Site icon News Gujarat

‘ગેટ ઓફ ડેથ’ રૂવાડા ઉભા કરી દે તેવી ઐતિહાસિક જગ્યા, જ્યાં લાખો લોકોનો ગયો હતો જીવ

જર્મનીનો તાનાશાહ એડોલ્ફ હિટલરે તેમના શાસનકાળ દરમિયાન યહૂદીઓ પર કેવી રીતે અત્યાચાર ગુજાર્યો તેની દુનિયાને ખબર છે. હિટલરે ગેસ ચેમ્બરમાં કેદ કરીને લાખો યહુદીઓની હત્યા કરી હતી.

image source

તમે જર્મનીના ખુમખાર સરમુખત્યાર હિટલરનો ઇતિહાસ તમે વાંચ્યો જ હશે. કહેવામાં આવે છે કે હિટલર યહૂદીઓનો કટ્ટર દુશ્મન હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સરમુખત્યારના નાઝી સૈન્ય દ્વારા પોલેન્ડમાં સ્થાપિત શિબિરોમાં લગભગ 10 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેમાં સૌથી વધુ યહુદીઓ હતા. આ યાતના શિબિરનું નામ ‘ઓસ્તવિઝ કેમ્પ’ છે.

image source

ઓસ્ત્વિઝ શિબિરની બહાર લોખંડનો એક મોટો દરવાજો છે, જેને ‘ગેટ ઓફ ડેથ’ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મોટી સંખ્યામાં યહૂદી લોકોને ઘેટા-બકરાની જેમ ટ્રેનમાં લાવીને અહી ગેટનાં લાલવામાં આવતા ત્રાસ આપતા અને ત્યારબાદ એવી રીતે યાતનાઓ આપવામાં આવી હતી કે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી.

image source

‘ઓસ્ત્વિઝ કેંપ’ એક એવી જગ્યા હતી અને તેની એવી રીતે બનાવવામાં આવી હતી કે ત્યાંથી ભાગવું અશક્ય હતું. એવું કહેવામાં આવે છે કે શિબિરની અંદર, યહૂદીઓ, રાજકીય વિરોધીઓ અને સમલૈંગિકોને કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. આ ઉપરાંત વૃદ્ધ અને માંદા લોકો છાવણીની અંદર ગેસ ચેમ્બરમાં મૂકીને તેમને જીવતા સળગાવી દેવાયા હતા. આ ગેસ ચેમ્બરમાં મૂકીને લાખો લોકો માર્યા ગયા હતા.

ઓસ્ત્વિજ શિબિરના પરિસરમાં એક દિવાલ છે જેને ‘ડેથ ઓફ વોલ’ એટલે કે ‘મૃત્યુની દિવાલ’ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે લોકોને અહીં બંમેશા બરફની વચ્ચે ઉભા રાખીને ગોળી મારી દેવામાં આવતી હતી. નાઝીઓએ આવા હજારો લોકોને મારી નાખ્યા હતા.

image source

1947 માં નાઝીઓની આ યાતના શિબિરને પોલેન્ડની સંસદે કાયદો પસાર કરીને સરકારી સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યું. એવું કહેવામાં આવે છે કે સંગ્રહાલયની અંદર લગભગ બે ટન વાળ રાખવામાં આવ્યા છે. ખરેખર, નાઝીઓ મરતા પહેલા યહૂદીઓ અને અન્ય લોકોના વાળ કાપી નાખતા હતા, જેથી તેમાંથી કપડાં બનાવવામાં આવે. આ ઉપરાંત લાખો ચપ્પલ અને કેદીઓનો અન્ય સામાન પણ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે.

હિટલરે કરી લીધી હતી આત્મહત્યા

image source

હિટલરે તેના છેલ્લા દિવસોમાં એડમિરલ કાર્લ ડોનિટ્ઝ ઓક સ્ટેટ હેડ બનાવ્યા અને જોસેફ ગોએબલ્સને કુલપતિ તરીકે નિમણૂક કરી. તે પછી તે તેના પોતાના વ્યક્તિગત ક્વેટરમાં બ્રૌન સાથે રહેવા ગયો. પરંતુ તે સોવિયત યુનિયન દ્વારા પકડાઈ જવાનો સતત ભય હતો. આ પછી હિટલરે તેની પત્ની ઇવા બ્રૌન અને બંને કૂતરાને સાયનાઇડ કેપ્સ્યુલ્સ આપ્યા, પછી આ કેપ્સ્યુલ પોતે પણ ખાઈ લીધી. આ પછી તેણે પત્ની સાથે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હિટલરના મૃત્યુ પછી તેની નજીકના લોકોએ બંકરમાંથી તેનો મૃતદેહ કાઢ્યો અને તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી. તે જ સમયે, જ્યારે સોવિયત લશ્કર બંકર પર પહોંચી, ત્યારે તેમને ફક્ત રાખ મળી.

Exit mobile version