Site icon News Gujarat

સૂમસામ રસ્તો જોઇને 4 યુવકોએ લગાવી બાઇકની રેસ, પછી મોતનો એવો ખેલ શરૂ થયો કે 3 યુવાનોના પ્રાણ પંખેરુ ઉડી ગયાં

આજના જમાનામા યુવાનોમા કઇક નવુ પરાક્ર્મ કરવાનુ ભુત સવાર છે. આવા વિચારોથી ઘણા સારા પરિણામ પણ સામે આવતા હોય છે પણ ઘણા લોકો ખોટા રસ્તે ચડેલા જોવા મળતા હોય છે. ઘણી વખત આવા કામથી લોકોનો જીવ પણ જતો હોય છે. અહી પણ એક એવી જ ઘટના સામે આવી છે. આ ઘટના મધ્યપ્રદેશના જબલપુર વિસ્તારમાથી સામે આવી છે. અહી 3 મિત્રોએ બાઇકરેસ દરમિયાન જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ ઘાયલ યુવાનોમાથી એક હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે લડી રહ્યો છે.

image source

આ ઘટના વિશે વાત કરીએ તો ચારેય જણ મિત્રની બર્થ ડે પાર્ટીમાં સામેલ થવા માટે ગયા હતા. તેઓ 2 બાઇક પર સવાર થઈને નર્મદા દર્શન કરવા જઈ રહ્યા હતા. મધ્યરાત્રિનો સમય હોવાથી રસ્તો પણ એકદમ સૂમસામ હતો. આવુ એકાંતનુ વાતાવરણ જોઈને તેમને બાઇકની રેસ લગાવવાનુ નક્કી કર્યુ. આ 4 યુવાનો રેસની શરૂઆત કરી આ દરમિયાન બાઇકની સ્પીડ 80ની ઉપર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. 80ની ઉપર બાઇકની સ્પીડ પહોંચી ગઈ અને તે જ સમયે અચાનક વળાંક આવ્યો. આ વળાંકને લીધે બંને બાઇકનુ નિયંત્રણ ખોરવાઈ ગયું હતું. બાઇક પરથી ચલાવનારા યુવકનુ નિયંત્રણ ફગ્યુ અને દુર્ઘટના સર્જાઇ હતી. પછી લાઇટના થાંભલા સાથે ટકરાયા બાદ ડિવાઇડર સાથે બાઇક ખુબ જ જોરથી અથડાઇ ગઈ હતી.

image source

આ કેસમાં હાલમાં મળતી માહિતી મુજબ અકસ્માતમાં 2 મિત્રોને માથાના ભાગે વધારે ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ તેમનાં મૃત્યુ થયાં હતાં. આ પછી શુક્રવારે સવારે ત્રીજા મિત્રનું જબલપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનુ જાણવા મળી રહ્યુ છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ 12:15 વાગ્યે થયુ હતુ. આ પછી મૃતકોની ઓળખ આમનપુર મદનમહલ રહેવાસી હર્ષ ઉર્ફે હર્ષિત બર્મન (17), સમીર ઉર્ફે શંભુ ઝારિયા (18) અને લોઢી શેરી રહેવાસી લલિત ડેહરિયા (19) તરીકે થઈ હતી.

image source

આ સમાચાર પરિવારજનોને મળતાંની સાથે જ હાહાકાર મચી ગયો હતો. જાણવા મળ્યુ છે કી બે મિત્રોનાં ઘર એક જ શેરીમાં હતાં. મધરાત્રે પરિવારજનોને ફોન આવ્યો ત્યારે પરિવારના લોકો સૂઈ રહ્યાં હતા. અકસ્માતના સમાચાર મળતાંની સાથે જ પરિવારમા શોકનું વાતાવરણ છવાઇ ગયુ હતુ.

image source

નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર બાઇક MP 20 NM 3407 અને MP 20 MX 3862 પે સવાર થઈને ચારેય યુવક રેસ લગાવી રહ્યા હતા. મધ્યરાત્રિ હોવાથી તેઓ સૂમસામ રોડ પર 80થી 90ની ઝડપે રેસ લગાવી રહ્યા હતા. ત્યાના રસ્તા વિશે વાત કરીએ તો ખંડારીબ્રિજ પર રસ્તો નીચો છે અને ત્યાર બાદ ચઢાણવાળો વળાંક ચાલુ થાય છે. એ જ સમયે પુરપાટ ઝડપી ગતિને કારણે બંને બાઇકચાલકોએ બાઇક પરનો કાબૂ ગુમાવતાં પહેલાં લાઇટના થાંભલા સાથે અને પછી ડિવાઇડર સાથે બાઈકો અથડાઇ હતી. અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં હર્ષ અને સમીરનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. આમનપુરના રહેવાસી કૃષ્ણા મહરાની ઉમર 17 વર્ષ જ છે. તેની હાલમા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે એવી માહિતી પણ જાણવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version