Site icon News Gujarat

100 દિવસ ચાલ્યો હતો આ નરસંહાર, પોતાની પત્નીની જ હત્યા કરવા લાગ્યા હતા લોકો

ઇતિહાસનાં પાનામાં એવા ઘણા નરસંહાર વિશે વાંચવા મળે છે, જેને ક્યારેય ભૂલાવી શકાય નહિં. આફ્રિકાના દેશ રવાંડામાં પણ આવો જ એક હત્યાકાંડ થયો હતો. એવું કહેવામાં આવે છે કે 100 દિવસ ચાલેલા આ ભયાનક હત્યાકાંડમાં એક કે બે નહીં, પરંતુ આઠ લાખ લોકો માર્યા ગયા હતા. જો આ ઘટનાને ઇતિહાસનો સૌથી મોટો નરસંહાર કહેવામાં આવે, તો તે કંઈપણ ખોટું નહીં હોય. તો ચાલો જાણીએ આ ઘટના વિશે વિગતવાર.

નરસંહારની શરૂઆત 1994માં થઈ હતી

image source

હકીકતમાં, નરસંહારની શરૂઆત 1994માં રવાંડાના રાષ્ટ્રપતિ જુવેનલ હબિયારિમાના અને બરુન્ડીના પ્રમુખ સિપરેનની હત્યાથી થઈ હતી. આ બંને રાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનાને કારણે મોત નીપજ્યું હતું. જો કે, હજી સુધી તે સાબિત થયું નથી કે વિમાનને ક્રેશ કરવામાં કોણ સામેલ હતું. પરંતુ કેટલાક આ માટે રવાન્ડાના હુતુ ઉગ્રવાદીઓને દોષી ઠેરવે છે, જ્યારે કેટલાક માને છે કે રવાંડા પેટ્રિઆક ફ્રન્ટ (આરપીએફ) એ કર્યું છે.

image source

કારણ કે બંને રાષ્ટ્રપતિઓ હુતુ સમુદાયના હતા, હુતુ ઉગ્રવાદીઓએ હત્યા માટે રવાન્ડા પેટ્રિયાક ફ્રન્ટને દોષી ઠેરવ્યો હતો. તે જ સમયે, આરપીએફનો આરોપ છે કે આ જહાજ હુતુ ઉગ્રવાદીઓ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું, જેથી તેઓ હત્યાકાંડ માટે કોઈ બહાનું શોધી શકે.

આ હત્યાકાંડ બે સમુદાયના લોકો વચ્ચેનો જાતીય સંઘર્ષ

image source

વાસ્તવમાં આ હત્યાકાંડ તુત્સી અને હુતુ સમુદાયના લોકો વચ્ચેનો જાતીય સંઘર્ષ હતો. ઇતિહાસકારોના મતે, 7 એપ્રિલ 1994થી લઈને આગળના 100 દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષમાં હૂતૂ સમુદાયના લોકોએ તુત્સી સમુદાયથી આવતા પોતાના પડોશીઓ, સંબંધીઓ અને અહિયાં સુધી કે પોતાની પત્નીઓને પણ મારવાનું શરૂ કરી દીધુ.

image source

હુતુ સમુદાયના લોકોએ તૂત્સી સમુદાય સાથે સંબંધ રાખનાર તેમની પત્નીઓને માત્ર એટલા માટે મારી નાખી કારણ કે તેઓએ તેમ ન કર્યું હોત તો તેમની જ હત્યા કરવામાં આવી હોત. એટલું જ નહીં, તૂત્સી સમુદાયના લોકોની હત્યા તો કરવામાં આવી જ પરંતુ આ સમુદાયની મહિલાઓને સેક્સ સ્લેવ બનાવીને રાખવામાં આવી હતી.

લાખો લોકોએ અન્ય દેશોમાં આશરો લીધો હતો

image source

જો કે, એવુ નથી કે આ હત્યાકાંડમાં ફક્ત તૂત્સી સમુદાયના જ લોકોની હત્યા કરવામાં આવી હોય, તેમાં હૂતુ સમુદાયના હજારો લોકો પણ મરી ગયા હતા. કેટલાક માનવાધિકાર સંગઠનો અનુસાર, રવાન્ડાની સત્તા સંભાળ્યા બાદ રવાન્ડા પેટ્રિક ફ્રન્ટ (આરપીએફ)ના લડવૈયાઓએ હુતુ સમુદાયમા હજારો લોકોની હત્યા કરી હતી. જણાવી દઈએ કે આ હત્યાકાંડથી બચવા માટે રવાન્ડાના લાખો લોકોએ અન્ય દેશોમાં આશરો લીધો હતો.

સુનાવણી પહેલા 10 હજાર લોકો જેલોમાં મૃત્યુ પામ્યા

image source

રવાન્ડા નરસંહારના આશરે સાત વર્ષ પછી 2002માં આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટની રચના કરવામાં આવી હતી, જેથી હત્યા પાછળ જવાબદાર લોકોને સજા કરવામાં આવી શકે. જોકે, હત્યારાઓને ત્યાં સજા થઈ શકી ન હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તાંઝાનિયામાં આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલની રચના કરી, જ્યાં ઘણા લોકોને નરસંહાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા આપવામાં આવી.

image source

આ ઉપરાંત રવાન્ડામાં સોશિયલ કોર્ટ્સની પણ રચના કરવામાં આવી હતી, જેથી હત્યાકાંડ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થઈ શકે. એવું કહેવામાં આવે છે કે સુનાવણી પહેલા લગભગ 10 હજાર લોકો જેલોમાં મૃત્યુ પામ્યા હતા. જાતીય સંઘર્ષના કારણે થયેલા આ નરસંહારને કારણે રવાન્ડામાં જનજાતિઓ વિશે બોલવું એ ગેરકાયદેસર બનાવવામાં આવ્યું છે. સરકારના કહેવા મુજબ, આમ એટલા માટે કરવામાં આવ્યું કારણે તેનાથી લોકોમાં નફરત ન ફેલાય અને રવાન્ડાને આવી બીજી ઘટનાઓનો સામનો ન કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version