ગુજરાતમાં 2 દિવસ હિટવેવની આગાહી, જાણો ક્યાં સુધી પહોંચશે ગરમીનો પારો

આગામી દિવસોને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહીમાં કહેવાયું છે કે ગરમી આવનારા દિવસોમાં પોતાનું રૌદ્ર રૂપ દેખાડશે. ટૂંક સમયમાં એટલે કે આવનારા 2 દિવસમાં ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

image source

રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે આવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા 48 કલાકમાં દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન ઊંચુ રહેશે તેવી સંભાવનાઓ કરવામાં આવી રહી છે. અહીં પારો 40 ડિગ્રીને પાર કરી શકે છે. ઉનાળો પોતાનો રંગ દેખાડવાનું માર્ચથી જ શરૂ કરી રહ્યો છે.

image source

હવામાન વિભાગની તરફથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો રાતના સમયે થોડી રાહત આપી શકે છે. આ સિવાય ઠંડા પવનની અસરના કારણે આવનારા 3 દિવસમાં પારો ઉપર રહેવાની શક્યતા છે. માર્ચ મહિનાથી જ આકરા ઉનાળાનો સામનો કરવા માટે નગરજનોએ તૈયાર રહેવું પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

image source

આજે એટલે કે મંગળવારે 12 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી સુધી રહ્યો છે તો આ ગરમી આવનારા 2 દિવસમાં 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. એક તરફ કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં શહેરીજનોએ સાવધાન રહેવાની જરૂર છે. ભારતીય હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું હતું અને તે સાચું પણ ઠરી રહ્યું છે. ગરમી દિવસે ને દિવસે તેનું રૌદ્ર રૂપ ધારણ કરી રહી છે. આગ ઝરતી ગરમી સામે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

image source

આ સાથે જ હવામાન વિભાગે ગુજરાત સિવાય અન્ય કેટલીક જગ્યાઓના વાતાવરણને લઈને પણ આગાહી કરી છે જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ભારત, મધ્ય ભારત (છત્તીસગઢ, ઓડીસા,) પશ્ચિમ (ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ)ના કેટલાક વિસ્તાર તેમજ દરિયા કિનારાના કેટલાક વિસ્તારમાં સામાન્ય કરતા માર્ચ થી મે મહિનામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું નોંધાશે. હિમાલયની તળેટી, ઉત્તર ભારત, ઉતરપૂર્વ ભારત તેમજ મધ્ય ભારતના પશ્ચિમના ભાગોમાં તેમજ દક્ષિણ ભારતના ભાગોમાં સામાન્ય કરતા તાપમાન નીચું રહેશે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. દરેક વિસ્તારનું તાપમાન અલગ અલગ રહેતું હોય છે અને તાપમાન નક્કી કરવા માટેના પણ માપદંડ છે.

image source

માર્ચ મહિનાથી ગુજરાતમાં ઉનાળાની ગરમીનો અહેસાસ શરૂ થઈ જાય છે. ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. તાપમાન 36 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તાપમાન પણ વધતું જશે. જેના કારણે દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થશે. પરંતુ લઘુતમ તાપમાન પણ ઉંચું જશે એટલે રાતે પણ ગરમીનો અહેસાસ થશે. જોકે હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ ઉનાળામાં કાળઝાળ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!