OMG: અહિંયા મૃત્યુ બાદ લાશને ખાઇ જાય છે આ લોકો, આ અજીબોગરીબ પરંપરા વિશે વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

દુનિયાભરમાં એવી અનેક રહસ્યમય પ્રજાતિ છે જેના વિશે સામાન્ય લોકો વધારે જાણકારી ધરાવતા નથી હોતા. આમ હોવાનું કારણ છે કે આ પ્રજાતિ અન્ય લોકોથી અલગ અલાયદું જીવન જીવતી હોય છે. તેઓ સમાજની સાથે રહેતા નથી. તેમની એક અલગ જ દુનિયા હોય છે. આવા લોકોનું જીવન જેમ સામાન્યથી લોકોથી અલગ હોય છે તેમ તેમના રીત રીવાજો પણ અન્યથી અલગ હોય છે.

image source

આવી જ એક વિચિત્ર ટ્રાઈબ વસે છે બ્રાઝીલ અને વેનેઝુએલા વચ્ચે આવેલા અમેઝોનના જંગલોમાં. આ લોકોને યાનોમામી જનજાતિ તરીકે ઓળખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જનજાતિની એક પરંપરા છે જેમાં તેઓ મૃત્યુ બાદ સ્વજનોના અંતિમ સંસ્કાર તો કરવામાં આવે છે. પરંતુ અંતિમ સંસ્કાર બાદ તેઓ સ્વજનનું માંસ અને હાડકા જે ચિતામાં બચી ગયા હોય તેને ખાઈ જાય છે.

image source

એમેઝોનના વર્ષાવનમાં રહેતી યાનોમામી જનજાતિ જે આ વિચિત્ર પ્રથાનું પાલન કરે છે તેમનું માનવું છે કે મૃત્યુ બાદ શરીરમાંથી જે આત્મા નીકળે છે તેને સંરક્ષિત રાખવાની હોય છે. તેમનું માનવું છે કે આત્માને ત્યારે જ શાંતિ મળે છે જ્યારે લાશને સંપૂર્ણ રીતે બાળી નાખવામાં આવે અને ત્યારબાદ જે માંસ અને હાડકા વધ્યા હોય તેને તે મૃતકના સંબંધીઓ દ્વારા ખાવામાં આવે.

image source

આ જ કારણ છે કે અહીં કોઈને દફન કરવામાં આવતા નથી. અહીં મૃત્યુ બાદ શરીરને બાળવામાં આવે છે. શબને બાળ્યા બાદ જે રાખ વધે છે તેમાંથી તેઓ ચહેરા પેઈન્ટ કરે છે. તેઓ સ્વજનના મૃત્યુ બાદ ગીતો ગાઈને પોતાનો શોક વ્યક્ત કરે છે.

image source

જણાવી દઈએ કે આ ટ્રાઈબની આબાદી અંદાજે 35,000 છે. વર્ષ 1940માં પહેલીવાર આ ટ્રાઈબની જાણકારી દુનિયા સામે આવી હતી. જ્યારે બ્રાઝીલની સરકારે વેનેઝુએલાથી સીમા રેખા નક્કી કરવા તેની ટીમ મોકલી હતી ત્યારે આ ટ્રાઈબ વિશે જાણકારી દુનિયા સામે આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્રાઈબના લોકો બહારની આધુનિક દુનિયા સાથે કોઈ સંપર્ક રાખવા ઈચ્છતા નથી. તેઓ એક સર્કલમાં ઝુંપડીઓ બનાવી એક સાથે 400 જેટલા લોકો સાથે રહે છે.

image source

અહીં વસતી ટ્રાઈબ અંદાજે 15 હજાર વર્ષ પહેલા એશિયા અને અમેરિકાથી આવી અહીં વસી છે. અહીંના લોકો મેડિકલ સુવિધાના અભાવના કારણે ગંભીર બીમારીઓથી ગ્રસ્ત પણ રહે છે. જો કે આ ટ્રાઈબ વિશે જાણકારી સામે આવ્યા બાદ કેટલાક એનજીઓ અહીં સક્રીય થયા છે અને તેઓ આ જનજાતિને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!