ફૂડ પોઈઝનિંગથી લઈને મોતનું કારણ બની શકે છે ગરોળી, જાણો ભગાડવા માટે શું કરશો

સફાઈની સાથે જો તમે ગરોળી ભગાડવાના ઉપાય પણ શોધી રહ્યા છો તો આ ટિપ્સ તમારી મદદ કરશે. આ નાના ઉપયોગની મદદથી તમે તમારા ઘરમાંથી સરળતાથી ગરોળીને દૂર કરી શકો છો. જાણો ઘરની કઈ ચીજોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તો લાભ મળે છે. સાંભળવામાં થોડૂક અજીબ લાગશે પરંતુ તમે દરેક લોકોએ ક્યારેકને ક્યારેક ગરોળીને ભગાડવા માટે કેટલાક પ્રયોગ કર્યા હશે. ગરોળી ભગાડવા માટે લગાવવામાં આવતા મોરના પીંછા તેમજ કપૂરના ઉપયોગથી પણ કોઇ રાહત મળી નથી. તો આ સહેલા ઘરેલુ ઉપાયથી સમસ્યાનો અંત આવી શકે છે.ઘણા લોકોએ ઘરની દિવાલ પર ગરોળી ચાલતી જોવા મળે છે.

image source

કેટલાક લોકો તેને નજરઅંદાજ કરી દે છે, પરંતુ તમને લગભગ ખબર નહી હોય કે, ગરોળી ઘણા પ્રકારથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેનું મલ જો ભોજનમાં ચાલ્યુ જાય તો ફૂડ પોઈજનિંગનો ખતરો હોય છે. તો દગાથી જો ગરોળી ખાવામાં પડી જાય તો, વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. ઘરમાં ગરોળી આવે તો ઘણા લોકો ડરી જતા હોય છે. આ ગરોળીનો દેખાવ જ તમને કંઈક અજુગતું ફીલ કરાવે છે. જો તમે અનેક સ્પ્રે યૂઝ કર્યા બાદ પણ ગરોળીથી છૂટકારો મેળવી શક્યા નથી તો તમે આ નાના અને સરળ ઉપાયો અજમાવીને ઘરમાંથી ગરોળીને ફટાફટ ભગાડી શકો છો. અહીં જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે તે તમને તમારા ઘરમાં સરળતાથી મળી રહે છે. તો હવે ફટાફટ ટ્રાય કરી લો આમાંથી કોઈ પણ એક ઉપાય અને ભગાડી લો ગરોળી.આવો જાણીએ કે, દરોળીને ભગાવવા ઘરેલુ નુસ્ખા.

નેપ્થેલીનની ગોળીની ગંધ પણ ગરોળીને પણ પસંદ હોતી નથી. તમે તેને કબાટમાં પણ રાખી શકો છો. ગરોળી કબાટમાં જશે નહીં.

કોફી પાવડર

image source

કોફી પાવડરને તમ્બાકુ પાવડરની સાથે મિક્સ કરી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી ત્યાં રાખી દો જ્યાં ગરોળીઓ આવી છે. તેને ખાઈને ત્યાં તો ભાગી જશે કે મરી જશે.

મોર પંખ

image source

જૂના સમયમાં લોકો મોર પંખને પોતાના ઘરની દિવાલ પર લગાવતા હતા. તેને ગરોળી ભગાવવા માટે ખૂબ કારગર માનવામાં આવે છે.

ઈંડાનું છીલકુ

ઈંડાની ગંધ ગરોળીને ક્યારેય પસંદ આવી નથી. તેથી જ્યારે પણ તમે ઈંડા ખાવ તો તેના છીલકાને ફેંકવાની જગ્યાએ ત્યાં રાખી દો જ્યાં ગરોળી આવે છે.

કાળા મરીનો સ્પ્રે

image source

કાળા મરીના પાવડરમાં મરચું પાવડર મિક્સ કરી દીવાલ પર સ્પ્રે કરી દો. તેનાથી ગરોળીઓ ભાગી જાય છે.

કોફી કત્થાની પેસ્ટ

કોફી પાવડરને કત્થામાં મિક્સ કરી ગોળીઓ બનાવી તે જગ્યાઓ પર રાખો, જ્યાં ગરોળી આવવાની આશંકા વધારે હોય છે. તેને ખાઈને ગરોળી ભાગી જાય છે.

ડુંગળીની સ્લાઈસ

image source

ડુંગળીમાં સલ્ફર વધારે પ્રમાણમાં હોય છે. તેની ગંધ ગરોળીને પસંદ આવતી નથી. ડુંગળીને સ્લાઈસમાં કાપીને તેને દોરામાં બાંધી લાઈટ્સ વગેરેની પાસે લટકાવી દો. તેનાથી ત્યાં આવનારી ગરોળી ભાગી જશે. ગરોળી ભગાડવા માટે એક બોટલમાં ડુંગળીના રસની સાથે કેટલાક લસણના રસના ટીંપા મિક્સ કરી લો. આ રસમાં થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. તે બાદ તમને લાગે છે કે જ્યાં વધારે ગરોળી આવી રહી છે ત્યાં આ રસને છાંટી દો. આમ કરવાથી ઘરમાં ગરોળી આવશે નહીં.

લસણની કળીઓ

image source

ગરોળીને ભગાડવા માટે નેક્થલીનની ગોળીઓ પણ ખૂબ જ કારગર હોય છે. આ ખૂબ સારી કીટનાશક હોય છે. તેથી તેને વોર્ડરોબ, વોશવેસિન વગેરેમાં નાખવામાં આવે છે. જે જગ્યાએ આ બોલ્સ રહેશે ત્યાં ગરોળી આવશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત