જાણો નાની ઉમરે થતા કેન્સર સાથે જોડાયેલ ભ્રમ તેમજ થોડા તથ્યો વિષે, જાણવા જેવા છે આ અગત્યની બાબતો..

મિત્રો, ‘કેન્સર’ એ એક એવી બીમારી છે કે, જે સાંભળતા જ લોકોમા ભયની લાગણી પ્રસરે છે. આ બીમારી વિશે એવું કહેવાય છે કે તેનો અર્થ જ ‘કેન્સલ’ સમજવો એટલે કે કેન્સરનો દર્દી ‘કેન્સલ’ જ થઇ જાય છે અને મૃત્યુને ભેટે જ છે. પરંતુ એવું નથી, હવે તબીબી ક્ષેત્રે પણ નોંધ પાત્ર સફળતા જોવા મળી રહી છે અને આ બીમારીથી પીડાતા અનેક દર્દીઓ સાજા થઇને લાંબુ આયુષ્ય ભોગવે છે. તેવી જ રીતે બાળકોમાં થતાં કેન્સર વિશે પણ અમુક ભ્રમ અને અગત્યના પરિબળો છે, જેને જાણવા ખરેખર જરુરી છે.

image source

એક અભ્યાસ મુજબ આ બીમારીના કુલ કેસોમાંથી ૩-૪ ટકા કેસો બાળપણમા થવાવાળા કેન્સરના હોય છે. આ બ્લડ કેન્સર એ બાળકોમા થવાવાળા કેન્સરમાં સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે સમગ્ર વિશ્ર્વમાં લગભગ ત્રણ લાખ બાળકોને કેન્સર થાય છે જેમાથી લગભગ પચાસ હજાર બાળકોને આ બ્લડ કેન્સર થાય છે.

image source

લોહીનું કેન્સરએ આપણા શરીરના બોર્નમેરો, બરોડ તેમજ લસીકા ગાંઠોને ખુબ જ ખરાબ રીતે નુકશાન કરે છે. જો આ બીમારીમા તુરંત યોગ્ય સારવાર કરવામાં આવે તો નાના બાળકોમા થતા લોહીનું કેન્સર નાબુદ કરી શકાય તેવી સંભાવના ખુબ જ વધારે પડતી રહે છે. વર્ષ ૧૯૭૦ ના દશકામા આ સમસ્યા સામે બચવાની સંભાવના ત્રણ ટકા હતી, આજે વિકસીત દેશોમાં આધુનિક સારવાર પઘ્ધતિથી તે આશરે ૮૦ ટકા સુધી પહોંચી છે.

image source

આપણા દેશમા જાગૃતિના અભાવ અને નિદાનમાં વિલંબના કારણે આ સંભાવના લગભગ ૭૦ ટકા છે અને જો આ વિશે વિસ્તૃત જાણકારી ફેલાવવામાં આવે તો આ દર હજુ પણ ઉપર જઇ શકે છે. જો પરિવાર દ્વારા બાળકોમાં રહેલા આ બીમારીના પ્રાથમિક લક્ષણો જેવા કે, એનેમિયા, તાવનું ના જવું, ઊઝરડા અથવા રકતસ્ત્રાવ હાડકા અને સાંધાનો દુ:ખાવો, ભુખનો અભાવ, વજનમાં ઘટાડો, પરસેવો આવવો વગેરેનુ બારીકાઇથી અવલોકન કરવામાં આવે તો સમયસર નિદાન અને સારવાર શકય છે.

image source

બાળકો એ આ કુમળી વયમા આ બીમારીના નિદાન માટે ઉપયોગમા લેવામા આવતી કિમોથેરાપીને સહન કરી શકતા નથી, જે વાત ખરેખર ખોટી છે અને વૈજ્ઞાનિક રીતે પણ આ વાતની સાબિતી કરવામાં આવેલ છે કે, બાળકો એ વયસ્ક લોકો કરતા વધુ સારી રીતે કિમોથેરાપીને સહન કરી શકે છે.

image source

જો તેમને કોઇ ખરાબ ટેવો નથી જેવી કે ધ્રુમપાન, દારૂ અથવા વયસ્ક લોકોને હોય તો તેમને આ બીમારી તુરંત અસર કરે છે સામાન્ય રીતે તેમની રોગપ્રતિકારક શકિત ખુબ સારી હોય તો તેમને તુરંત નબળી બનાવે છે અને તે ખુબ જ સરળતાથી શરીરમા ઘર કરી લે છે. માટે જો તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તુરંત આ આદતોને છોડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત