10 જીંદગીનો ભોગ લેનાર તારાપુર અકસ્માતને લઈ થયો મોટો ઘટસ્ફોટ

બુધવારની સવાર રાજ્યના જ નહીં દેશભરના લોકોને અરેરાટી કરાવી દે તેવી ઘટના સાથે થઈ હતી. બુધવારે ગુજરાતમાં એક અકસ્માત થયો હતો જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. આ અકસ્માત તારાપુર નજીક હાઈવે પર જ્યાં એક ઈકો કાર ટ્રકમાં ઘુસી જતાં કારમાં સવાર તમામ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતને લઈને એક મોટો ખુલાસો આજે થયો છે.

image source

ઈકો અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર ઈકોમાં સવાર 9 લોકો સુરત તરફથી ભાવનગરના વરતેજ તરફ આવી રહ્યા હતા ત્યારે વરતેજ મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે પર કાળ ભેટી ગયો. ઈકો કાર અને ટ્રક વચ્ચે દુર્ઘટના સર્જાઈ અને જેમાં ઈકોકાર રીતસર બુકડો બોલી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં બેઠેલા લોકોની બોડી પણ ક્ષતવિક્ષત થઈ ગઈ હતી.

image source

ઘટનાની જાણ થતા પોલીસ તુરંત અકસ્માતના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરુ કરી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જે ટ્રક સાથે અકસ્માત થયો તે ટ્રક મધ્ય પ્રદેશનો છે જ્યારે ઈકો કાર જામનગર આરટીઓમાં પેસેન્જર વાહન તરીકે નોંધાયેલી છે. વરતેજનો પરીવાર કાર ભાડે કરી અને માલેગાવ મૃતક મુસ્તફા માટે છોકરી જોવા ગયા હતા. પરીવાર છોકરી જોઈ અને વરતેજ પરત ફરી રહ્યો હતો. આ સમયે ઈકો કાર ડ્રાઈવર નહીં પરંતુ કન્યા જોવા ગયેલા વરરાજા મુસ્તફા ચલાવી રહ્યા હતા.

image source

આ અકસ્માત થયો ત્યારે ડ્રાઇવર સીટ પર ઈકોનો ડ્રાઇવર નહીં પરંતુ મુસ્તફા હતો. વિગતો સામે આવી આવી છે કે માંલેગાવથી ભાવનગરનો રસ્તો લાંબો હોવાતી મુસ્તફા સહિત અન્ય એક પરિવારના સભ્યએ પણ ગાડી ચલાવી હતી. કાર ચલાવતા હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. કાર ચલાવતા ચલાવતા જે વીડિયો વાયરલ થયો હતો તેમાં પરીવારના સભ્યો ખુશ જણાતા હતા. પરંતુ તેમને એ વાતનો ખ્યાલ ન હતો કે આગળ જતાં તેમને કાળ આંબી જશે. અકસ્માત સર્જી ટ્રકનો ડ્રાઈવર પણ ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.

image source

તારાપુર નજીક થયેલા આ અકસ્માતને લઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરીવારને 2-2 લાખની સહાયની જાહેરત પણ કરવામાં આવી હતી.

જો કે આ અકસ્માતને લઈને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અકસ્માત સમયે કાર ડ્રાઈવર નહીં પણ અન્ય વ્યક્તિ ચલાવી રહ્યો હતો. આ સિવાય આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે પણ સામે આવી શક્યું નથી.