Site icon News Gujarat

જેક્લીન ફર્નાન્ડિઝ કરવા જઈ રહી છે જીવનની નવી શરૂઆત, બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, જાણો શું છે નવી માહિતી

બોલિવૂડ સેલેબ્સના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે દરેક જણ તલપાપડ હોય છે. બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝના જીવન સાથે જોડાયેલી બે બાબતો વિશે માહિતી સામે આવી રહી છે. જેક્લીન તેવી અભિનેત્રીમાંની એક છે જેઓ તેમના ખાનગી જીવનને બધાની સામે લાવતી નથી. પરંતુ એવા સમાચાર છે કે જેક્લીનના જીવનમાં લવ પાર્ટનર દાખલ થઈ ગયો છે અને તેણે આ રહસ્ય આજ સુધી છુપાવ્યું છે. જે વ્યક્તિ ઉપર અભિનેત્રીનું દિલ આવી ગયું છે તે અભિનેતા નથી. એટલું જ નહીં ટૂંક સમયમાં તે પોતાના જિંદગીનો મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

image source

જેક્લીન ફર્નાન્ડીઝના ચાહકો હવે એ જાણવા માટે ઉત્સાહિત છે કે અભિનેત્રીના જીવનમાં કયા વિશેષ વ્યક્તિએ પ્રવેશ કર્યો છે. એખ અહેવાલ મુજબ, જેક્લીન એક ઉદ્યોગપતિને ડેટ કરી રહી છે, જે દક્ષિણનો છે. એટલું જ નહીં, ટૂંક સમયમાં જ તેણે તેમની સાથે શિફ્ટ થવાની યોજના બનાવી છે.

image source

અહેવાલ મુજબ જેકલીન ઘણા સમયથી જુહુ અને બાંદ્રા વચ્ચે સમુદ્ર પાસે મિલકત શોધી રહી હતી, જ્યાં તે ખાસ વ્યક્તિ સાથે રહી શકે. અહેવાલ મુજબ, ઘણી સંપત્તિઓ જોયા પછી તેણે જુહુમાં એક ઘરને અંતિમ ઓપ આપ્યો છે. ઘરનો આંતરિક ભાગ જેકલીન અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેક્લીને બંગલા માટે થોડી રકમ આપી છે, પરંતુ કાગળનું કામ હજી પૂર્ણ થયું નથી.

image source

જેક્લીને બંગલા માટે કેટલાક પૈસા આપ્યા છે અને લોકડાઉન પૂર્ણ થયા બાદ કાગળનું કામ પણ પુરુ થઈ જશે. જેક્લીન અને બિઝનેસ બંને એક સીરિયસ રિલેશનમાં છે. બંને વીડિયો કોલ દ્વારા વાતો કરતા રહે છે. બંનેએ વીડિયો કોલ દ્વારા ઘર વિશે પણ ચર્ચા કરી હતી. જો કે, જ્યારે તેણે આ વિશે જેક્લીન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અભિનેત્રીએ આ વાત વિશે મૌન ધારણ કર્યું.

image source

ચાલો તમને જણાવી દઈએ કે રેપર બાદશાહ અને જેક્લીન ફર્નાન્ડીઝની જોડી ફરી એકવાર આવી છે અને આ વખતે તેઓ ‘પાની પાની સોંગ’થી ધૂમ મચાવી છે. આ પહેલા પણ બાદશાહ અને જેક્લીન ‘ગેંદા ફૂલ’ ગીતમાં એક સાથે જોવા મળ્યા હતા અને બંગાળી સુંદરતા તરીકે જોવા મળતી જેક્લીનએ સૌનું દિલ જીતી લીધું હતું.

Exit mobile version