Site icon News Gujarat

વાસ્તુ ટિપ્સઃ ઘરમાં આ 6 ચીજોને રાખી લેશો તો નહીં પડે આર્થિક તંગી, રહેશે સુખ, સમૃદ્ધિ અને શાંતિ

વાસ્તુના અનુસાર અનેક એવી ચીજો હોય છે જેને ઘરમાં રાખવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. સાથે જ ઘરમાં શાંતિ પણ જળવાઈ રહે છે. કેટલીક નાની વસ્તુઓ હોય છે જેને તમે ઘરમાં રાખી લો છો તો પરિવારમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. અને તે કોઈના દુઃખનું કારણ બનતી નથી.

image source

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો માહોલ કાયમ રહે. ધન અને ધાન્યની ક્યારેય અછત ન થાય. આ માટે તે અનેક ઉપાયો પણ કરતો રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ ચીજોનો ઉલ્લેખ વિસ્તારથી કરાયો છે. વાસ્તુ અનુસાર અનેક વસ્તુઓ એવી હોય છે જેને ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં બાધા આવે છે. અનેક ચીજો એવી હોય છે જેને ઘરમાં રાખી લેવાથી સુખ અને સમૃદ્ધિમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. તો જાણો કઈ વસ્તુઓ છે જેને વાસ્તુમાં ઘરમાં રાખવા માટે અને સાથે તમારી સફળતા માટે યોગ્ય ગણાવવામાં આવી છે.

image source

વાસ્તુ અનુસાર તમારા ઘરમાં વાસ્તુમાં ધ્યાન રાખો કે પાણીની ટાંકી મકાનની છત પર તૈયાર થાય ત્યાકે તે પશ્ચિમ દિશામાં રાખવામાં આવે. આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ ઝડપથી આવતી નથી. ઘરી આર્તિક સ્થિતિ પણ સુદૃઢ રહે છે. આ સાથે જ ઘરના સભ્યોમાં એકમેકને માટે પણ પ્રેમભાવ કાયમ રહે છે.

image source

વાસ્તુ અનુસાર ઘરમાં ધાતુની માછલી કે કાચબો રાખો. આમ કરવાથી ઘરની પરેશાની દૂર થાય છે. ઘરમાં હંમેશા ધનનું આગમન થતું રહે છે અને દરિદ્રતા દૂર થાય છે અને વળીને ઝડપથી પાછી આવતી નથી,

લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ગરમાં ઉત્તર દિશા તરફ લક્ષ્મી દેવીની એવી મૂર્તિ કે જે કમળ પર બિરાજમાન છે અને સાથે સોનાન સિક્કાઓથી ઘેરાયેલી છે તેને સ્થાપિત કરો. આમ કરવાથી પણ ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સાથે ધનની ખામી દૂર થાય છે.

image source

જ્યારે પણ ઘરમાં ઉત્તર દિશાની તરફ પાણીનો ઘડો ભરીને રાખવામાં આવે છે કો ઘરમાં ધનની તંગી ઝડપથી દૂર થાય છે. આ ઘડો પાણીથી ભરેલો રહે તે ધ્યાન રાખવું જરૂરી છે. દો તે ખાલી રહેશે તો તમારી સમૃદ્ધ અધોગતિમાં ફેરવાઈ જશે તો ધ્યાનથી આ ઉપાય પણ તમે કરી શકો છો.

આ સિવાય તમે ઘરમાં ચાંદી, પિત્તળ કે તાબાના પિરામિડને સ્થાપિત કરી શકો છો. તેનાથી ઘરમાં બરકત આવે છે. પિરામિડને કોઈ એવી જગ્યાએ રાખો જ્યાં પરિવારના દરેક સભ્ય એક સાથે અહીં સમય પસાર કરી શકે અને સાથે દરેકને તેનો લાભ મળી શકે. પિરાણિડને ઘરમાં રાખવાથી તે નકારાત્મક ઉર્જા ખેંચે છે અને સાથે જ ઘરમાં સમૃદ્ધિના દ્વારા ખોલે છે.

Exit mobile version