VIDEO: અમુક લોકો અઘરા હોય છે, વેન્ટિલેટર બેડ પર સુતા-સુતા આ શોખીન કાકા માણી રહ્યાં છે તમાકુંની મોજ

કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ છે. નવા નોંધાયેલા આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. એક તરફ વેક્સિન આપવાનું કામ દેશભરમાં ખુબ તેજીથી આગળ વધારવામાં આવી રહ્યું છે. લોકો ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ માટે લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. આ વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે ચોંકી જશો. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચોંકાવનારી વાત એ છે કે જ્યાં એકતરફ લોકોને બેડ કે વેન્ટિલેટર નથી મળી રહ્યાં ત્યારે આ માણસ હોસ્પિટલની અંદર બેડ પર સુતા સુતા પણ પોતાનાં નશાની મજા લઇ રહ્યો છે.

image source

વીડિયોમાં જોઇ શકાય છે કે તે વ્યક્તિ વેન્ટિલેટર બેડ પર સૂતા સૂતા તમાકુની મોજ કરી રહ્યો છે. આમ તો મીડિયા પર એવા ઘણાં વીડિયો વાયરલ થાય છે જેને પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ કપરા કોરોનાકાળ વચ્ચે વેન્ટિલેટર પર આ રીતે વ્યસન કરતાં આ માણસની બધા ટીકા કરી રહ્યાં છે. આ વીડિયો હવે ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને કેટલાક લોકો હસી રહ્યાં છે અને કેટલાક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

image source

તમાકું ખાઈ રહેલાં આ માણસની હાલત વિશે વાત કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે મે એક દર્દી ગંભીર હાલતમાં વેન્ટિલેટર સૂતેલો છે અને તેના મોમાં ઓક્સિજન પાઇપ છે. અચાનક આ માણસ બેડ પર જ થોડો ઉભો થાય છે અને તમાકુ એટલે કે ગુટખા બહાર કાઢે છે અને તેને હાથમાં ઘસી રહ્યો છે. નશો કરવાની આ લત મરતી વેળા સુધી લોકો છોડવા તૈયાર નથી. જ્યાં લોકોને આજે બેડ કે ઓક્સીજન મળી નથી રહ્યાં ત્યાં આ માણસ પોતાની મોજ માણી રહ્યો છે.

image source

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક મહિલા દર્દીની પાસે બેઠી છે. એક નર્સ પણ તેની સંભાળમાં લાગેલી છે. પરંતુ તે તેની પોતાની ધૂનમાં છે. દર્દીની આ વિચિત્ર હરકત કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વીડિયો 30 સેકન્ડનો છે. હાલમાં ટ્વિટર પર અત્યાર સુધીમાં આ વીડિયો ને 949 લોકોએ જોયો છે અને 21 યુઝર્સે પણ તેને રીટ્વીટ કર્યું છે.

મોટાભાગના લોકો કમેન્ટમાં આ ક્યારેય ન છૂટી શકે એવી ટેવ છે તેવું કહી રહ્યાં છે તો બીજી તરફ ઘણાં લોકો હાસી ઉડવી રહ્યાં છે. આ અંગે આઇપીએસ અધિકારી રૂપીન શર્માએ આ વાયરલ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં ઉમેર્યું હતું કે બીજી મહત્વની વસ્તુ. છોડીશું ન તારો સાથ, છેલ્લા શ્વાસ સુધી..દારૂ હજી પણ ટોપ લિસ્ટમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *