દેશ આ 16 વર્ષના છોકરાને ક્યારેય નહીં ભૂલે, કોરોના કાળમાં દર્દીઓની મદદ માટે આખા 7 લાખ રૂપિયા ભેગા કર્યા

કોરોનાની બીજી લહેરે દેશને ખરાબ અસર કરી છે. આ મહામારીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘણા લોકો હજી પણ તેના સંક્રમણમાં ફસાયેલાં છે. લોકોએ તેમના પરિવારોને તેમની નજર સામે મરતા જોયા અને તેઓ કંઈ કરી શક્યા નહીં.

image source

આ ખૂબ જ પીડાદાયક ક્ષણ હતી. કોરોના બાબતે એકથી એક કિસ્સાઓ દુઃખ પહોંચાડે તેવા આવી રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં ઘણા લોકો મદદ માટે પણ આગળ આવી રહ્યાં છે. હાલમાં આવો જ એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે જે બધા માટે પ્રેરણાદાયી છે.

image source

મળતી માહિતી મુજબ 16 વર્ષના બાળકએ કોરોના દર્દીઓની સહાય માટે 7 લાખ રૂપિયા ભેગા કર્યા છે અને તેનો ઉપયોગ ઓક્સિજન કન્ટેનર ખરીદવા માટે થાય છે. એક રિપોર્ટમાં આપવામાં આવેલ માહિતી મુજબ ચંદીગઢનો રહેવાસી ગર્વ સિંહે આ કામ કર્યું છે તેની ઉંમર 16 વર્ષ છે. જાણવા મળ્યું છે કે તેણે કોવિડના દર્દીઓની સહાય માટે ઓનલાઇન રૂપિયા ભેગાં કર્યા છે. તેણે આ રકમ ઓક્સિજન કન્ટેનર ખરીદવા માટે ભેગી કરી છે.

image source

આ અંગે ગર્વ સિંહે કહ્યું હતું કે મે 50,000 રૂપિયા ની બચતથી સાથે એક કોન્સેંટર ખરીદ્યું હતું. નાની ઉંમરે તેનાં આ કાર્ય બદલ સૌ તેનાં વખાણ કરી રહ્યાં છે. જો કે હાલમાં આંકડાઓ ફરી એકવખત ઘટી રહ્યાં છે જે સારા સમાચાર છે. આ માટે અનેક રાજ્યોએ લોકડાઉન જેવા પગલાં પણ લીધાં છે.

image source

તેણે આ અંગે આગળ કહ્યું હતું કે મેં ભંડોળ ભેગુ કરાવવાનું કામ શરૂ કર્યું અને ત્યાંથી આવેલા પૈસાથી કન્ટેનર ખરીદી કરી છે. તે કહે છે હું તે જરૂરતમંદોને આપીશ જેથી આ રોગચાળા દરમિયાન મહત્તમ લોકોને બચાવી શકાય. તેનાં આ કામ માટે સૌ કોઈ તેને વધાવી રહ્યાં છે. આ માટે લોકો કોમેન્ટ કરીને કહી રહ્યાં છે કે એમને તેનાં પર ગર્વ છે.

જાણવા મળ્યું છે કે અગાઉ 15 વર્ષીય અમેરિકન ભાઇ-બહેનોએ કોવિડ-19 દર્દીઓ માટે 2,80,000થી વધુ રકમ ભેગી કરી લીધી છે. તેણે જિયા, કરીના અને અરમાન ગુપ્તા સાથે બિન-લાભકારી સંસ્થા ‘લિટલ મેન્ટર્સ’ના સ્થાપક મળીને આ રકમ ભેગી કરી છે.

આ રકમ તેમના સ્કૂલના મિત્રો અને તેમના પરિવાર પાસેથી એકત્રિત કરી હતી. આ દ્વારા જરૂરીયાતમંદ લોકોની મદદ પણ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *