રેખા અને ઈમરાન ખાન કરતા હતા એકમેકને પ્રેમ, લગ્નની પણ થઈ ચૂકી હતી તૈયારી, જાણો અજાણી વાતો

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી રેખા અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પ્રેમ કહાની ફરી એક વાર લોકોના મોઢે સાંભળવા મળી રહી છે. ભારત અને પાકિસ્તાનમાં એક વાત ખાસ કોમન છે તે છે બંને દેશના ક્રિકેટ અને સિનેમા જગતનું કનેક્શન. બોલિવૂડની અનેક એકટ્રેસે ક્રિકેટર્સની સાથે લગ્ન કર્યા તો અનેકના પ્રેમની ચર્ચાઓ પણ લોકોના મોઢે સાંભળવા મળી રહી છે. આજે અમે આપને ક્રિકેટ અને બોલિવૂડની દુનિયાના 2 એવા કપલ્સની વાત કરીશું જેમની પ્રેમ કહાની તમે ક્યારેય સાંભળી નહીં હોય, આ કહાની બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી રેખા અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની છે. આ બંને એકમેકના દિવાના હતા અને તેમના લગ્નની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી.

વાયરલ થઈ રહ્યો છે પેપરનું કટિંગ

image source

તમે વિચારી રહ્યા હશો કે અચાનક અમે આપને આ જૂની પ્રેમ કહાની શા માટે સંભળાવી રહ્યા છીએ. પણ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક પેપરનું કટિંગ સામે આવ્યું છે જેને લોકો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે. આ કટિંગ હવે રેખા અને ઈમરાનના પ્રેમના ડોક્યુમેન્ટની જેમ ચર્ચામાં આવ્યું છે. તેમા લખ્યું છે તેને વાંચીને તમને પણ નવાઈ લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે જે કટિંગ વાયરલ થઈ રહ્યું છે તે સ્ટાટ ન્યૂઝ પેપર તારીખ 11 જૂન 1985નું છે.

લગ્ન સંબંધિત છે આ લેખ

image source

આ કટિંગમાં તમે સ્પષ્ટ રીતે આર્ટિકલને વાંચી શકો છો. તેમાં રેખા અને ઈમરાન ખાનની એ સમયની તસવીર જોવા મળી રહી છે. સાથે જ તેમની હેડિંગ પણ બંનેના લગ્ન સંબંધિત જોવા મળી રહી છે. તેમાં લખ્યું છે કે રેખા અને ઈમરાન લગ્ન કરવાના છે.

માતાએ દેખાડી હતી કુંડળી પણ

image source

સાથે જ આ આર્ટિકલમાં ભારતીય ફિલ્મ જર્નલ મૂવીના આઘારે ખુલાસો કરાયો છે કે આ લગ્નના નિર્ણયથી રેખાની માતા ખૂબ જ ખુશ હતી. તેઓએ આ માટેની જાણકારી જ્યોતિષની સાથે વાત કરીને મેળવી હતી. કુંડળીથી સ્પષ્ટ થયું હતું અને સાથે જ આ બંનેના સંબંધને લઈને રેખાના પરિવારની મોહર પણ લાગી ચૂકી હતી.

એકસાથે વીતાવ્યો હતો મુંબઈમાં સમય

 

View this post on Instagram

 

A post shared by Rekha Ji Fanpage ✨ (@rekhajix)

અહીં એ પણ જાણકારી આપવામાં આવી રહી છે કે લગ્નના પહેલાં જ ઈમરાન ખાને રેખાની સાથે મુંબઈમાં કેટલોક સમય પણ વીતાવ્યો હતો. આ લવકપલે અનેક વાર લોકોને મુંબઈના બીચ પર અને નાઈટ ક્લબમાં પણ એકસાથે આઉટિંગમાં જોયા હતા.

ઝીન્નત અને શબાના આઝમી સાથે હતો ઈમરાનને સંબંધ?

 

View this post on Instagram

 

A post shared by Sanam Maher (@topbastard)

સ્થિતિ દેખાય છે તેટલી સીધી હતી નહી. અહીં ચોંકાવનારી એક વાત એ પણ સામે આવી રહી છે કે આ કટીંગમાં ઈમરાન ખાને પણ કહ્યું છે કે તેઓ થોડો સમય અભિનેત્રીઓ સાથે વીતાવવા ઈચ્છતા હતા. મને થોડો સમય જ તેમની સાથે રહેવાનું પસંદ છે અને પછી હું આગળ વધી જાઉં છું. હું કોઈ ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરીશ નહીં. ઈમરાનના આ નિવેદનની સાથે આગળ આ પેપરે એ પણ યાદ અપાવ્યું છે કે તેની પહેલા તેમનો ઝીન્નત અમાન અને શબાના આઝમી સાથે પણ સંબંધ રહી ચૂક્યો હતો.