ઉનાળામાં ત્વચામાં નિખાર લાવવા માટે કરો ગુલાબનો આ કમાલનો ઉપયોગ, મળશે પરફેક્ટ રીઝલ્ટ

ઉનાળાની સીઝન આવતા જ તમને અનેક પ્રકારની સ્કીન સંબંધી ફરિયાદ રહે છે.ક્યાંક તો તમને પરસેવો થાય છે, ક્યાંક ખીલની સમસ્યા અને ગરમીના કારણે ક્યારેક ખંજવાળ આવવાની તકલીફ પણ રહે છે. જો તમે પણ આવી જ સમસ્યાઓથી દર વખતે હેરાન થાઓ છો તો આ ગરમીમાં અમે તમારા માટે ગુલાબના ફૂલનો ખાસ પ્રયોગ લાવ્યા છીએ. તેનાથી તમે તમારી સ્કીનને સારી રીતે સાચવી શકો છો અને તેની સાથે જ તમને અનેક સ્કીન સંબંધી સમસ્યામાંથી પણ રાહત મળે છે.

image source

તમે ભાગ્યે જ જાણતા હશો કે ગુલાબ સ્કીનને માટે કઈ રીતે ફાયદો કરે છે. ગુલાબજળનો ઉપયોગ તમે ફએસ પેકમાં કે મુલ્તાની માટી સાથે કે પછી એમ જ ગરમી દૂર કરવા કર્યો હશે. પણ ગુલાબનો આવો કમાલ તમે ક્યારેય નહીં જોયો હોય.

ગુલાબના અનેક ઉપયોગ છે

ગુલાબથી અનેક ફાયદા થાય છે. તેનો ફેસ માસ્ક અને ગુલાબજળ બંને રીતે ઉપયોગ કરી શકાય છે.

ત્વચા પર લાવે છે નિખાર

image source

ગુલાબના પાનને પીસીને ફૂદીના અને લીંબુના રસ સાથે મિક્સ કરો. તેને ફેસ પર લગાવો. આનાથી ત્વચા પર નિખાર આવે છે. તેની સાથે જ તે સ્કીન પરનું એકસ્ટ્રા ઓઈલ હટાવી દે છે. લીંબુ કાળાશ દૂર કરે છે અને ફૂદીનો પણ ઠંડક આપે છે. આ લેપ સૂકાઈ જાય એટલે ફેસ સાદા પાણીથી વોશ કરી લો. ગરમીમાં આ ઉપાય કમાલ કરે છે.

ખીલ કરશે દૂર

ગુલાબની પાંદડીઓમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે સ્કીન પરના ખીલ તથા એક્ને દૂર કરવામાં તમારી મદદ કરે છે. તેની ઠંડકના કારણે તે ડાઘ વિના ગાયબ થઈ શકે છે. આ સિવાય જો સ્કીન પર ગરમીના કારણે રેડનેસ થઈ હોય છે તેને દૂર કરવામાં પણ તે મદદ કરે છે.

બોડી ડિટોક્સમાં કરે છે મદદ

image source

તમે નહાવાના પાણીમાં પણ ગુલાબની પાંદડીઓનો પ્રયોગ કરી શકો છો. તેનાથી ગરમી દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે. નહાવાના પાણીના ટબમાં અડધો કલાક પહેલા ગુલાબની પાંદડીઓ નાંખી દો. પછી તેનાથી સ્નાન કરો. એક મસ્ત સ્મેલ પણ તમને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે.

વાળને પણ કરે છે ફાયદો

પાણીમાં થોડું ગુલાબજળ મિક્સ કરો અને પછી વાળમાં લગાવી લો. આમ કરવાથી વાળમાં જે શુષ્કતા હશે તે ખતમ થશે અને વાળ સિલ્કી અને મુલાયમ રહેશે. આ સાથે તેમાંથી એક હલ્કી સ્મેલ આવશે જેનાથી તમને તાજગી અનુભવાશે.

હોઠ પર લગાવો

image source

ગુલાબના પાનને થોડા પાણીમાં મિક્સ કરો અને તેને અન્ય દિવસે હોઠ પર લગાવો. આમ કરવાથી હોઠ કોમળ બને છે અને સાથે જ તેનો નેચરલ કલર અને ગ્લો પાછો આવે છે.

આ રીતે પણ કરી શકો છો ઉપયોગ

ગુલાબની પાંદડીઓને ઠંડા દૂધની સાથે મિક્સરમાં પીસી લો ને તેની ગાઢ પેસ્ટ બનાવી લો. આ પછી તેને ફેસ પર એકસરખી રીતે એપ્લાય કરો. સૂકાઈ ગયા બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી સ્કીન પર ગજબનો ગ્લો આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!