Site icon News Gujarat

લોટની મદદથી સરળતાથી થઈ જશે તમારા આ કામ, ફટાફટ જાણી લો ઉપાય

શું તમે ક્યારેય કીડીઓ ભગાડવા માટે કે પછી વાસણને સાફ કરવા માટે લોટનો ઉપયોગ કર્યો છે. શરત લગાવી સો કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમે લોટની મદદથી આ કામ કરી શકશો.

image source

લોટ તમારી રસોઈમાં રહેતી એવી ચીજ છે જેની મદદથી તમે અનેક કામ કરી શકો છો. ફક્ત રોટલી બનાવવાનું જ નહીં લોટથી તમે શીરો અને કુકીઝ પણ બનાવી શકો છો. આજે આપણે લોટના એવા ઉપાયો જાણીશું જેની મદદથી તમે સરળતાથી કેટલાક કામ કરી શકો છો.

તો જાણી લો આ અસરકારક અને ઘરેલૂ ઉપાયો જેને તમે લોટની મદદથી પહેલા ક્યારેય અપનાવ્યા નહીં હોય.

કીડી ભગાડવામાં મદદ કરશે

image source

જો તમારા ઘરમાં ખૂબ જ કીડી રહે છે તો તમે કીડીના દરની આસપાસ લોટ છાંટો. અથવા તો તેની મદદથી એક લાઈન કરો. કહેવાય છે કે કીડીને લોટની સ્મેલ પસંદ હોતી નથી. આ કારણે તેઓ તે જગ્યા છોડીને જતી રહે છે.

પ્લેઈંગ કાર્ડને કરી લો સાફ

image source

જો તમને કાર્ડ રમવાનો શોખ છે તો તમે ખાસ કરીને કાર્ડ્સને ગંદા કરો છો. તે ગંદા કાર્ડને સાફ કરવા તમે આ રસોઈમાં રહેલા લોટની મદદ લઈ શકો છો. તમે એક ઝિપલોક બેગ લો અને તેમાં એક મુઠ્ઠી લોટ લો. આ પછી કાર્ડ્સને બેગની અંદર નાંખો અને સારી રીતે સાફ કરો. આ પછી થોડી વાર બાદ કાર્ડ્સને કાઢીને સારા કપડાથી સાફ કરી લો. જુઓ કે કાર્ડ પહેલાથી પણ વધારે સાફ અને ચમકદાર બની હયા હશે. કેમકે લોટનો ભેજ તેલ શોષવામાં તમારી મદદ કરી શકે છે.

ખીલ કરશે દૂર

તમે ખીલથી પરેશાન રહો છો. તો થોડો લોટ લો અને સાથે તેમાં મધ મિક્સ કરો. આ મિશ્રણને ફેસ પર લગાવી લો. પછી તેને બેન્ડેડથી ઢાંકી લો. રાતભર આ કામ કરીને સૂઈ જાવ, સવારે ફેસને સારી રીતે પાણીથી સાફ કરી લો. તમને પહેલા જેવો જ ફરક જોવા મળશે.

વાસણનું શાઈનિંગ વધારવા માટે કરો ઉપયોગ

image source

જો તમે સ્ટેઈનલેસ સ્ટીલના વાસણ વાપરો છો અને તમે ઈચ્છો છો કે તેની ચમક કાયમ રહે તો એક સાફ અને સૂકા કપડામાં લોટ પાથરો. પછી વાસણને આ કપડાથી સાફ કરો. આમ કરવાથી વાસણ ચમકવા લાગશે. સિંકને ચમકદાર બનાવવા માટે પણ તમે લોટનો આ ઉપાય કરી શકો છો.

તાંબા કે પિત્તળના વાસણનો સાફ કરવા

તમે ઘરના તાંબા કે પિત્તળના વાસણને સાફ કરવા ઈચ્છો છો તો વાટકીમાં લોટ અને મીઠું એકસરખા પ્રમાણમાં લો. હવે તેની પેસ્ટ બનાવી લો અને તેમાં વિનેગર મિક્સ કરો. જ્યારે પેસ્ટ બની જાય તો પિત્તળ કે તાંબા પર તે પેસ્ટ લગાવો અને સૂકાવવા દો. આ પછી પેસ્ટ તાંબા અને પિત્તળની સાથે સૂકાઈ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો.

ડ્રાય શેમ્પૂને બદલે કરો લોટનો ઉપયોગ

image source

જો તમારું ડ્રાય શેમ્પૂ ખતમ થઈ ગયું છે તો તમે લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે મેકઅપ બ્રશની મદદથી લોટને વાળના મૂળમાં લગાવી લો. હવે 30 મિનિટ સુધી તેને રહેવા દો. આ પછી લોટ તેલ શોષવા લાગશે. આ પછી ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરો.

ગુંદર ખતમ થયો હશે તો કરશે મદદ

image source

લોટની બનેલી લઈ જે ગુંદરનું કામ કરે છે તે તમારી મદદ કરી શકે છે. સૌ પહેલા એક બાઉલમાં જરૂર જેટલો લોટ લો અને સાથે પાણીને મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટની મદદથઈ તમે ક્રાફ્ટ સરળતાથી કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version