપુર આ ટ્રેક્ટર વિશે જાણીને તમારી અક્કલ કામ નહીં કરે, મોટા નેતાની કાર પણ આવી સજ્જ નહીં હોય

સામાન્ય રીતે જ્યારે કોઈ બુલેટપ્રુફ કાર કે અન્ય વસ્તુ વિશે સાંભળતાં હોઈએ ત્યારે આપણા મગજમાં કોઈ નેતા કે સેલેબ્રિટીઓ તેમજ મોટા મોટા ઉદ્યોગપતિઓનો વિચાર આવતો હોય છે. આવાં લોકો બુલેટપ્રુફ કારની અંદર ફરતા આપણે જોયા છે જેથી તેમને સુરક્ષા મળી રહે. એવા લોકો જેમને હંમેશા જીવનો ખતરો રહે છે તેઓ મોટા ભાગે બુલેટપ્રુફ ચીજોના ઉપયોગ કરતાં જોવા મળે છે. પરંતુ અહીં જે વાત થઈ રહી છે તે ખુબ જ ચોંકાવનારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં એક વ્યક્તિએ કાર કે જેકેટ નહીં પણ બુલેટપ્રુફ ટ્રેકટર બનાવી નાખ્યું છે.

image source

અત્યાર સુધીમાં કોઈએ આવું ટ્રેક્ટર જોવું તો દૂર રહ્યું પણ સાંભળ્યું પણ નહી હોય, કારણ કે ટ્રેક્ટર શબ્દ સાંભળતા જ આપણી સામે એક ખુલ્લા માથાવાળું વાહન દેખાઈ આવે. જે ખેતરોમાં દોડતું હોય. પરંતુ આજે તમને જે કિસ્સો સંભળાવવાના છીએ તે જાણીને તમને ખુબ જ નવાઈ લાગશે. આ ટ્રેક્ટર બનાવ્યું છે સોનીપતના એક ખેડૂતે. આ ટ્રેક્ટરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બુલેટપ્રુફ ટ્રેક્ટર બનાવ્યું છે. તાજેતરમાં આ ટ્રેક્ટર સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે આ વાત બહાર આવી તો સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે કે ટ્રેક્ટરને શા માટે બુલેટપ્રુફ કવચ આપવામાં આવ્યું છે.

image source

જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ખેડૂત ખેતરમાં કામ કરતો હોય છે અને ખેતરમાં ખેડૂતને સુરક્ષાની શું જરૂર પડી ગઈ કે આવું બુલેટપ્રુફ ટ્રેક્ટરની બનાવવું પડ્યું. ચારે તરફ આ ટ્રેક્ટર અને ખેડૂત વિશે ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી મુજબ હરિયાણાના સોનીપતના આ ખેડૂતે જોરદાર દિમાગ લગાવીને આ ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરને બુલેટપ્રુફ કવચ આપવા માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આ ટ્રેક્ટર ખેડૂતે પોતાના માટે બનાવ્યું છે. બુલેટપ્રુફ ટ્રેક્ટર બનાવવા પાછળનું કારણ પણ ખુબ આશ્ચર્યજનક છે.

image source

આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતો વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. બંને રાજ્યોના ખેડૂતો પાણી ઉપર અધિકારોને લઈને આમને સામને છે. જેના કારણે હરિયાણાના આ ખેડૂતે બુલેટપ્રુફ ટ્રેક્ટર તૈયાર કરાવ્યું છે કારણ કે જો સંઘર્ષની સ્થિતિ બને છે તો તે આ લડાઈમાં ભાગ લઇ શકે અને સુરક્ષિત પણ રહી શકે. આ ટ્રેક્ટર વિશે વિશેષ વાત કરીએ તો આ ટ્રેક્ટર માત્ર બુલેટપ્રુફ છે એટલું જ નહીં અન્ય સુવિધાઓ પણ જોવા મળે છે. આ સુવિધાઓ પર નજર કરીએ તો ટ્રેક્ટરની અંદર એસી અને સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.

image source

આ ટ્રેક્ટર ઉપર લાઠી, ડંડા કે ગોળીઓની કોઈ અસર થતી નથી. ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતો વચ્ચે જમીનને લઈને ઘણી વખત ઝઘડાં થતા રહે છે. જેમાં ઘણીવાર ગોળીઓ પણ ચાલે છે. આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે પરંતુ બંને માંથી કોઈ રાજ્યની સરકાર તેને હજી સુધી ઉકેલી નથી શકી. આ મુદ્દે હરિયાણાના ગામ ખુરમપુરના ખેડૂતોએ વાત કરતાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ખેડૂતોનો તેમની સાથે જમીન વિવાદને લઈને છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. તેમને કહ્યું કે યુપીના ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થઈને હુમલો કરી દે છે અને આ વાતના કારણે જ હવે તેમને બુલેટપ્રુફ ટ્રેક્ટર બનાવ્યું છે. હાલમાં આ ખેડૂતનાં બુલેટપ્રુફ ટ્રેક્ટરની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!